આજે ચોથી રાત જઈ રહી છે પુલવામા નો હુમલો થયાને..
શ્રદ્ધાંજલિની રેલીઓ નીકળવાની હજી બંધ થતી નથી, દેશભરનો આક્રોશ રોકાવાનું નામ નથી લેતો..
ત્રણ જવાબદાર આતંકીને `ઠારી` દેવામાં આવ્યા છે, શરૂઆતની હેડલાઈન આવી કે પુલવામા નો `બદલો` લેવાઈ ગયો, પણ સોશિઅલ મીડિયા એ એનો પાવર બતાડ્યો અને `બદલો` લેવાની શરૂઆત થઇ એમ વાત આવી,
*ભારતની પ્રજા અત્યારે મહાસતી દ્રૌપદીની જેમ ખુલ્લા કેશ રાખીને ફરી રહી છે, પ્રજા ને જોઈએ છે દુર્યોધનની જંઘા નું રક્ત..!*
રક્તપિપાસુ થઇને બેઠી છે દેશભરની પ્રજા ..!!
કોઈ ગમ્મે તેટલી `સુફિયાણી` સલાહ લખે કે બોલી બોલીને કલીપો ફેરવે, પણ સવાસો કરોડ મગજ ભમી ચુક્યા છે, પક્ષ કે વિપક્ષ સેહજ પણ ઢીલું બોલ્યો તો એની ખૈર નથી ..
૧૯૭૧ પછી જન્મેલી પ્રજા આજે આધેડ અવસ્થામાં અવી ગઈ છે, અને જન્મ્યા ત્યારથી કાશ્મીરના નામે અઠવાડિયામાં બે વાર કોઈને કોઈ જવાનને વગર મોતે મરતા જોઈ રહી છે ,એટલે હવે તો પ્રજા આર યા પારની વાત કરે છે..!!
*કોઈ એમ કહે કે યુદ્ધ શક્ય નથી, ન્યુક્લીઅર પાવર છે બંને દેશ ,બહુ ખાનાખરાબી થઇ જાય તો પ્રજા સામે જવાબ આપે છે.. એની માં પરણાવા જાય, એકવાર તો મરવાનું જ છે ને, ઘેર ખાટલે પડીને મરીએ એના કરતા બોમ્બ ફેંકાય ને મરી જઈશું..!*
દરેક હદ વટાવી ચૂકવા આજે આખા ભારતવર્ષની પ્રજા તૈયાર બેઠી છે..!!!
આજે પણ હજી મજાકમસ્તીના મેસેજ નથી આવ્યા.. જેમ ઘરના મરણમાં સૂતક પડે અને લોકો મનોરંજન ના સાધનો નાં વાપરે, એમ જ મજાકમસ્તીના મેસેજીસ નથી આવી રહ્યા વોટ્સ એપ ઉપર..!!
બહુ જ સીગ્નીફિકન્ટ છે આ બાબત..
સામે છેડેથી કલીપો આવી રહી છે કે અમારા મિસાઈલમાં શેરડી ઠંડી નથી થતી…
હવે શું કેહવું ? હે ..
તમારા મિસાઈલ શેરડી ઠંડી કરવા પણ કામ લાગે તેમ નથી ટોપા..! ભીખારો ..!!
કદાચ મારા જીવનમાં પેહલીવાર જોઈ રહ્યો છું કે આટલી બધી શિદ્દત થી ભારતની પ્રજા યુદ્ધની માંગણી કરી રહી હોય..!!
આખા પાકિસ્તાનથી જરાક પણ ઓછું પ્રજાને ખપતું નથી અને એમાં ઉપરથી બિલકુલ માથે ઈલેકશન આવી ને ઉભા છે.. સૌથી મોટું હથિયાર લઈને ભારત ની પ્રજા એના નેતાગણની સામે ઉભી છે..
એક જ વાત છે `ઠોકો` નહિ તો તને `ઠોકી` ઘાલીશું ઈલેકશનમાં..!!
