Page:-16
સોનોગ્રાફીમાં રાજુનું આખું સ્ટમક ખાલી દેખાય મારી બુદ્ધિ ટોટલ બેહર મારી ગઈ કે આ શુ..?હજી કલાક પેહલા તો ઓછામાં ઓછું બે અઢી કિલો ખાવાનું આ માણસ નજર મારી સામે ઝાપટી ગયો છે અને એ બધું ગયું ક્યાં..??મારું મેડીકલ સાયન્સ ખોટું પડતું હતું..ખબર નહિ મને શું સૂઝયું મેં કીધું ચાલો ફેકટરી..રાતના નવ થયા હતા..હેતલ બોલ્યો છોડ ને ભાઈ..મેં કીધું ના ચલ હેત્લ્યા..રાજુને ગાડીમાં બેસાડ્યો,અને બાકી બધા એના ભાઈબંધો ગાડીઓ અને બાઈક પર પાછળ કઠવાડા આવ્યા, મારી જોડે એ બધાને પણ હવે રાજુની “મિસ્ટ્રી” સોલ્વ કરવામાં રસ પડ્યો હતો અમેં બધા કઠવાડા જીઆઇડીસી હેતલની ફેક્ટરી પોહચ્યા,રાત પડી ગઈ હતી જીઆઇડીસીમાં રસ્તા ખાલી થઇ ગયા હતા નાઈટ શિફ્ટ ચાલી હતી એ ફેકટરીઓની લાઈટો ઝળહળતી હતી અને બાકીની ફેકટરીઓ માં એક બે લાઈટો ચાલુ હતી, હેતલની ફેક્ટરી પોહચ્યા પછી હેતલની કેબીનમાં રાજુને લઇ ગયા અને મેં રાજુને પૂછ્યું બોલ કાલે રાતે શું થયું હતું ?
ચલ બધું વ્યવસ્થિત બોલ અને અમને બતાડ,રાજુ એ બોલવાનું ચાલુ કર્યું.. હું અહીંથી સીએનસી મશીન ચાલુ કરીને જ્જાજીને ફોન કરીને બાઈક લઈને નીકળ્યો લગભગ રાતના બે થયા હતા..,રીંગરોડનો ફ્લાયઓવર ઉતર્યો જબરજસ્ત ઠંડી હતી,મેં ખાલી સ્વેટર જ પેહર્યું હતું મારા દાંત કકડતા હતા રખિયાલથી ડાબી બાજુ વળ્યો,આખા રોડ પર સૂનકાર હતો સખ્ખત સન્નાટો હતો,હું બાઈકમાં ધીમી ધીમી સ્પીડે જતો હતો,અચાનક બધી રોડ લાઈટ ને એક ઝબકારો થયો..રોડ પર કોઈ જ નોહતું એક ખતરનાક સન્નાટો હતો..મેં ચારે બાજુ નજર મારી બધું જ એકદમ ભેંકાર,થોડો આગળ ગયો ખોખરા સર્કલે ત્યાં મારા બાઈક પાછળ કોઈ બેઠું હોય એવું મને લાગ્યું..અને વજન મારા બાઈકનું વધી ગયું..મને સ્ટીયરીંગ પર ફિલ આવી બાઈક ધીમું થયું એટલે મેં ગીયર બદલ્યો અને ચોથામાંથી ત્રીજા ગીયરમાં બાઈક લાવ્યો,તો પાછળ ઓર વજન વધતું ગયું હોય એવું લાગ્યું બાઈક પાછું ધીમું થયું,
cont..17
www.shaishavvora.com/Pashmita-17/ શૈશવ વોરા