Page:-7
એના મોબાઈલમાં બસ્સો છોકરીઓના નંબર હશે..આખા અમદાવાદની સેહજ પણ ઢીલી ઢાલી છોકરી લાગે એને તારો સાળો ઘડી ના છઠ્ઠા ભાગમાં ઉપાડે છે…એકવાર મારી સામે જ કબુલ કર્યું છે એણે કે એની રેંજ પંદરથી પિસ્તાલીસની છે,અને પંદરથી પિસ્તાલીસ વચ્ચે ની ઉમરની એકપણ છોકરી હાથમાં આવે તો એ એને કોરી રાખતો નથી, પાકીટમાં જ હમેશા પડીકા રાખે જ છે, આવો છે આ તારો સાળો ધ ગ્રેટ રાજેશકુમાર, હું માનું છું નક્કી તારી આ રાજુ પાર્ટી ક્યાંક બરાબરની ભરાઈ છે, એકાદી એને શેર ને માથે સવા શેર જેવી કોઈ એના માથાની છોકરી મળી લાગે છે, અને એને પરણવા માટે ગળે પડી હશે એટલે આ બધા નાટક એણે માંડ્યા છે, હેતલે કીધું મને પણ એવું જ લાગ્યું જ્યલા, પેહલા તો મારા સસરાનો ફોન આવ્યો ત્યારે,મારા મોઢામાંથી નીકળતા રહી ગયું કે કોઈનો એકાદી નો વર બહારગામ ગયો હશે એટલે એના ઘેર એની બાયડી ભેગો સુતો હશે તમારો લાડકો..પણ શું કરું સાળો છે, શોધવો તો પડે જ ને..જયલા ..!!!
મેં કીધું સાચી વાત છે ભાઈ..ચલ એક કામ કર અહિયાં એલજી થી ઊંઘનું ઇન્જેક્શન લઇ લઇએ સાલાને હું ઠોકું છું, પડ્યો રેહશે તારો મણીનગરનો હેન્ડસમ હન્ક આઠ દસ કલાક ઊંઘમાં..પછી કઈક રસ્તો કરીએ ..આપણે શોધવી તો પડશે જ કોણ છે આના માથાની કે જે આ સાંઢ ને આવો ઢીલો કરી નાખ્યો, પણ જે હશે એ, હશે તો જબરજસ્ત આઈટમ, અમે બંને બાઈક પર બેઠા અને મણીનગર સ્ટેશન થી એલજી હોસ્પીટલ આવ્યા ત્યાં દવાની દુકાન પરથી મારું આઈ.ડી.બતાવીને ઈન્જેકશન લીધા. સવારના દસ વાગવા આવ્યા હતા,મેં મારી કંપનીમાં ફોન કરી ને ના પાડી દીધી કે આજે નહિ આવું, ફટાફટ દાદરા ચડી અને ફલેટમાં ઉપર ગયા..હેતલ અંદર ગયો, હું ફ્લેટની બહાર જ ઉભો રહ્યો..અંદરથી ઈશારો થયો આવી જાવ..હું સીધો દોડયો અને રાજ્યાના રૂમમાં ગયો, પલંગ પર બાંધેલી હાલતમાં સુતો હતો મને જોઇને રાજુ ટુંટ્યુ વળી ગયો..અને બોલવા લાગ્યો.. cont..8
www.shaishavvora.com/Pashmita-8/ શૈશવ વોરા