પંદરસો બે હજાર વર્ષ પછી હિન્દુસ્તાન કોઈ એક મુદ્દે આટલું બધું એકમત ઉપર આવ્યું છે..!!
હવે આ `મોરો` બીજી તરફ ઘુમાવવો બિલકુલ આસન નથી..
આજે ત્રણ આતંકીઓને `પાડી` દેવામાં પાંચ બીજી જિંદગી હોમાઈ ગઈ છે ,અને તો પણ આતંકીઓને પ્રોટેક્ટ કરતા પથ્થરબાજોને ભારતીય સેનાના જવાનો કહે છે ..આપ ઘર મે ચલે જાઈયે આપકી જાન હમારે લિયે બહોત કિંમતી હૈ ..!!
ઘણી ખમ્મા મારા વીર .. વીરતાની પરાકાષ્ટા છે મારી સેના ..!!!
પણ હવે આ બધા લાગણીઓના બંધન મુકવા જોઈએ એવું પ્રતીત થાય છે વીરા..પાછી પેલી પેલેટ ગન બાહર કાઢો અને આતંકીને બચાવવા વચ્ચે જે આવે એ અબાલ,વૃદ્ધ કે સ્ત્રી કોઇપણ હોય, હવે તમારી રેહમનજર મુકો વીરો..!!
થોડાક કાશ્મીરી નેતાઓની સિક્યુરીટી હટાવી લીધી ..
પત્યું હવે, એમના અંદર અંદરના લોકો એમને જમીનની નીચે છ ફૂટે સુવડાવી દેશે..!
૩૭૦ માટે કેમ ક્યાંય હિલચાલ નથી એ થોડી નવાઈ ની વાત છે , કોઈ આંતરરાષ્ટ્રીય દબાણ હશે ?
બાકી ગઈકાલે અને આજે કુટનીતિને એક થપ્પડ પડી છે..
ચાર વળાવિયા ફાઈટર પ્લેન મોકલી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સને રાવલપીંડી ઉતાર્યા અને ઇમરાનખાન જાતે ગાડી ચલાવીને લઇ આવ્યા..
ભિખારી પાકિસ્તાનને વીસ અબજની ભીખ મળી ચુકી છે.. વીસ અબજ ..નાની વાત નથી ..!!
ત્યાના છાપાઓમાં જાહેરાત જુવો તો એમ લખ્યું હતું કે તમારા સેકન્ડ હોમમાં તમારું સ્વાગત છે..!!
અને પ્રિન્સએ કર્યું પણ એવું ઘર ભરતા ગયા..વરસના દાણાપાણી પાકિસ્તાનને ભરી આપ્યા..!!
સાલું આ દુનિયામાં કોઈ કોઈનું નથી..આવતીકાલે પ્રિન્સ ભારત પધારશે જોઈએ હવે અહિયાં કેટલા આપે છે અને કેવા બયાનો આવે છે , ને હા અહીંથી પછી સિદ્ધા ચીન દેશ જશે..!!
સોચો સોચો …કેવી લાંબી રમત છે ..અમેરિકા સાઉદીને સાચવે, સાઉદી પાકિસ્તાન અને ભારત બંને ને અને સાઉદી પાછુ ચીનના ખોળે બેસવા જાય, અને અમેરિકા ચીન જોડે બાઝે ,અમેરિકા ઈઝરાઈલને ખોળે બેસાડે અને ઇઝરાયેલ આરબ જગત ને કનડે ,ઈઝરાઈલ નામ માત્રથી પાકિસ્તાનને વાઈ ચડે..
કોનો સ્વાર્થ ક્યાં રમે અને કોણ આપણને રમાડે કઈ સમજણ ના પડે …
આ તો આપણું સદનસીબ છે કે એબેટાબાદથી પેલા “મહાત્મા” જીવતા ઝાલાયા હતા.. એટલે અમેરિકાની પ્રજાને પાકિસ્તાન ઉપરનો ભરોસો ડગ્યો ..
ટોરોન્ટો અને અમેરિકાથી ઘણી બધી રેલીઓના ફોટા આવ્યા છે , પણ આપણે હજી કૂટનૈતિક રીતે ઘણા આકરા થવું પડશે, અને પેહલા તો આખી ઘાટી સરખી રીતે સાફ કરવી રહી ..
આજનો સીન જે રીતે જોયો ટીવી ઉપર,આતંકીઓને બચાવવા જે રીતે પત્થરબાજો સેના ને કનડતા હતા એ જોતા તો થઇ ગયું કે હેંડો લ્યા ત્યાં ,બંધુકો તો સેના ફોડી લેશે, બસ્સો પાંચસો ઢેખાળા તો આપણે પણ મારી લઈશું..!!
*તીવ્ર ઈચ્છા થઇ ગઈ , ઇટાકડા મારીને સુવ્વરોનું `ભોડું` ફોડી કાઢવાની..*
આજે કરાંચી મા જમીન વેચવાવાળો મેસેજ બહુ ફર્યો, *પણ ભાઈ કરાંચીમાં પછી ઇન્વેસ્ટ કરશું અત્યારે પેહલા ૩૭૦ કાઢી અને શ્રીનગરની આજુબાજુના પ્લોટીંગ પાડોને..*
ખરેખર એવી પરિસ્થિતિ છે કે ૩૭૦ જો આજે નીકળેને તો કાલે દેશભરમાં શ્રીનગરની સ્કીમોના પાટિયા ચડી જાય અને ઓછામાં ઓછી આઠદસ કરોડ પ્રજા તો પોહચી જ જાય રેહવા..
પંડીતોને તો સાચી વાત એ છે કે એ સમયની સરકારોએ રામભરોસે છોડી મુક્યા હતા એમાં બિચારા કુટાઈ ગયા ..
ખરા અર્થમાં કાશ્મીરી નેતાઓ કુટિલ નીકળ્યા પણ ..ભારત, પાકિસ્તાન અને દુનિયા આખીમાંથી રૂપિયા ભેગા કરતા રહ્યા અને બિચારા ગામડાગામના છોકરાઓને આતંકી બનાવી અને જન્નતની હૂરો દેખાડી ને મરાવી નાખ્યા અને પોતાના છોકરાને યુરોપ અમેરિકા ભણવા મોકલી દીધા…!!
જો કે આપણે માટે તો એ “બિચારો” પણ નક્કામો..
બેવકૂફ વગરકારણે મરે, અને જોડે બીજાને લેતો જાય..!
આજના દિવસમાં મીડિયા એ પથ્થરબાજોને બહુ ટાર્ગેટ કર્યા છે ,
પેલા શબનમ લોણ કહે છે કે આજકલ કી જનરેશન માંબાપ કા સુનતી નહિ હૈ ઇસીલીએ બેહાકાવે મેં આ ગયે હૈ..
અલી બો`ન રે`વા દે હો .. અમારા માથા ઉપર કઈ લખેલું તું વાંચી ગઈ છે હેં ..?
ત્યારે શું વળી ..
*માંબાપનું કીધું નાં માનતા હોય અને આતંકીઓ ને બચાવવા માટે ઢાલ થઈને ઉભા રહી જાય એવા `કપૂતો`ને જીવતા રાખીને કામ શું છે ?*
*૩૭૦ કાઢો અને ભારતવર્ષની પ્રજાને વસવા દ્યો..!!*
ઈઝરાઈલ પણ ગાઝાપટ્ટીમાં ઘર બાંધે છે હો ..
આ તો જરાક યાદ કરાવ્યું ..
જય હિન્દ
જય હિન્દ કી સેના
ઈશ્વર આજે શહીદ થયેલા જવાનોની આત્મા ને શાંતિ અર્પે, અને આતંકીઓ ને દોજખ ..!!
શૈશવ વોરા