બે દિવસથી મારા દિવસ-રાતના ચક્રમાં ફેરફાર થઇ ગયા છે..ગઈકાલે રાત લગભગ પરોઢે પડી અને આજે સવાર વેહલી પડી ગઈ છે..
લગભગ આખો “દિવસ” જેને લોકો રાત ગણે છે,એ કીટલી થી લઈને (વાવા) + માં ખેંચી કાઢી..એકપછી એક પ્રજા આવતી ગઈ અને આપડે યો..બ્રો, યો..બ્રો કરતા રહ્યા..
લગભગ દસ વાગ્યે ફોન આવ્યો એ કીટલી પોહચ..મસ્ત મસ્ત “વાત્ત” વાતો હતો ,અને આવરણની (જેકેટ) જરૂર નોહતી, ઠંડક “સુપર” હતી એટલે ઘરની બધી ચતુષ્ચક્રીઓ ને જ્યાં પડી હતી ત્યાં જ પડી મૂકી,અને દ્વિચક્રી પકડ્યું..
એક “નંગ”ની પચાસમી બર્થડે ચાલુ થવાની હતી, એટલે એ નંગની પ્રજા એના ઘેર “સરપ્રાઈઝ” માટે એનું ઘર સજાવતી હતી, અને એ ભાઈને બાકીના મિત્રોએ ઘરની બહાર રાખવાના હતા..
કીટલી અને ધુમાડા..પચાસે પોહચવાવાળાએ બે ફૂંકી ..ઋતુરાજની કીટલીએ ઉભા ઉભા બધા પચાસની નજીક આવેલા ડો`હલાઓ એ નીરવો, નીરવો અને વિજયો કર્યું , થોડી બકા-xxx થઇ , પછી બધું થોડું થાક્યું હતું .. અગિયાર સાડા અગિયાર થયા, ત્યાં પચાસમીવાળા “ડો`હા”ના આંટા ઉતરી ગયા.. પેલો “પચાસીયો” બોલે એ હવે નહિ જગા`ય, યાર હું ઘેર જાઉં છું..જોડે બેઠેલું બધું ડોહું-ડગરું ટેન્શનમાં આવે, અલ્યા બેસ ને હવે લે એક અડધી પી ને જા, અને પાછો કોઈ ફૂંકણી સળગાવે..
માંડ માંડ પચાસવાળા ડો`હાના બાર વગાડ્યા..મને થયું કે હું છૂટ્યો,પણ ત્યાં બે બાઈક એકદમ કીટલીએ આવ્યા,એની પાછળ બીજા બે બાઈક પત્યું ..
એ ..ડો`હા..ઉભો રે બે ક્યાં જાય..સત્યનાશ .. હું જેને ડો`હા કેહતો એ ગેંગ ગઈ, અને મને ડો`હા કેહનારી પ્રજા આવી ગઈ, ચાર બાઈક અને છ ચોવીસની આજુબાજુના લઠ્ઠા, એમના ઝુંડના સ્વામીના લગ્ન હજી મહિના પેહલા જ થયા હતા.. ફરી પાછી એ જ બકાxxx ..ધુમાડાને અડધી.. મેં એ બધાથી વેહલા છૂટવા પેલા નવા નવા પરણેલા ઝુંડ સ્વામીને પૂછ્યું અલ્યા તારું બૈરું ક્યાં છે ? કેમ અત્યારે ?આ ટાઈમે અહિયાં..?
એક બોલ્યું એ પિયર ગયું, એટલે આ “જુના બૈરા” ને રમાડવા આ`યો.. નવા પરણેલા ઝુંડ સ્વામીને ને એક દોસ્તાર જોડે જરાક વધારે દોસ્તાના, અને જનતા એ બે ભાઈઓ વચ્ચેના સબંધોને શંકાની દ્રષ્ટીએ જોવે..પણ હવે તો લગ્ન થઇ ગયા એટલે બધું ઓછું થયું..
