Page:-23
હેતલ આગળ બોલ્યો અત્યારની આ વાત ને અને તારી આ પેશન્ટ ને મરવાની વાતને શું કનેકશન છે..?? અત્યારે તું બકવાસ ના કર મારું માથું ફાટે છે પેલા હરામીની વાતો સાંભળીને..મેં હેતલની વાતને ઇગ્નોર કરીને કીધું..છે કનેક્શન, હેતલ છે,હું ખાલી એમ જ કેહવા માગું છું કે અમુક લોકો શરીરને માત્ર અને માત્ર મોજ મજા કે ઉપભોગનું સાધન સમજે છે,એ શરીર ની અંદર બેઠેલો પેલો ઈશ્વરનો અંશ એમને ક્યારેય દેખાતો જ નથી કે અનુભવાતો જ નથી.પોતાના શરીરમાં પણ એ દૈવી તત્વ છે,એની એને ભાન જ નથી હોતી અને શરીરથી થાય એટલા અસુર વેડા એટલે કે રાક્ષસો કરતા હતાને,એવા કામ કરે છે તારો સાળો એમાંનો છે, એને માટે એનું શરીર અને દુનિયાના તમામ શરીર બસ ભોગવટા અને મોજ મજાના સાધનો છે બસ બીજું કઈ નથી,લાગણી,ઈચ્છા,પ્રેમઆ બધું કાબુમાં રાખવું એ બધું એની બસની વાત નથી,ઈશ્વરથી ડરવું ખોટા કામ ના કરવા આવા બધા શબ્દો કે વાક્યો એની ડીક્ષનેરી ની બહારના છે,અમારી વાતો ચાલતી હતી, જમાલપુરનો બ્રીજ ક્રોસ કર્યો અને અનાયાસે નજર જમણી બાજુ ના આવેલા સ્મશાન પર પડી ગઈ, અડધી રાતે પણ ચિતા ના ધુમાડા દેખાતા હતા, મને મનમાં વિચાર આવ્યો આ સ્મશાનમાં ક્યારે રજા રેહતી હશે..??
અને મન થોડું ભારે થઇ ગયું,બીજો વિચાર એવો આવ્યો કે આ મરેલા બધા લોકો જો ભૂત થાય તો જીવતા માણસો કરતા કદાચ ભૂતોની સંખ્યા વધી જાય દુનિયામાં,પણ આ પશ્મીતાને શોધવી તો પડશે,અને પશ્મીતાના વિચારે મને શું કુબુદ્ધિ સુઝી અને મેં ખોખરા નો ઓવરબ્રીજ ચડાવ્યો,તરત જ હેતલે કીધું તને પણ આજ રસ્તો મળે છે,બીજે થઇ ને લે ને કઠવાડા,સારંગપુરથી નથી જવાતું તે અહિયાં ખોખરા લાયો ગાડી,પણ ત્યાં કોઈક અમારી રાહ જોતું હતું હજી ગાડી ખોખરા પુલ ઉતરી હાટકેશ્વર પોહચી ત્યાં સામે કોઈ સફેદ કપડા પેહારેલા ત્રણ ચાર જણા દેખાયા અને અમારી સામે જોઈ ને હસતા હોય એવું લાગ્યું મને કઈક અજુગતું લાગ્યું ખોખરા સ્મશાનની સામેથી ગાડી નીકળી,
cont..24
www.shaishavvora.com/Pashmita-24/ શૈશવ વોરા