સિતારા દેવી …
ચોરાણું વર્ષે આ દુનિયા ને અલવિદા કહી ગયા …કથ્થક ના મહારાણી …
મને યાદ આવે એ સપ્તક ની રાત લગભગ પંદર વીસ વર્ષ પેહલા ની રાત ની વાત …..
સ્વર્ગસ્થ પંડિત કિશન મહારાજજી તબલા પર અને સિતારા દેવી નું કથ્થક નૃત્ય.. બંને બનારસ ના ….રાત્રી ના દોઢ પોણા બે નો સમય સિતારા દેવી નું નૃત્ય એકદમ પીક પર હતું … બંને કલાકારો પોતાની મસ્તી માં સમ પર આવતા અને સાથે સપ્તક નું તાલ અને નૃત્ય નું જાણકાર ઓડીયન્સ પણ તેમની સાથે સમ પર આવતું …..
એવામાં બેચાર શ્રોતા કે ઓડીયન્સ ઉભા થયા ,ઘરે જવા માટે ….રાત ઘણી થઇ હતી …. સિતારા દેવી નૃત્ય કરતા અટકી ગયા … સભા માં સન્નાટો વ્યાપ્યો ….
માઈક હાથ માં લીધું સિતારા દેવીએ અને કહ્યું જેને ઉભા થઇ ને જવું હોય તે જતા રહે …. હું અને પંડિત કિશન મહારાજ આ ઉમરે નાચતા ,વગાડતા નથી થાકતા તમે ખાલી બેસી ને જોવા માં થાકી જાવ છો …? હવે જો કોઈ ઉભું થયું ચાલુ નૃત્યમાં તો હું નાચ બંધ કરી દઈશ … કાશીરામ હોલ આખો ખચાખચ ભરેલો હતો અને રાતના અઢી વાગે આખો કાર્યક્રમ સમાપ્ત થયો….
એક સાચા કલાકાર ને મેં જોયા તેમનામાં અને અમદાવાદ ના સપ્તક ના ઓડીયન્સ માં સાચા કદરદાનો ને… ઓડીયન્સ માંથી ખરેખર સિતારા દેવી ની ચીમકી પછી એક પણ માણસ પોતાની જગ્યા પર થી હલ્યું નહિ…. નૃત્ય પૂરું ના થયું ત્યાં સુધી …
સિતારા દેવી ની તાલીમ પંડિત બીરજુ મહારાજજી ના પિતા સ્વર્ગસ્થ અચ્છન મહારાજજી અને શંભુ મહારાજજી પાસે થઇ અનેકો પ્રોગ્રામ અને એવોર્ડો થી નવાજાયેલા સિતારા દેવી ,ખાલી જીવન ના આઠમાં વર્ષે પેહલા લગ્ન થઇ ગયા પણ તૂટી ગયા ….કેટલો ભયાનક અને ખતરનાક સમાજ હશે એ સમય નો કે જે આઠ વર્ષ ની બાળકી ને પરણવતો હતો ….અને એ જમાના માં કથ્થક નૃત્ય …. મંદિર થી કોઠા સુધી પોહચેલું અને કોઠા માં થી શાલીન અને ભદ્ર સમાજ માં કથ્થક ને ફરી સ્થાપિત કરવા નું એક ભગીરથ કામ …. ઘણા બધા લોકો ના એમાં યોગદાન …
વિકિપીડિયા કહે છે તેમને અગિયાર વર્ષ ની ઉંમરે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર ની સામે પરફોર્મ કર્યું હતું અને ગુરુદેવ એ તેમને શાલ અને પચાસ હજાર રૂપિયા ઓફર કર્યા હતા પણ તેની બદલે તેમને ફક્ત ગુરુદેવ ના આશીર્વાદ સ્વીકાર્યા …
મહાન વિભૂતિ ના આત્મા ને ઈશ્વર શાંતિ અર્પે
– શૈશવ વોરા