Page:-19
આટલી ઠંડીમાં હેતલે પાણીનું પાઉચ લઈને એના મોઢા પર નાખ્યું મોઢું સાફ કર્યું અને સિગારેટ સળગાવી, હું સમજી ગયો કે ગુસ્સાનો માર્યા હેતલની આંખમાંથી પાણી નીકળી ગયા છે, રાજુ કઈ બોલ્યો નહિ પછી બોલ્યો જયભાઈ જીજુ ને સમજાવો ને ,આ તો બધું મહાભારત થી ચાલતું આવે છે, હું કઈ બોલ્યો નહિ એટલે રાજુ થોડો વધારે આગળ વધ્યો પેલું વીકી ડોનર દેખાડો આમને યાર,હેતલ તો જબરજસ્ત સમસમી ગયો અને બોલ્યો એ મહર્ષિ વેદવ્યાસની ઓલાદ,તારો બાપ છે ને બેંકમાં ક્લાર્ક છે,અને મારી તરફ ફરીને બોલ્યો એ ડોકટર આને કોઈ સારી સ્પર્મ બેંકનું એડ્રેસ આપને ભાઈ જ્યલા,એટલે થોડી કમાણી પણ થાય સાલાને પછી હેતલ રાજુની નજીક આવીને રાજુની આંખમાં આંખ નાખીને બોલ્યો તને જરા પણ શરમ નથી આવતી રાજુ આવું બોલતા..!!
રાજુએ નફફટની જેમ કીધું શું શરમ રાખું જીજુ આવા કામ કરતા શરમ નથી રાખી તો હવે બોલતા શું રાખું ..!!!બધા એના ભાઈબંધો ખસીયાણા પડીને સેહજ દુર હટી ગયા..મેં એક ઊંડો નિ:સાસો નાખ્યો,અને મને લાગ્યું કે આ માણસ મારા માટે હવે ઈમ્પોસીબલ થતો જતો હતો,આટલો બધો નફફટ અને બેશરમ માણસ મને જીવનમાં ક્યારેય મળ્યો નોહતો,મેં પાછું પૂછ્યું છેલ્લે ક્યારે મળ્યો હતો તું એ પશ્મીતા ને ? એ તો યાદ નથી પણ અહીંથી ગઈ પછી પાછી આવી નથી.મને એવું લાગ્યું કે રાજુ કઈક જુઠ્ઠું બોલી રહ્યો છે એટલે મેં ફરી સેહજ ઊંચા અવાજે કીધું સાચું બોલ રાજ્યા ફાડી નાખશે તને, એ રાત્રે જે મળી હતી એ એ “પશ્મીતા” જ હતી, કોણ જાણે હું આવું કેમ બોલી ગયો પણ મારા ડારાની જબરજસ્ત અસર થઇ અને એના મોઢા પર નો ફ્યુઝ ઉડી ગયો,મહિના દોઢ મહિના પેહલા એનો ફોન હતો ક્યાંકથી… મેં પૂછ્યું શું ફોન હતો..? એ બોલ્યો મારા ગળે પડવાની વાત હતી સાલી મને કહે તારી છોકરી ને લઇ જા મેં તો કહી દીધું એ તો બધું તારું જ કેહવાય તારે જે કરવું હોય તે કર,તો એ પશ્મીતાડી બોલી હું તો મરી જ જવાની છું મારા વર ને ખબર પડી ગઈ છે કે આ ગુડિયા એની છોકરી નથી,એટલે એણે અમને બંને ને કાઢી મુક્યા છે,મેં પાપ કર્યું છે એટલે હું તો મરીશ અને સજા ભોગવીશ, પણ આ ગુડિયાને તું લઇ જા
Cont..20
www.shaishavvora.com/Pashmita-20/ શૈશવ વોરા