Page:-2
પણ હકીકતે મારી નિયતિ મને ખેંચતી હતી..! એક અજાણ્યુ ગોચર-અગોચર મને પોકારી રહ્યું હતું, ત્રીજે માળે ફ્લેટ હતો એક સાથે અને એક શ્વાસે સામટા ત્રણ દાદરા ધડાધડ ચડી ને હું ઉપર પોહચ્યો, બાવીસ વર્ષનો રાજેશ અને છવ્વીસ વર્ષની રીમા, એ બે જ ભાઈ બેહન, રીમાના લગ્ન હેતલ સાથે થયા હતા..હેતલ મારો પરમ મિત્ર, મારી નજર સામે રાજુ આવ્યો સવા છ ફૂટ ઉંચો એકદમ ગોરો,નીલી આંખો અને હમણાં હમણા પાછું જીમમાં જઈને બોડી બનાવ્યું,સો કિલોથી વધારે વજન રાજુનું, દુનિયાની કોઈપણ છોકરીની બિચારીની તાકાત નોહતી કે રાજુ એની બાજુમાંથી પસાર થાય અને એ છોકરી પાછું ફરીને ના જોવે, અચ્છી અચ્છી છોકરીઓ ને પાછું ફરીને જોવા વિવશ કરે રાજુ અને પછી એને વશમાં પણ કરતો રાજુ ઉર્ફે રાજેશ ઉર્ફે રાજ્યો…
હું હજી રાજુના નાનકડા બે બેડરૂમ હોલ કિચનવાળા ઘરમાં એન્ટર થયો બહારના રૂમમાં હેતલના પપ્પા,અને રાજુના પપ્પા બંને વેવાઈઓ બેઠા હતા, ત્યાં અચાનક જ અંદર રૂમમાંથી રાજુની એકદમ મોટી બુમ આવી..જતો રહે તું જતો રહે,રીમા રૂમમાંથી દોડતી બહાર આવી અને રીમાએ મને ધક્કો માર્યો જયભાઈ બહાર જતા રહો પ્લીઝ, હું છોભીલો પડીને સીધો ઘરની બહાર જઈને ઉભો રહી ગયો,પરિસ્થિતિની ગંભીરતા હું પામી ગયો હતો વાતાવરણમાં સખ્ખત ભાર હતો, રીમાનું આવું વર્તન અને રાજ્યાની બુમો મારા માટે અજુગતી હતી, એટલે મેં કીધું હેતલને બહાર મોકલ રીમા, હેતલને બહાર આવતા થોડી વાર લાગી, તો મેં જાળી સેહજ આગળ કરી અને બારણામાંથી સેહજ અંદર પગ મુક્યો અને ફરી વાર અંદરના રૂમમાંથી રાજુની જબરજસ્ત મોટા અવાજે ચીસો આવી તું નહિ આવતો..તું નહિ આવતો..ફરી રીમા બહાર આવી જયભાઈ શું કરો છો પ્લીઝ તમે બહાર રહો ને..હું એકદમ જ અટવાઈ ગયો મને સમજણ જ ના પડી કે શું ચાલી રહ્યું છે એટલે મેં કીધું પણ શું ચક્કર છે રીમા..?? આ રાજ્યાને અંદર રૂમમાં ક્યાંથી ખબર પડે છે કે હું ઘરમાં પગ મુકું છું..???
cont..3 www.shaishavvora.com/Pashmita-3/ શૈશવ વોરા