Page:-17
રાજુ એના મોઢા પરથી પરસેવો લૂછતા બોલ્યો..મેં બીજા અને એમાંથી પેહલા ગીયરમાં બાઈક લીધું સખત એક્સીલેટર આપ્યું બાઈક તો ધુમાડા કાઢી ગયું સાલું મારી ૩૫૦ સીસીનું બાઈક અને એવા ધુમાડા કાઢે એની માં ને, મારી તો પાછળ ફરી ને જોવાની હિમત ના થઇ..અચાનક આખા ખોખરા વિસ્તારની લાઈટો ગઈ અને અંધારું છવાયું..અને એક પણ અવાજ મને ના સંભળાય, કુતરું પણ ના બોલે,મારી બરાબર ફાટી કે કઈક લોચો છે..છેવટે ખોખરા સર્કલ પર જમણી બાજુ મદ્રાસી મંદિર તરફ વળવા ગયો અને ધુમાડા કાઢતું બાઈક બંધ હું નીચે ઉતરીને બાઈક ખેંચવા લાગ્યો અને મારું બાઈક કોઈએ ડાબી બાજુ વાળ્યું મેં સખત કોશિશ કરી પણ કઈ ના થયું મને પરસેવા ઉતરી ગયા,શર્ટ અને સ્વેટર પલળી ગયા, પછી બોલતો અટકી ગયો રાજુ મેં કીધું આગળ બોલ રાજુ ..શું થયું..યાદ નથી આવતું મેં કીધું યાદ તો કરવું પડશે..હું ઉભો થઇ ગયો અને મેં કીધું ચાલો લઈલો રાજ્યાને ત્યાં ખોખરા સર્કલે..રાજુ ચુપચાપ ગાડીમાં બેસી ગયો..
અમે બધા પચીસ જણા લગભગ ખોખરા સર્કલ પર પોહાચ્યા..ગાડીઓ અને બાઈક પાર્ક કર્યા રાતના દસ વાગ્યા હતા મેં કીધું બોલ રાજુ ક્યાંથી તને ખેંચ્યો કોઈએ.. એક નાના વડના ઝાડ સુધી દોડયો રાજુ અહિયાથી જ મને ખેંચ્યો..મેં કીધું ક્યાં..? રાજુ એ દોડવાનું ચાલુ કર્યું અમે બધા પાછળ હાંફી ગયા..સાલો સીધો સામે ખોખરાના સ્મશાનમાં જઈને ઉભો રહ્યો..અમે પાછળ દોડયા..ત્યાં જોયું તો બે ત્રણ ચિતાઓ સળગતી હતી મોટા ભડકાથી અને બીજી બે ત્રણ ચિતાઓ લગભગ ઠરેલી હતી..સો દોઢસો ડાઘુઓ સળગતી ચિતાઓ પાસે બેઠા હતા..રાજુ કોઈ ને શોધતો હોય એમ ફાંફા મારવા લાગ્યો.. અચાનક એક જોરદાર ચીચ્યારી સંભળાઈ બધાને..એક ગાંડો ફાટેલા કપડા પેહરી ને હાથમાં લાકડું લઈને સ્મશાનમાં ચીચ્યારી પાડતો દોડવા માંડ્યો..અને બોલવા માંડ્યો પશ્મીતા… પશ્મીતા..આ ગયા તુઝે લેને પશ્મીતા..
cont..18
www.shaishavvora.com/Pashmita-18/ શૈશવ વોરા