Page:-20
હેતલ પાછળથી સાંભળતો હતો એણે સટાક કરતી એક ઝાપટ રાજુની બોચીમાં મારી અને બોલ્યો હરામી તારી માં અને તારા બાપ ને ખબર છે..? આ બધા તારા ધંધા.? આ તારા પાપ એક પછી એક આમને આમ જો સામે આવશે ને તો અમારે સમાજમાં ક્યાં જવાનું..? તારી બેન અને મારે તો ગામમાં ક્યાય મોઢું પણ નહિ બતાડાય..રાજુની ગેંગ સ્તબ્ધ થઇ ગઈ હતી અને મને પણ સાપ સુંઘી ગયો હોય એવી હાલત થઇ માહોલ એકદમ ગંભીર થઇ ગયો,હેતલ દર્દથી બોલ્યો સાલા તારા પાપે તારા અને મારા ઘરની કેટલી છોકરીઓ કુંવારી રેહશે એનું ભાન છે તને..?? હેતલ સતત બોલતો ગયો રાજુ નીચી મુંડી એ સાંભળતો રહ્યો, મારી સામે જોઇને કીધું હેતલે ચલ જયલા આ પાપી ને બચાવવામાં આપણે પાપમાં પડશું..તું સાચો છે આ પેલી પશ્મીતા નું જ ભૂત છે અને આને વળગ્યું છે,
ચલ મણીનગર પેલું નાળીયેર ખોલી નાખ, ભલે આ હરામી સાલો મરતો, રાજુ છ ફૂટનો સાંઢ એકદમ ઢીલો થઇ ગયો અને ગરીબડો થઈને બોલ્યો જયભાઈ સોરી પણ મને બચાવો આમાંથી પ્લીઝ,ના બચાવતો જયલા..આને .. હેતલ એકદમ ગુસ્સા થી બોલ્યો,મેં કીધું શાંત થા હેતલ હું વાત કરું છું, હેતલ પાછો ગલ્લે જતો રહ્યો અને સિગરેટ સળગાવી,મેં પણ એક સિગારેટ સળગાવી રાજુ મારી જોડે એક કશ માંગવા ગયો પણ અટકી ગયો,મેં પૂછ્યું પછી શું થયું પશ્મીતાનું..??મેં તો એને ના પાડી કે હું કઈ ના જાણું તો પણ એ પેલી છોકરીને લઈને અમદાવાદ આવી, બહાદુરકાકા ને મેં કહી દીધું કાઢી મુકો નહિ તો તમારી નોકરી ગઈ,અને પોલીસમાં ફસાવીશ ચોરી ના આરોપમાં એ જુદું..કાકો ભયંકર બી ગયો,અને એણે પશ્મીતાને ઘર માંથી કાઢી મૂકી..એટલું બોલીને રાજુ અટક્યો એટલે મેં પૂછ્યું પછી ફરી ક્યારે જોઈ હતી તે એને રાજુ ..? એકદમ ગરીબ ગાય જેવો થઈને રાજુ બોલ્યો નથી જોઈ જયભાઈ સાચું કહું છું…કસમથી નથી જોઈ,મેં કીધું સારું હું હેતલ પાસે ગયો મેં હેતલ ને કીધું હેતલા મામલો ગંભીર છે,આ પશ્મીતા ને શોધવી જ રહી,ચલ ફેક્ટરી રાતના એક વાગ્યો હતો,
cont..21
www.shaishavvora.com/Pashmita-21/ શૈશવ વોરા