Page:-18
રાજુ ભડક્યો અને થોડો ડર્યો પશ્મીતા.. સાંભળીને ઊંધું વાળી અને મુઠ્ઠીવાળી ને ભાગ્યો સ્મશાનની બહાર..બધા એની પાછળ દોડયા પણ રાજુ પકડાય નહિ ગાડીઓ પાર્ક કરી હતી ત્યાં જઈ ને ઉભો રહ્યો,અમે ત્રણ ચાર મિનીટ પછી હાંફતા હાંફતા પોહચ્યા એની પાછળ…ગાડીમાંથી પાણીની બાટલી કાઢી..મેં સીધો જ સવાલ કર્યો બોલ હવે કોણ છે આ પશ્મીતા..?? રાજુ કઈ બોલે જ નહિ એને ગાડીમાં નાખ્યો,મેં કીધું ચલ હેતલ પાલડી આજે મારા ઘેર..મારા માટે પણ આ બધું ચિત્ર વિચિત્ર હતું એટલે પેહલું જ કામ મેં કર્યું મંદિરે જવાનું..મારી અક્કલમાં નોહતું આવતું કે આ બધું શું છે..?? હું મારું બાઈક લઈને પોહચ્યો મારા ઘરે પાલડી,હેતલને રાજુ પાછળ ગાડીમાં આવ્યા,બીજી ગાડીમાં ભોલીયો અને બીજા ચાર હતા..
બીજી બાઈકો આવી, બાર વાગ્યા રાતના અને બધા લો ગાર્ડન ત્રિપાઠીની કીટલી પર પોહ્ચ્યા, ઠંડી પણ મસ્ત હતી,મેં ફરી પાછો વાત હાથમાં લીધી થોડીક કરડાકીથી મેં રાજુને પૂછ્યું.. રાજુ કોણ છે આ પશ્મીતા..? સેહજ નીચી નજરે મારો બેટો રાજ્યો બોલ્યો..સોરી જીજુ પેલો આપણી ફેક્ટરીનો ગુરખો છે ને પેલો નેપાળી કાકો એની ભત્રીજી છે એ પશ્મીતા, હેતલનું મગજ ગયું એના મોઢામાંથી જોરદાર ગાળ નીકળી અને રાજુ એકદમ ઝંખવાણો પડી ગયો બાકી બીજા એના ફ્રેન્ડસપણ સેહજ આઘાપાછા થઇ ગયા,હું હેતલના મોઢા પરથી સમજી ગયો,જો આ જગ્યાએ હેતલનો ભાઈ હોત તો એણે બે લાફા માર્યા હોત,હેતલે સખત ગુસ્સામાં કીધું તને હજાર વખત ના પાડી હતી ને કે ફેકટરીમાં તારા આ ધંધા ના જોઈએ, રાજુ એ નરમાશથી સામો જવાબ વાળ્યો..જીજુ એ ફેકટરીની વર્કર નોહતી અને મેં તો એને મદદ કરી છે..!!
રાજુના મોઢે મદદ શબ્દ સાંભળીને હું ચમક્યો એટલે ?? કેવી રીતે મદદ કરી તે એને?રાજુ એ એકદમ નફફટ જવાબ આપ્યો..એ પશ્મીતા ને એના વરે વાંઝણી ગણીને કાઢી મૂકી હતી, એટલે મેં એને..હજી રાજુ આટલું બોલ્યો અને હેતલ એકદમ ભડક્યો એટલે..??ઘોડીના આતે શું કર્યું..?હેતલ ગુસ્સાથી લાલ લાલ થઇ ગયો અને ઉભો થઈને સીધો ગલ્લે ગયો
cont..19
www.shaishavvora.com/Pashmita-19/ શૈશવ વોરા