REITS ….
સવાર ની છાપા ની એક હેડલાઇન દરેક છાપા વાળા ચુક્યા ….
જેટલી સાહેબે રિટસ ની મંજુરી આપી……રિટસ ….REITS
એક નવુ ગતકડુ આજે બજાર મા રમતુ મુકાશે .. શુ છે આ રિટસ…?? આર ઇ આઇ ટી એસ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ .. એનુ ફુલફોર્મ …
હવે સવાલ કે આ છે શુ .??
રિટસ એટલે રિયલ એસ્ટેટ નુ મ્યુચલ ફંડ .. તમારે આખુ ઘર ખરીદવા નુ નહી… પણ રિટસ થ્રુ તમારે મ્યુચલ ફંડ ની જેમ યુનીટ લેવા નુ રેહશે ….
થોડુ વધારે કલીયર કરુ .. ના રીવર ફ્રટ પર એક પચાસ માળ નુ બિલ્ડીંગ બન્યું … આખો પ્રોજેક્ટ થાય દસ હજાર કરોડ નો … મને કે તમને મન થાય કે એકાદ ઓફીસ ખરીદી ને રાખીયે મોકા ની જગ્યા થાય… ભવિષ્ય મા વળતર સારુ … બિલ્ડર નુ નામ છે એ-સફળ …..હુ ગયો ભાવ પુછવા એક સ્કેવર ફૂટ ના કીધા ચાલીસ હજાર … અને હજાર ફૂટ થી ઓછી જગ્યા નહી…. એટલે થાય ટોટલ કેટલા …ચાર ખોખા … આપડે તો વિલા મોઢે બાહર…. ખીસા મા તો દસ પેટી માડ હતી .. થોડુ આઘુપાછુ કરીએ … લોન લઇએ … કોઇ ભાઇબધ જોડે રાખીએ … તો પણ પચાસ પેટી થી આગળ ના જવાય …. મેરા સુદર સપના તુટ ગયા….
એ-સફળ વાળો બિલ્ડર કેટલુ કમાતો હશે … ગધેડીનો …. એવુ બબડતો … બબડતો. બહાર …
પણ હવે મારી પાસે એ જ બિલ્ડીંગ મા ઇનવેસ્ટ કરવા નો ચાન્સ છે… પૂછો કેવી રીતે ..??
REITS થકી … એક …REITS નામે બી- નિશફળ … જે એ-સફળ પાસે થી પાચસો કરોડ મા બાર હજાર પાચસો સ્કેવર ફૂટ ખરીદશે .. એના બે લાખ ના યુનીટ બાહર પાડશે… મારે પાચ યુનીટ લેવાના બિ-નિશફળ પાસે થી…અને સેબી મા એ યુનીટ ની લે વેચ થશે… બિ-નિશફલે લીધેલી જગ્યા તે ભાડે આપશે ..અને તે કમાણી મા થી મને ડીવીડન્ડ આપશે … રીવરફ્રટ ની જગ્યા એશી હજાર રુપિયે ફૂટ થાય ત્યારે મને દસ લાખ ના વીસ મળે .. અને એ પાચ યુનીટ નુ ટ્રેડીંગ પણ થાય…
હવે મારા સવાલો …
અત્યારે રિયલ એસ્ટેટ મા ડીમાંડ કરતા સપ્લાઈ વધારે છે આવા ફડો સટ્ટો બજાર ને વધુ પ્રોત્સાહન આપશે … મિલકતો વધુ મોઘી થશે … સામાન્ય માણસ ને ઘર ખરીદી અને રેહવુ ઓર મુશકેલ બનશે … એક સવે પ્રમાણે અમદાવાદ મા લગભગ પચાસ હજાર ફલેટ ખાલી પડયા છે … જે ઇન્વેસ્ટરો એ રોકયા છે..
સરકાર ને આશા છે કે નવા આ REITS થી સિતેર હજાર કરોડ રુપિયા રિયલ એસ્ટેટ મા આવશે … તાત્કાલિક અસર થી પદર હજાર કરોડ આવશે ..વધુ પૈસો વધુ ફુગાવો…વધુ મોઘવારી ..દુનિયા ના ઘણા દેશો મા આ આઇડીયા સફળ રહયો છે … જોઇએ આપણે ત્યાં એ-સફળ કે બિ-નિશફળ શુ થાય છે…અત્યારે તો રોકાણ કરવા ની એક ઓર જગ્યા ખુલી…
કદાચ ૮૦ સી મા પણ આ સ્કીમ ને નાખે …તો નવાઇ નહી…ટૂક મા તેજી નકકી…
– શૈશવ વોરા