Page:-11
અને હેતલના ઘેર જતો આવતો હતો, અમાર્રી વચ્ચે દરેક વસ્તુ શેર થતી, આજે મેં નોકરીમાં દિવસ પાડ્યો હતો એટલે મારે કોઈ પણ રીતે રાજ્યાનો કેસ સોલ્વ કરવો હતો, હેતલની મુસીબત એ મારી મુસીબત હતી, એટલે હું મણીનગરમાં જ રોકાઈ નહિધોઈને મેં હેતલના કપડા જ પેહરી લીધા,અમારી દોસ્તી જગવિખ્યાત હતી,અને અમે બંને હેતલની ફેકટરી કઠવાડા ગયા..લગભગ એકસો ચાલીસ માણસનો સ્ટાફ હતો હેતલ ની ફેક્ટરીમાં, એમાં સોએક છોકરીઓ અને આધેડ ઉમરની સ્ત્રીઓ પણ ખરી.. હેતલ એના પપ્પાના જમાવેલા ધંધે હેતલ બેઠો હતો, હેતલની કેબીનમાં અમે બેઠા..મેં કીધું હેતલ તારા સાળાએ ફેકટરીના આ બધા લેડીઝ વર્કરમાં ક્યાય કઈ કાળા કામ નથી કર્યા..?? હેતલે સહેજ હસીને કીધું..ના સ્ટ્રીકટ વોર્નિંગ આપેલી હતી..
બિલાડી પણ ચાર ઘર છોડે અને ધંધાની જગ્યાએ કોઈ માથાકૂટ ના જોઈએ..રોટલે અને ઓટલે ગંદકી નહિ કરવા ની,એકદમ જોરદાર રેચ આપેલો હતો,એટલે અહિયાં તો એની બુમ નોહતી,પણ સાલી તકલીફ એ છે કે બે દિવસ રાજ્યો ફેક્ટરી ના આવે એટલે આ જ બધી પાછી સામેથી પૂછે રાજેશભાઈ ક્યાં છે..?એ કેમ નથી આવતા? આ બૈરા પણ જરાય ઓછા નથી એ લોકો જાણી કરીને રાજ્યા ને ઝાંખ્વા એની કેબીનમાં આંટા ખાય છે અમે બને હસવા માંડ્યા..મેં કીધું બકા તારો રાજેશ છે એટલો દેખાવડો અને દિલફેંક કે ગમે તે છોકરી એના ચક્કર માં આવી જાય,હેતલે કીધું છોકરી છોડ મોટા મોટા બૈરા પણ એના ચક્કરમાં આવી જાય છે જયલા આરાજ્યામાં તો..જોર નસીબવાળો છે ઘોડો, તારી ને મારી જેમ એક ને જ પકડી ને બેસી રેહવાનું એના નસીબમાં જ નથી,મેં કીધું એ બધું છોડ તપાસ ચાલુ કર હવે.. ફેક્ટરીમાં વાત તો ફરતી થઇ ગઈ હતી કે રાજેશભાઈ ને કઈક તકલીફ છે,બે ત્રણ જણા ને બોલાવીને પૂછ્યું પણ કઈ જવાબના મળે કે કોઈ “કલુ” ના મળે, છેવટે લંચ સમયે હું અને હેતલ લંચરૂમમાં ગયા અને બધા સ્ટાફ ની સામે અમે રાજુ સાથે થયેલી સવારની આખી ઘટના કીધી..
cont..12
www.shaishavvora.com/Pashmita-12/ શૈશવ વોરા