Page:-8
એ નહિ,મને છોડી દો,નહિ આવું એમ કરી ને નીચું જોઈ રહ્યો હતો રાજુ..એના ભાઈબંધોને મેં ઈશારો કર્યો.. એમણે રાજુના હાથ પગ કચ્ચીને પકડ્યા.. હું રાજુની નજીક ગયો,એનું મોઢું મેં મારા હાથથી પકડ્યું..નહિ નહિ કરીને રાજુ રડતો હતો..મારી સવાર બગાડી એની દાઝ પણ મને હતી,અને મને ગળા સુધી ખાતરી હતી કે આ નાટક કરી રહ્યો છે, એટલે મેં એનું જડબું જરાક જોરથી પકડ્યું અને મેં કીધું બોલ શું છે..? ડોકટર નહિ મને ના મારી નાખો મારે જીવવું છે..ડોકટર મને નાં મારો..મેં કીધું રાજુ..હું છું જયભાઈ છું..
રાજુ નાના બાળકની જેમ રડતો રડતો બોલ્યો ના તમે ડોકટર છો..તમે જ મને મારી નાખવાના છો મને ખબર છે.. દવા આપવાના છો,મારે જીવવું છે..મેં ત્યાં પલંગની નીચે જમીન પર બેઠા બેઠા એના જડબામાં મારા આંગળા ખોસ્યા અને વધારે કરડાકીથી પૂછ્યું તું કોણ છે..? તો કઈ જવાબ ના આવ્યો..એટલે મેં હેતલ ને બતાડી ને પૂછ્યું કે આ કોણ છે તો જવાબ આવ્યો હેતલ ફુઆ..મારી સાથે જેટલા રૂમમાં હતા એ બધા જ ભડક્યા “હેતલ ફુઆ..??” એટલે મેં રાજુને પૂછ્યુ કે તારી મમ્મી કોણ છે..??
એ તો રાત્રે આવશે, અને તારા પપ્પા કોણ છે ..?? તો એણે જવાબ ના આપ્યો.. હવે મને બહુ જ વિચિત્ર લાગતું હતું રાજુનું વર્તન અને એના જવાબ, મેં એને કીધું સારું ચલ હું તને નહિ મારી નાખું..એટલે રાજુ નાના બાળકની જેમ બોલ્યો પ્રોમિસ..મેં એના જડબા છોડી દીધા અને કીધું હા પ્રોમિસ..પણ મને તારું નામ તો કહે..નામ નથી,તો તને શું નામથી બોલાવવાનો મારે.? રાજુ બોલ્યો ગુડિયા મારું નામ છે..એટલે મેં કીધું તું ગુડિયા છે,તું બેબી છે બાબો નથી એમ.. એટલે એકદમ નાની બાળકીની જેમ રાજુ નામના એ સાંઢએ માથું હલાવીને હા પાડી.. મેં ક્યાંક સાંભળ્યું હતું કે ભૂત પ્રેત ખાવાના ભૂખ્યા હોય છે માંગ્યું ખવડાવો તો જ્તા રહે એટલે મેં કીધું ગુડિયા ભૂખ નથી લાગી તને..? રાજુ બોલ્યો..લાગી તો છે પણ બધા મને અહીંથી ભગાવે છે, મેં પૂછ્યું દૂધ પીવું છે..?
cont..9
www.shaishavvora.com/Pashmita-9/ શૈશવ વોરા
Page:-9