ભારતના પ્રધાનમંત્રીએ રાણીમાં ને ત્યાં રાજ્ભોજ લીધું ..
અને રાણીમાં એ પોતાનો થોડોક ભાર હળવો કરીને વયોવૃદ્ધ થવા આવેલા એમના દીકરાને સોપ્યો..!!
હવેથી કોમનવેલ્થના વડા મહારાણી નહિ પણ પાટવી “કુંવર” પ્રિન્સ ચાર્લ્સ રેહશે..
૧૯૪૯માં મહારાણીના પિતાશ્રી દ્વારા ચાલુ કરાયેલા કોમનવેલ્થ સંગઠન દેશોના બંધારણીય વડા મહારાણી એલીઝાબેથ છે..અને નથી..!!
છે..અને..નથી ?
હા, તમારા બંધારણમાં જરૂર હોય તો કેહજો ગમે ત્યારે અમે તમને મદદ કરવા તમારા બંધારણીય વડાની ભૂમિકા ભજવી જઈશું, બાકી તમે તમાર્રું કુટી ખાવ..!
કોમનવેલ્થ એટલે જે દેશો ગઈ સદીમાં બ્રિટીશરાજમાં હતા અને હવે “સ્વતંત્ર” છે.. અને આજે “આજાદી” ભોગવી રહ્યા છે એવા દેશોનો સમૂહ..
તો પણ અમેરિકા કોમનવેલ્થનું સભ્ય નથી..!!
હેં ?
પૂછો ક્યોં બસંતી ..?
તો અમેરિકાનો એમ કહે છે કે અમે આઝાદી માટે લડ્યા હતા અને અમે આઝાદી મેળવી છે તો અમારે હવે રાણીમાં ની શી જરૂર ?
આ લે લે લે બહુ કરી આ તો..
એમ કેમ ચાલે તમે ગુલામ હતા એ તમને કેમ ભૂલવા દેવાય પણ..?
ભાઈ ભાઈ..અમે તમારો જ એક ભાગ હતા,પણ ગુલામ નોહતા, માટે તમારા પ્રત્યેના માન માટે અમે અમારા રાષ્ટ્રધ્વજના રંગો અમે તમારા યુનિયન જેકમાંથી લીધા, અને અમને જયારે એમ લાગ્યું કે તમે અમને ગુલામ સમજો છો એટલે અમે આઝાદી માટે લડાઈ લડી લીધી અને તમને રમતા મુક્યા..
તમે ટણી મગજમાંથી કાઢી કાઢો..!! પણ અમે તો રાખીશું..
સારું સારું..ચાલો હવે બીજાને આવું બધું નાં શીખવાડશો..
ભારત ઓ ભારત..
આવો ભા.. તમે થાવ મોટાભા હવે કોમનવેલ્થના..!!
એ આવ્યા ..આવ્યા હો મા`ડી ..!!
હરખપદુડા કઈ ભાઈશા`બ..
એમાં એવું છે ને અમારે ત્યાં એક નિયમ કે કોઈને પણ કોઇપણ જગ્યાએ કોઈપણ પદ મળતું હોય તો અમારે ત્યાં કોઈ છોડે જ નહિ..
સોસાયટીની સફાઈ કમિટીના મેમ્બર બનવતા હોય તોય એકવાર બની જવું ,પછી ધીમે ધીમે સેક્રેટરી થવાશે.. ત્યાંથી એમએલએ અને પછી મુખ્ય..અને પછી તો પેલો નિબંધ લખ્યો જ હતો “નીસાળ”માં.. જો હું ભારતનો વડાપ્રધાન હોઉં તો ..!! એજન્ડા તૈયાર જ છે..!! છેક સ્કુલના ટાઈમથી..મહામહિમ શપથ લેવા બોલાવે એટલી જ વાર..!!
કાલે પાકિસ્તાન હતું, નો`હતું, અને પરમદિવસે ચીન..આવતા અઠવાડિયે તો ઝંડા ઊંચા રહે હમારા વિજયીવિશ્વ તિરંગા પ્યારા..!!
વિશ્વવિજય નક્કી જ છે..!! આપણી સોસાયટીની સફાઈ કમિટીના મેમ્બરની આગેવાની હેઠળ..!!
રામ ..રામ .. રામ..હે રામ..!!
તું અંતર્યામી સબ કા સ્વામી ..તેરે ચરણોમેં ચારો ધામ ..હે રામ હે રામ..!
કોમનવેલ્થમાં આપણે રેહવું કે નહિ એ પણ બહુ મોટી ચર્ચાનો વિષય છે, એક તરફ સંઘ પરિવાર ભારતને સંપૂર્ણપણે કોલોનાઈઝેશન યુગમાંથી મુક્ત કરવા મથી રહ્યો છે અને ત્યારે આપણે કોમનવેલ્થમાં સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર થયા છીએ..
કોઈકે હમણાં જાહેર કર્યું કે ભારત ફ્રાંસને પછાડીને વિશ્વની સૌથી મોટી ઈકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યું છે..
