Page:-13
થોડીવારે હેતલના મમ્મી આવ્યા અમને બંનેને બહાર રૂમમાં બોલાવ્યા..મેં પૂછ્યું શું છે કાકી..?? જો આપણે અહિયાં પુનીત આશ્રમ ખરોને એની બાજુની ગલીમાં એક કાલી માં ના ભગત રહે છે ઠક્કર છે, એ હમણા આવવાના છે અને રાજુના શરીરમાંથી જે છે ને એને કાઢી જવાના છે,પણ એને કોઈ અમાસનો જન્મેલો માણસ એમને મદદ માટે જોઈએ છે,હેતલ બોલ્યો આ રહ્યો જય અમાસ નો જ જન્મ્યો છે,અને એને આમ પણ આજે નોબેલ પ્રાઈઝ લેવુ જ છે,મારે કઈ બોલવાની જગ્યા જ ના રહી, જ્યોત્સનાકાકી એ કીધું હા બરાબર છે જય તું અમાસને દિવસે જન્મ્યો હતો અને તારા પછીની પછીની પૂનમે હેતલ આવ્યો હતો..
તમારા વચ્ચે દોઢ મહિનાનો ફેર છે,એટલામાં પેલા ઠક્કર કાકા આવ્યા..ઝભ્ભો લેંઘો પેહર્યા હતા એકદમ પોહળા પોહળા, માથામાં મોટો લાલ કપાળ આખું ઢંકાય એવો ચાંલ્લો હતો, કાળા કાળા અને દેખાવે થોડા બિહામણા લાગેઅને એમના હાથમાં મોટો કોથળો હતો,સાથે અને બીજા આઠ દસ લોકો આવ્યા,ઠક્કરકાકાએ હુકમ કર્યો આવતાની સાથે,બધા તૈયાર રેહજો જે માંગે એ ફટાફટ લાવજો પછી એમણે મારી સામે જોયું અને બોલ્યા તું છે ને પેલો અમાસીયો, મેં મનમાં કીધું ઓત્તારી નામ જ આખું મારું બદલી નાખ્યું આ કાકાએ તો..ચાલો અંદર..મને લઈ ને કાકા સીધા અંદર રાજુના રૂમમાં,રાજુ જાગી ગયો..અને બોલવા માંડ્યો મને ના લઇ જશો રેહવા દો ને મારા ઘરમાં..કાકા એ તો એમનો કોથળો ખોલ્યો..એમાંથી લોખંડનું હવન કુંડ્યું કાઢ્યું અને ફટાફટ લાકડા છાણા કપૂર અને બધું કઈ જાત જાતનું નાખી અને હવન ચાલુ કર્યો..રાજુની આંખોમાંથી પાણીની ધાર થઇ, અને સખત રડવા માંડ્યો એ મને રેહવા દો ને અહિયાં, કાકા કઈ મંત્રો બોલ્યા,એક માતાજી નો બિહામણો ફોટો કાઢ્યો થેલામાંથીઅને ત્યાં જ એ ફોટાની સ્થાપના કરી એમણે મને ચાંલ્લો કર્યો, સખત ધૂણી કરી રૂમ આખો ધુમાડાથી ભરાઈ ગયો..કાકા મને કહે ખોબો ધરો..મેં ખોબો ધર્યો..
cont..14
www.shaishavvora.com/Pashmita-14/ શૈશવ વોરા