સમસ્યા યૌવનની આવી..
ડો`હા આ નવા પરણેલાનું “જુનું બૈરું” બહુ સુમસાન રહે છે બે ત્રણ મહિનાથી..
આપણે ચશ્માંમાંથી “જુનું બૈરું” ઉપર નજર માંડી ..પેલો દાઢી એની ખંજવાળતા બોલ્યો ડો`હા મારે તમારી જેવી આખી દાઢી ક્યારે આવે ?
તરત એકે ગંદી કોમેન્ટ મારી ..
પણ “જુનું બૈરું” મારી નજીક આવી અને દાઢીમાં હાથ ફેરવા લાગ્યો બે યાર આમાં “કંડીશન” કર્યું છે ? જબરી સોફ્ટ છે..
મેં મારા હાવભાવ થોડા સ્થિર કર્યા અને જરાક કરડાકીથી એની આંખમાં આંખ નાખી શું છે લ્યા ? આ શું કે `છ ?
“જુનું બૈરું” બોલ્યું બે કઈ નથી એવું યાર કઈ તકલીફ નથી..
“જુના બૈરા” ના જુના ધણી ઝુંડ સ્વામીએ એને સિગારેટ લેવા ગલ્લે ધકેલ્યો..અને પછી બોલ્યો..ભાઈ મારા લગ્નના ત્રણ મહિના પેહ્લાથી આ સન્નાટામાં રહે છે, કોણ જાણે સાલાને શું થયું છે, અત્યારે તમે છો તો થોડો હસ્યો બોલ્યો, બાકી તો સુમ્ડીમાં જ જીવે છે અને મને ત્રણ ચાર દીવસે એકવાર માંડ મળે..
મેં કીધું લફરું કર્યું હશે..ના ભાઈ એવી વાત નથી, ટીંડરમાં રાઈટ સ્વાઇપ બહુ આવે છે..
“જુનું બૈરું” સિગારેટનું ખોખું લઈને આવ્યું અને બધાએ એક એક ઉપાડી ધુમાડા ઉડ્યા..મેં જુના બૈરા ને ખોપ્ચામાં લીધો શું વાત છે ? કેમ ? પ્રેમમાં પડ્યો હતો ?
અચાનક એ ટોપો બોલ્યો..હા ભાઈ ટીંડર વાળું હતું એટલે એકદમ નક્કી હતું કે પ્રેમ નહિ, પણ ભાઈ જોરદાર છે સાલી નથી છૂટતી..કોઈને કેહતા નહિ ભાઈ..
મેં કીધું તો તારા ઝુંડને કહી દે બધા આપ`ડા જ છે ને..
ના કેહવાય તો તો તોડાયે છૂટકો કરે ..
તો..? ઘર માંડવાનું છે ?
ના ભાઈ ટીંડરથી ઘરમાં ના ઘલાય, એને ઘરમાં ઘાલું તો આ જ બધા xxx રોજ મારે ઘેર આવે..એના ઝુંડ ઉપર તીરછી નજર કરતા બોલ્યો..
મેં એક નિ:સાસો નાખ્યો..અલ્યા જે હોય પૂરું કર લાંબુ ના ખેંચ..એટલામાં “જુના બૈરા” નો જુનો વર અને ઝુંડનો સ્વામી આવ્યો મને હક્કથી પૂછે શું ઓક્યો આ .?
મેં કીધું કઈ નહિ ..મને ધમકી આવી ..જુઠ્ઠું તો બોલે જ નહિ ડો`હા, તારી આગળ કોઈ ટકે જ નહી.. હું હસી પડ્યો..
પેલો જુનું બૈરું સામેથી બોલ્યો બે ટીંડરવાળી છે અને નથી..નથી છૂટતી..
ઝુંડ સ્વામીએ સટાક કરતી પેલાને બોચીમાં આપી અને ગાળોનો વરસાદ થયો..ઝુંડમાંથી બુમો પડી આઈડી લઈલો, આઈડી લઈલો..ટીંડરવાળી નો પ્રેમી ઉર્ફે “જુનું બૈરું” નો આઈફોન એના હાથમાંથી ખેંચાઈ ગયો અને મને ખાતરી થઇ ગઈ કે ટીંડરવાળીને હવે બીજા ચાર નવા મળી જશે..
પ્રેમ કરવા..
હા હા હા ..!!
દોઢ વાગ્યો એટલે ઝુંડના સ્વામીને જનમ આલના`રો ડો`હો એના ફોનમાં વંકાયો, એ બાપો બગડ્યો છે ઘેર હેંડો..એટલે એ બધી પ્રજા કીટલી છોડી ને ઉભી થઇ અને એમના બાઈક આઈઆઈએમ ફ્લાયઓવર ચડ્યા અને હું ૧૩૨ ફૂટે..
કરમની કઠણાઈ..કિસી કી મુસ્કુરહટો પે હો નિસ્સાર ..કિસી ક દર્દ લે સકે તો લે .. મોટે મોટેથી ગાંગરતો ..ખેંચતો .આખા રોડ પર એકલો ..હું ચાલીસની સ્પીડે મોજે દરિયા લેતો લેતો હજી કેશવબાગે પોહચ્યો ના પોહચ્યો ત્યાં પાછળ લગોલગ આવી ને એક ગાડી ડીપર મારે..
મધદરિયેથી આપણે આપણું દ્વિચક્રી સાઈડ કર્યું, ધીમું કર્યું તો પણ એકદમ લગોલગ મર્ક પાછળ ચાલે અને ડીપરો વાગે..
પત્યું..
હુકમ છૂટ્યો ..પાર્ક કરો ..!!
બે યાર નહિ બેબી..પોણા બે થયા ..
કરડાકી અને હક્કથી ..અંદર બેસો ..કલાક..બસ ..છોડી દઈશું ..
અંદર બેઠેલા ચારેચાર મને ઉઠાવી અને દબોચી દેવા સક્ષમ ..સાલાઓ બધ્ધા સાંઢ..ઈંસ્ટા ઉપર એકના પાંચ હજાર ફોલોઅર થયા એનું સેલિબ્રેશન ચાલતું હતું..!!!
આગલી સીટ “માબદોલત” માટે ખાલી થઇ અને જીએલએ એસયુવીમાં ભરાયા અમે, પેહલા સીટ બેલ્ટ બાંધ્યો , બધ્ધા સાંઢ ખખડયા..એ નહિ ઉકલે તું..!!
આપણે જવાબ આપ્યો ..સાલાઓ તમારે ઠીક છે ટીંડર અને ઈંસ્ટાવાળીઓ છે મારે ઘેર છે..!!
તરત જ મોઢું ફર્યું અને ગાળ આવી ટીંડર છી..સૈસુ ..તું આવી બધી રોડ સાઈડ કીટલીએ ઉભા રેહવાનું છોડ..એ બધાને “ટીંડર” જોઈએ અમારે તો જો આ પાંચ હજજાર ..છે રોજના દસ ઇનબોક્સ મીનીમમ..!!
એના હાથમાંથી મોબાઈલ ઝૂંટવ્યો અને આપણે એનું એકાઉન્ટ સર્ફ કર્યું..
ખરેખર પણ સખ્ખત ઈર્ષ્યા થઇ ગઈ..!!
અરે યાર પુરુષ છું કઈ મહાપુરુષ થોડા છીએ..
વાંદરીઓ કઈ ઓફરો આપે છે ઇનબોક્સમાં બાપરે બાપ..!!
અને પાછી અખિલ બ્રહ્માંડમાંથી ઓફર્સ આવે..!
મારી ફાટી આંખ જોઈ ને હીરોહિરાલાલ બોલ્યો તું ક્યાં જવાનો છે આ વિકમાં ..?
મેં કીધું ક્યાંય નહિ હો ..
અરે બોલને હર શેહર હર નુક્કડ પે અપની ..મોજ કરાવી દઈશ…
મેં મોબાઈલ પાછો આપ્યો ..બસ હો, લે આ રાખ ..મેં દર્શન કરી લીધા તારા xxx ના ..
ગાડી પાંચ સિતારાની ફોયરમાં ઉભી અને પેલું ગાડી ચલાવતું નંગ બોલ્યું દર્શન કરવા હોય તો “અસલી” કરો ને..ઉપર રૂમમાં જ છે “કૃ” કલાક પેહલા જ આ`યુ છે..
મારી છટકી એ ભઈ મને નાખને પાછો..
ચોથું બોલ્યું બે ના યાર ..નહિ નહિ ચલો સબ સંત બન જાઓ સ્વામીજી આયે હૈ..!!
ગાડીમાંથી ઉતરીને એકે “ચીકન” એ મને મચડવાનું ચાલુ કર્યું આ પેટ ઉતારો ને..અને આ દાઢા “બેન ડીલઝારીય્ન”..?
ચીકન એકદમ સ્માર્ટ અને સારું બોડી , થોડી તાકાત પણ ખરી એટલે દર બે બે મીનીટે “ચીકન” મારા પેટ ઉપર ચૂંટીયા ભરે.. અને બોલી જાય આ ઉતારોને..બે ત્રણ વાર સહન કર્યું
પછી મને થયું કે હવે આ “ચીકન” ને ચમત્કાર દેખાડવો પડશે, તો જ મને મચડવાનું મુકશે એટલે મેં સટાક કરતો એનો પ્રોમીનન્ટ થયેલો એનો ગાય્નેકો માસ્ટિયા મસલ ઝાલી ને મેં મચડ્યો ..મારો અણધાર્યો હુમલો હતો એટલે પેલા “ચીકન” ની રાડ ફાટી ગઈ ..
એ નહી પ્લીઝ છોડો..
આખો મસલ મારી બરાબર પક્કડમાં આવી ગયો હતો એટલે બચાવની મુદ્રામાં પાર્ટી આવી ગઈ..
મેં કીધું ..ક્યાં મોકલવો છે મને ..? અને કોનું “કૃ” આયુ છે ઉપર ? તારી તો..xxx
એ નહિ નહિ ગાય..ગાય..તમારી ગાય.. બે..છોડો.યા …રર ..બહુ દુઃખે છે..
આપડે એને છુટ્ટો મુક્યો એટલે દુર જતા બોલ્યો..બહુ જાન બચી હૈ અભી બુઢ્ઢી હડ્ડીયો મેં અભી.. વાંદરાની જાત સાલી એટલું બોલીને તો અટકે નહિ ..આટલી બધી તાકાત પડી છે તો અમારી ઉપર શું કામ ઉપર જતા `રો ને..આટલું બોલીને વાંદરો સીધો “લૂ” માં ભાગ્યો ..!!
મને હવે ચટપટી ઉપડી હતી કે આ કોનું “કૃ” અને ઉપર પાંચ સિતારામાં કોણ સુતી છે ??
સ્મોકિંગ ઝોનના ટેબલો ઉપર ગોઠવાયા ત્યાં પાછા બે બીજા આંખની ઓળખાણવાળા મળ્યા વોટસ અપ ને ઓલ ગુડ થયુ ..
મારી ડબલ શોટ અમેરિકાનો આવી અને ધુમાડા ચાલુ થયા.. અલ્યા કોનું “કૃ” છે અને કોનું પટાયેલું ઉપર સુતું છે..
બે યાર તમારે જવું નહિ ,અને પંચાત બહુ.. પેલું લૂ માંથી પાછુ આવેલું “ચીકન” એની છાતીએ પંપાળતું પ્રાણી બોલ્યું..એનો મસલ મેં કૈક વધારે જોરથી ખેંચી કાઢ્યો હતો એટલે હવે જ્યાં સુધી એને દુખાવો થવાનો ત્યાં સુધી એ બબડવાનો અને મને ક્રોસ કર્યા કરવાનો એ નક્કી થઇ ગયું હતું..
મેં એને ઇગ્નોર કર્યો અને પાંચ પ્લસને પૂછ્યું તારું છે લ્યા..?
પેલો બોલ્યો હવે એવું કઈ નથી આ xxx “ચીકન” મંડી પડ્યો છે એક આને “કૃ” વાળી મળી છે અને પેલીએ લોકેશન ઓન રાખ્યું અને આજે ત્રણ મહીને ફરીવાર અહિયાં નું જ લોકેશન બતાડે છે, દસ ઈનબોક્સ નાખ્યા પણ પેલી જવાબ નથી આપતી આ ત્રીજો આંટો છે એક રાતનો આ ટોપાનો..!!
મોબાઈલમાં ટાઈમ ૩.૩૦ બતાડતો હતો ..
એક એરલાઈનની એર હોસ્ટેસ પેલા “ચીકન” ને “હેપન” માં આમને સામને થઇ હતી પછી નંબરોની આપ લે થઇ હતી અને આજે હેપનમાં પેલી “કૃ” નું લોકેશન એ પાંચ સિતારા બતાડતું હતું એટલે આશાભર્યો “ચીકન” આંટા ખાતો હતો.. પણ પેલી ઈનબોક્સના જવાબ આપતી નોહતી…
ઘડિયાળના કાંટા જોઈએ ને આપણી થોડી ફાટવાની ચાલુ થઇ હતી , જો શ્રીમતીજી જાગી ગયા તો વાટ લાગવાની છે એટલે પેલા પાંચ પ્લસ ને મેં કીધું યાર મને નાખને ઘેર..
પેલાને દયા આવી મારી મને કહે ચાલો ચાલો..
હું એની “જેગ” માં ગોઠવાયો ..મને કહે ઘેર નાખું છું તમને હવે, તમારું ટમટમીયુ સવારે ડ્રાઈવર જોડે મંગાવી લેજો નકામો કોઈ ગેલસપ્પો અત્યારે ઉડાડી મુકશે ..
છેક પોણા ચારે ઘર ભેગો થયો અને સદભાગ્યે શ્રીમતીજી જાગ્યા નોહતા..
પણ યાર શ્રીમતીજી એટલે શ્રીમતીજી..
સવારે .. બોર્નવીટાનો મગ મુક્યો અને ..રાતે કેટલા વાગ્યા હતા ? કોની જોડે હતો ? આખો રૂમ સિગારેટોની વાસથી ભરી મુક્યો છે કોની જોડે બેઠો હતો ?તારા કપડામાંથી આટલી ગંધ મારે છે તો કેટલી પીધી છે આજુબાજુવાળાઓ ?
મેં કીધું બ્લોગ વાંચી લેજે..
આજે રાત્રે જે થાય તે ખરું…મહિનાની તો જેલ તો ચોક્કસ પડવાની છે.. ક્યાંય છુટ્ટો નહિ મુકે, અને કેસ હાઈકોર્ટ (મમ્મી)અને સુપ્રીમ (પપ્પા) માં ગયો તો ..
ગમે તે કહો પણ આ ટીંડર ,હેપ્પ્ન અને ઈન્સ્ટાગ્રામવાળી પેઢી છે અઘરી.. બહુ જેન્ડર ડીફરન્સ નથી..”નીતિ” અને “નિયતિ”ના પાઠ પઢવી શાકય તેમ નથી..!!!
વન લાઈફ કન્સેપ્ટ છે એમનો..
આપનો દિવસ શુભ રહે
શૈશવ