કૈક ૨.૬ ટ્રીલીઅન ની વાત છે, થોડાક વર્ષ પેહલા અમેરિકા ગયા હતા ત્યારે એકવાર તો જીભ લપસી પડી હતી ૩ બોલાઈ ગયું હતું અને ટાર્ગેટ ૭ ટ્રીલીઅનનો મુકાયો હતો..
ત્યારે મારા કાળુમામા હતા, તો બધું હેંડી ગયું..!!
મને ઘણીવાર ઘણાબધા લોકો કહે છે યાર તું બહુ બોલે છે થોડું ઓછું રાખને..!!
હવે યાર ત્રણ ત્રણ કલાક હું હું હું હું હું હું હું હું હું હું હું હું હું હું હું હું હું ……!!
ભગવાન બસ્પ્પાની `જે..થી તે ભારત માતાની `જે બોલાવતા બોલાવતા હુ`ધીમાં તો હામે બેઠેલાના તો ફે`ણ ચડી ગયા..
પેલા હા`મે બેઠેલા ભ`ઈ કે ..ભાઈ તમે બહુ બીઝી છો ,પણ યાર આપણને તો બોલવા મળે અને હા`ભળનારા મ`ળઅ તો પછાં` મે`લાય ..? તમે જ કો` મે`લાય ? તા`રે શું વળી..
`મુ ને મારી ગરીબી.. રો`ણી ને ય થાય ક મા`ત્મા પ`છે બીજો ગરીબ આયો છ`..જા`જારા બનાવતા બનાવતા..!
મારું હહારું હવ તો મનેય ઈમ થાય સ કે એકવાર તો જીવનમાં ખુલ્લામાં જવું જોઈએ હો..!!
છેલ્લા ચાર વર્ષમાં જાજરૂ જાજરૂ એટલું બધું થઇ ગયું છે બાપરે.. રોજ ઘરમાં એકવાર ચેક કરી લઉં છું કે ઘરમાં છે કે નહિ ..!!
ઓન સીરીયસ નોટ..
ઘણી બધી કમી અને ત્રુટીઓ છતી થઇ ગઈ જેને જોવી હતી તેને..
પ્રધાનમંત્રી એકવાર મોઢામાંથી નીકળી ગયું તો નીકળી ગયું, છો અને નીકળ્યું છે ..શા માટે પ્રધાનસેવક કરીને વાળવાનું ?
જે દેશ આપણને વર્ષો સુધી ગુલામ રાખી ગયો અને ઉપરથી પાછુ આપણને જ આપડે ત્યાંથી લુંટી ગયેલા ભોજપત્ર ઉપર શૂન્યનો ઉલ્લેખ છે એવું ભોજપત્ર બતાડે ,એની બાજુમાં દેશનાં માથે સૌથી મોટું કલંક છે જે એવી રીક્ષાનું મોડેલ મુક્યું હોય ..ત્યાં જઈને પોતાની ગરીબીનું માર્કેટિંગ કરવાનું ?
સાહેબ ખુમારીના માર્કેટિંગની અપેક્ષા હતી..!!
સર્જીકલ સ્ટ્રાઈકથી આગળ નોહતું વધવાનું..
આમ તો ભારતના આજદિન સુધીના વડાપ્રધાનોને સલાહ નોહતી આપતી પણ તમે તો અમારા છો..!
લંડનની ધરતી ઉપર જે ભાગેલા છે અને વસેલા છે એમને સેહજ ચમકારો આપ્યો હોત તો ઠીક રે`ત..
વન ટુ વન મીટીંગમાં થેરેસા મે અધડૂકીયા બેઠેલા જોઈ ને આનંદ થયો બાકી..
બહુ ગરજ પડી છે હવે બ્રેક્ઝીટ પછી અંગ્રેજને હવે..
ધંધો જોઈએ છે ભારત પાસેથી, યુરોપિયન યુનિયનમાં ઘુસ્યા ત્યારે ૧૮ બિલિયનનો હતો અને આજે વર્ષે ૧૧ બિલિયનનો થઇ ગયો છે ફરી પાછો ૧૮ બિલિયને પોહચવું છે..!
ઈમાન્યુલ મેક્રોન પેહલા જ બાજી મારી ગયા છે અને થેરેસા મે ની દાળ નહિ ગળે એમ લાગતા રાજ્ઘરાનું મેદાને ઉતર્યું છે..
કાબિલે તારીફ..
કોઈકને એમ પણ લાગ્યું કે છેક ત્યાં જઈને એક જ પરિવાર વાળી વાત કેમ ?
જરૂરી હતું ,
અંગ્રેજોએ જ એ પરિવાર ઉપર પેહલેથી જ ચાર હાથ રાખ્યા છે અને એના “મીઠા મીઠા” ફળ આપણને રોજ મળી રહ્યા છે..!!
બાકી તો એટીએમ અહિયાં ખાલી જ છે..
લંડનથી પેલા કોઈ કઈ આપે તો ..
ઉઘરાણી તો કરજો ..
અમે તો મનાલી ફરવા જઈએ તો પણ બદ્દીમાં ઘાલખાધની ઉઘરાણી કરતા આવીએ છીએ..
ઘંટી, ઘાણીને ઉઘરાણી ફરતી તો રાખવી જ પડે ને..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા