છેવટે સીસીડી ના માલિક નું મૃત શરીર હાથ લાગી ગયું..
શ્રદ્ધાંજલિ..!!
હું આ સમાચારને જુદી રીતે લઈશ ..
ત્રીસ હજાર લોકોને રોજી આપનારા અને બીજા અનેક સપ્લાયર ના ઘર ચલાવનારાની આત્મહત્યા…
“કોફીના ટેબલ ઉપર બેસીને પણ ઘણું બધું નવું કરી શકાય છે” એ વાત ને વ્યાપક રીતે સમજાવી અને બીજા અનેકો ને રોજી અપાવનારા ની આત્મહત્યા ..
હજ્જારો સીસીડી આઉટ લેટ ની તર્જ ઉપર લાખ્ખો ફોફી અને ચા નાં આઉટ લેટ ખોલવનારા (વૈચારિક રીતે)ની આત્મહત્યા..
ચોક્કસ ,
મનુષ્યનું મૃત્યુ થાય છે, વિચારનું ક્યારેય મૃત્યુ થતું નથી..!
કેટલાક જંગલી સુવ્વરો એમ લખે છે , બહુ ઊંચું ઉડવા ગયો હતો એટલે પડ્યો..ઉપર જવા માટે તો પેઢીઓ ની પેઢીઓ લાગે છે ,
ઘોડીના બીલ ગેટ્સ માટે આવું બોલ તો ..? બીલ ગેટ્સ માટે બોલતી-લખતી વખતે તો xxx કરવાનું જ બાકી રાખે એવું લખે..!
બહુ ગંદુ થઇ ગયું છે આજ નું મીડિયા..
જેણે જિંદગીમાં એક રૂપિયાની એક્સાઈઝ કે સેલ્સ ટેક્ષ ભર્યો નથી કે જેની પાસે જીએસટી નંબર સુધ્ધા નથી એ લોકો જજમેન્ટ આપવા બેઠા છે અને ધંધા માટે લખે કે આગળ આવવા માટે પેઢીઓ જાય..!!
દરેક વ્યક્તિ અને પરિસ્થિતિ માટે જજમેન્ટ પાસ કરતુ થઇ ગયું છે આજ નું મીડિયા..!
પેઢીઓથી આગળ આવેલાના અરણ્ય રુદન સાંભળ્યા ડોકરા..?
હિન્દુસ્તાનને માથે રીક્ષા જેવી ભયંકર બોગસ પ્રોડકટ મારી અને અરણ્ય રુદન કરવા બેઠા હતા બજાજ સાહેબ..!!
આજે દેશની વકરેલી ટ્રાફિક સમસ્યાના મૂળમાં હું “ગવંડર” ને જોઈ રહ્યો છું ..
સ્ટીયરીંગ વ્હીલ અને “ગવંડર” નો ફર્ક ખબર પડે છે કે નહિ “બુઢાઉ”..?
અત્યારના ભારતભર ના દરેક ચાર રસ્તે જામ થઇ રહેલા ભયાનક ટ્રાફિક માટે બેફામ રીતે ગમે તે રીતે તેમાંથી નીકળવા માટે `કટિયા` મારતા “ગવંડર” જવાબદાર છે..અને એ “ગવંડર” પેઢીઓથી માથે મારતા આવ્યા છે દેશ ને બજાજ સાહેબ..!
*તમારું “ઈશ્ક” એ અમારું “કલંક” છે..!!*
ત્રણ પૈડાની રીક્ષા એ હિન્દુસ્તાનના માથા ઉપર નું સૌથી મોટું કલંક છે..!!
લેન ડ્રાઈવિંગની `માં પરણી` નાખી છે આ રીક્ષા અને ટુ વ્હીલરના “ગવંડર” ઓ એ ..!
દુનિયાભરનાં ઓટોમોબાઈલ ખેરખાંઓ એ જોડીમાં પૈડા નો સિધ્ધાંત સ્વીકારેલો છે, ક્યાં તો બે હોય, ક્યાં તો ચાર ,અને પછી બે-બે ના ગુણાકમાં આગળ વધતા જાય પૈડા ..
આ એક જ રીક્ષા નામનું કોઈપણ જાતના સેફટી ફીચર્સ વિનાનું ગતકડું ઉભું કર્યું અને દેશને દોડાવ્યો ,કે દોડતો અટકાવ્યો એ તો ