આ ઈલેક્શનના ચક્કરમાં એક આમ જોવો તો નાનકડી પણ મોટી ઘટના નજર બાહર જતી રહી..!
ઝાયરા વસીમવાળી..એર વિસ્તારા ની મુંબઈ-દિલ્લી ફ્લાઈટમાં બીઝનેસ ક્લાસમાં આવતી હતી અને એની પાછળ બેઠેલી વ્યક્તિનો પગ સેહજ આગળ આવી ગયો અને પછી એને એમ થયું કે કોઈકે એને અડપલું કર્યું, દિલ્લી એરપોર્ટથી રડતા રડતા ઇન્સ્ટાગ્રામ ઉપર એણે વિડીઓ પોસ્ટ કર્યો..મને મોલેસ્ટ કરી મને મોલેસ્ટ કરી..અને પછી તો વા વાયો નળિયું ખસ્યું કુતરું ભસ્યું…!!
પેહલા તો કૈક લોકો એના સમર્થનમાં ઉતરી આવ્યા, અમદાવાદના એક રેડિયા વાળા ભાઈ તો જાણે એમની ઉપર કોઈક “કઈક” કરી ગયું હોય એમ અવાજમાં ભીનાશ લાવી અને ગળામાં ખરેડી પાડી પાડી ને બોલ્યા,અને એમની વાતો સાંભળીને આપણને એમ જ થાય કે હા ભાઈ હો આ દુનિયા ખરેખર જાલીમો અને હવસખોરોથી ભરેલી જ છે..અને એકવાર આપણે પણ વિચારતા થઇ જઈએ કે યાર આપણે તો ક્યાંક કયારેય આવા કામ નથી કરી ગયા ને..!!?
પણ પછી તપાસ થઇ અને જે સોશિઅલ મીડિયા સપોર્ટમાં હતું એમાંથી જ દૂધનું દૂધ અને પાણી નું પાણી થઇ ગયું..ખાલી ખોટો કોઈક ને બિચારાને લઇ કાઢયો છો`ડીએ તો..રજ નું ગજ કરી નાખ્યું..!
પછીનો જે વિડીઓ આવ્યો સોશિઅલ મીડિયા ઉપર એ જોતા તો એમ લાગે કે યાર એરક્રાફ્ટમાં બેસતા આપણે ધ્યાન રાખવું પડશે, કોઈ દિવસ આવી “સનકી” આપણી બાજુમાં આવી જાય અને એરપોર્ટ પર ઉતરી ને સોશિઅલ મીડિયા ઉપર “ભેંકડો” જોડે તો સાલું આપણી તો પથારી ફરી જાય..!
વાત જાણે એમ હતી કે કોઈ ૪૯ વર્ષમાં મિસ્ટર સચદેવ એમના મામા ગુજરી ગયા હતા એટલે રાત માથે લઈને આભડવા ગયા હતા, અને આખી રાતનો ઉજાગરો અને સ્મશાનનો થાક હતો,એટલે એમણે એરક્રાફ્ટમાં બેસતા સાથે જ એરહોસ્ટેસને બોલાવી ને કહી દીધું કે મને જાગડતી નહિ, શાંતિથી ઊંઘવા દેજે બેન..!અને થાકના માર્યા એ ભાઈ સેહજ પોહળા થઇ ને સુઈ ગયા હવે સ્વાભાવિક રીતે આખી રાત નો જાગેલો માણસ ઊંઘે એટલે એને ખબરના હોય કે એ ક્યાં સુતો છે, અને કુદરતી રીતે એણે એના પગ ઊંઘની અભાન અવસ્થામાં આગલી સીટ ઉપર લાંબા કરી નાખ્યા, અને એ પણ સીટમાં નહિ ખાલી સીટના હેન્ડલ પર જ એ ભાઈનો પગ હતો, અને આ છો`ડી એ તો એમના પગના ફોટા પાડ્યા અને વાતના વતેસર કર્યા..!
પેલા મિસ્ટર સચદેવને તો બાપડા ને ખબર પણ નોહતી કે એમની આગલી સીટ ઉપર કોણ બેઠું છે..!
અઘરું બાકી અઘરું…!!
જમાનો ખરેખર “ઊંઘવા” નો નથી..સેહજ આંખ મીચાણી કે કોઈક તમારી ચડ્ડી કાઢી જાય..એરક્રાફ્ટની એક સવા કલાકની ઊંઘ બાપડા ની ઈજ્જતની વાટ લગાડી ગઈ..!!
હું પેહલા પણ લખી ચુક્યો છું એરક્રાફ્ટ જેટલી “કમીની” જગ્યા એકેય નથી,સાંકડી સીટો અને નાના નાના ટોયલેટ, એટલીસ્ટ અમારા જેવા ઈકોનોમીના પેસેન્જર ને ભાગે તો આ જ આવે છે, લાંબી ફ્લાઈટ હોય ત્યારે લગભગ આપણી અભણ પ્રજા ટોઇલેટમાં ટીસ્યુ પેપર નાખી અને ટોયલેટ ભરી જ મુકે, અડધા ટોયલેટ ફ્લાઈટ ટેક ઓફ થાય પછી ના ત્રણ કલાકમાં જ બિનઉપયોગી થઇ જાય..લાંબી ફ્લાઈટ સૌથી વધારે દુઃખદાયક હોય છે..
મારા જેવા પોહળા બાંધાના લોકોને ફ્લાઈટમાં સખત પ્રોબ્લેમ થતા હોય છે, એરક્રાફ્ટની સીટમાં બેઠા પછી મારા ખભા લગભગ ત્રણ ત્રણ ઇંચ બંને સાઈડ બહાર આવતા હોય છે,અને બોડીને વી શેઈપમાં લાવવાના ચક્કરમાં અમે “બેક” ના મસલ્સ ફુલાવી દીધા છે..હવે અમે એરક્રાફ્ટમાં જ્યારે કોઈક વખત કમભાગ્યે વિન્ડો અને આઈલ, એ બે સીટની વચ્ચેની સીટમાં ભરાઈએ ત્યારે બહુ જ “કમઠાણ” થાય છે, એકદમ “અદબ” વાળીને બેસું તો પણ સાઈડમાંથી કોણી નહિ તો પેલા ૧૭ ઇંચના આર્મમાંથી ટ્રાયસેપ બહાર આવીને બાજુવાળાને અડે…!! લગભગ બધી જ લો કોસ્ટ ડોમેસ્ટિક એરલાઈનમાં ફર્સ્ટ કે બીઝનેસ કાઢી નાખવામાં આવ્યા છે, અને જેમાં છે એમાં પણ કલાક-બે-કલાકની ફ્લાઈટમાં બીઝનેસના રૂપિયા નાખતા આપડો જીવ નથી ચાલતો, એટલે જે થાય તે..
બને ત્યાં સુધી વેબ ચેક ઇન કરીને વિન્ડો સીટ લઇ લઈએ છીએ જેથી થોડા ત્રાંસા બેસીને આપડે આપડી કાયાને કમ્ફર્ટ આપી શકીએ અને બાજુવાળાને અડાઅડીમાંથી મુક્તિ..!!
પણ આ ઝાયારાબેને જે ખેલ પાડ્યો છે એ જોતા તો હવે ચેતીને રેહવું પડશે, કોઈક આવી “ભરાડી” બાઈ બાજુમાં આવે અને પછી સોશિઅલ મીડિયા ઉપર ખેલ કરે અને પોલીસ કમ્પ્લેન કરે તો ..?
મિત્ર દેવાંગ છાયાની આજની પોસ્ટ આ જ ટોપિક રીલેટેડ છે..એમના લખવા પ્રમાણે પોલીસ પેલા મિસ્ટર સચદેવનું સાંભળવા તૈયાર નથી અને એમની તરફેણમાં એરલાઈન, ક્રુ,પેસેન્જર કોઈ જ આવવા તૈયાર નથી, હવે મિસ્ટર સચદેવ ખરેખર કોઈ જ કારણ વિનાના ભરાઈ ગયા છે..ભગવાન જ એમને બચાવી શકે તેમ છે..!
પુરુષના બાપડા-બિચારા હોવાનું આ ઘટના પ્રમાણપત્ર આપે છે..!!
આવા કેસીસમાં પુરુષની પેલી મર્દ જન્મજાત “કુત્તા” હોવાની ઈમેજ બહુ નડી જાય છે, અને કોઈ જ કારણ વિનાનો નિર્દોષ હેરાન થાય છે ..
લગભગના દરેક પુરુષના જીવનમાં ક્યારેક કોઈક એવી ઘટના બની જ હોય છે, જેમાં પુરુષ તદ્દન નિર્દોષ હોય અને કોઈ જ કારણ વિના પુરુષે “ડાંટ” કે વઢ ખાવી પડી હોય છે..અને આવા કિસ્સામાંથી પુરુષે પોતે જ બહાર આવવું પડે એ પોતાની નજીકની સ્ત્રીને પણ કેહતા અચકાતો હોય છે કે મેં કઈ જ નથી કર્યું છતાં પણ મને સજા પડી છે, હા ક્યારેક બહુ અંગત મિત્ર કે ભાઈ સાથે ઇન્ટીમસી વધારે હોય તો એને વાત કરીને હૈયું હળવું થઇ શકતું હોય છે..!
એક વાતનું ધ્યાન ચોક્કસ રાખવા જેવું છે કે સ્ત્રી સશક્તિકરણ કરતા કરતા એટલા આગળ ના જતા રેહવાય કે પુરુષ પોતાનું પુરુષાતન ખોઈ બેસે..
ક્યાંક એક પરદેસી અંગ્રેજી છાપામાં સર્વે વાંચ્યો હતો કે જે ઘરોમાં અને સમાજમાં સ્ત્રીઓનું ડોમીનન્સ વધારે હોય છે એ સમાજ કે ઘરના પુરુષો નો સમલૈગીંકતા તરફ ઝોક વધારે હોય છે..!
જો કે મારુ પણ એક ઓબઝર્વેશન છે કે જે ઘરમાં દસ ભાયડા ભાંગીને એક ને બનાવેલી “માયા” વસતી હોય છે ત્યાં “ભાઈઓ” બેહનોની કમી વરતાવા દેતા નથી હોતા..!
સો વાત ની એક વાત પુરુષ ને પણ તક મળવી જ જોઈએ કે એ સાચો છે એ પ્રૂવ કરવાની..!
શુભ રાત્રી
શૈશવ વોરા