Page:-15
ચલ હવે બહુ થયું નિકળ,કાકાએ બુમ મારી અને એક નાની લાકડી મારી રાજુને હા નીકળું છું બે દિવસ જ રહીશ આમાં..સારું અત્યારે નિકળ,એકદમ મારા હાથમાં રહેલા નાળીયેરની આંખના કાણામાંથી પાણીનો ફુવારો ઉડયો અને અંદર ચાર પાંચ કિલોનું વજન થયું હોય એવું મને ફિલ થયું,અને વજન વધતું જ જતું હતું,મારો હાથ સેહજ ધ્રુજ્યો, કાકાએ બુમ મારી એ અમાસીયા પકડી રાખ બરાબર,મેં પૂરી તાકાત કરીને પકડ્યું નાળીયેરને,કાકા એ એમના કોથળા માંથી બાંધેલા લોટનો પિંડો કાઢયો,અને એ લોટથી નાળીયેરનું કાણું પૂરી દીધું,અને મારા હાથમાંથી લઇ લીધુ, નાળીયેરની ઉપર એક લીલું કપડું બાંધી દીધું,રાજુ એકદમ નોર્મલ થઇ ગયો,અને મારી સામે એકદમ અચરજથી જોવે બોલ્યો આ બધું શું છે ડોકટર.?મેં કીધું..કહું છું હો બેટા બધું કહું છું,
પેલા કાકાએ રૂમના એક ખૂણામાં બાજઠ ગોઠવ્યો અને એની ઉપર એક થાળી અને એમાં નાળીયેર મુક્યું.. હવનનો અગ્નિ ધીમો થયો હતો..બધા બહાર આવ્યા કાકાએ સુચનાઆપી પરમદિવસે સાંજે આ છૂટી થઇ જશે ત્યાં સુધીમાં રસ્તો કરજો..હેતલની મમ્મીએ પૂછ્યું પણ શું કરવાનું છે..?? તો એમણે કીધું આ અમાસીયો કહે એમ કરજો.. બધા મારી સામે જોતા થઇ ગયા..હું તો થોથવાયો અને ગભરાયો મેં કીધું હું હું શું કહું કાકા..હું આ બધામાં નથી માનતો..તમારે જે કરવું હોય તે કરો હું તો હમણા પેલું નાળીયેર ઉપાડીને ફેંકુ બહાર,કાકા બોલ્યા ઉપાડી તો જો અમાસીયા..તને માતાજી રસ્તો બતાડશે એમ કરજે, તું ચોખ્ખો માણસ છે, બે જીવનો ઉદ્ધાર કરજે માં કાળી તને સુખી કરે..આટલું બોલીને કાકા અને એમની જોડે આવેલા આઠ દસ ઘરની બહાર જણા જતા રહ્યા..બાકીના બધા મારી સામે જોવે, મેં કીધું એ બધું બાજુ પર મુકો ચલ એ રાજુને દવાખાને લઇ જઈએ પેહલા,રાજુ તો બિલકુલ નોર્મલ..બાજુની એક નાની હોસ્પિટલમાં જઈ ને મેં રાજુના પલ્સ અને બીપી લીધા એક કાર્ડિયોગ્રામ લીધો બધું નોર્મલ,હું અચંબામાં પડ્યો સોનોગ્રાફી કરવા લઇ ગયો..
cont..16
www.shaishavvora.com/Pashmita-16/ શૈશવ વોરા