નમસ્તે દોસ્તો ,
ફરી એકવાર એક નવલિકા લખાઈ ગઈ છે , પરભા બા નું મજિયારું …
મજિયારું એ મારા કાઠીયાવાડનો શબ્દ છે , કાયદાની ભાષામાં એને એચયુએફ હિંદુ અનડિવાઈડેડ ફેમીલી કહે છે , પણ હું માનું છું કે મજિયારું શબ્દની વ્યાખ્યા એ એચયુએફ નથી , કારણ કે મજીયારામાં એકલી મિલકતો ,રોકડ કે ઘરેણા નથી હોતા , મજીયારામાં કુટુંબના દરેક સભ્યનો સમય અને અરમાનો પણ જોડાયેલા હોય છે ,અને જયારે પરભાબા ના જેવું મોટું મજિયારું હોય ત્યારે એને ઉભુ કરવામાં ઘણી બધી જીંદગીઓ નો પણ ભોગ લેવાતો હોય છે ..
અને એટલે જ જયારે જયારે મજીયારા છુટા પડે છે ત્યારે ત્યારે સુખ અને આનંદની બદલે કલેશ અને દુઃખ ની લાગણીઓ વધારે જોવા મળે છે ..
મજીયારામાં કુટુંબ નો લગભગ દરેક સભ્ય એવું જ માનતો હોય છે કે મેં કુટુંબ માટે ઘણું કર્યું છે, અને છુટા પડતી વખતે દરેક વાતને સામસામે ગણાવવામાં આવે છે , રોકડ કે માલ મિલકતના હિસાબ કિતાબ શક્ય છે પણ કુટુંબ માટે આપેલા ભોગ નો કે સમય નો કે અરમાનો જેનું ગળું ઘોંટી ને મારી નાખવામાં આવે છે એનો હિસાબ કરવો શક્ય નથી હોતો …
ઘણી બધી વખત એવું પણ બને છે કે ઉપર ઉપરથી ખુબ સારું દેખાતું કુટુંબ કે મજીયારામાં અંદરથી બહુ મેલ નીકળે અને આવી જ એક વાત એટલે
પરભાબા નું મજિયારું
છેલ્લા પાના સુધી ચોક્કસ વાંચજો ..
આશા રાખું સૌને ગમશે
અને આપ સર્વે મિત્રોને દીપાવલીની અને નૂતન વર્ષની શુભકામનાઓ …!!!
આપનો
શૈશવ વોરા
Page 1 Page 2 Page 3 Page 4 Page 5 Page 6 Page 7 Page 8 Page 9 Page 10 Page 11 Page 12 Page 13 Page 14 Page 15 Page 16 Page 17 Page 18 Page 19 Page 20 Page 21 Page 22 Page 23 Page 24 Page 25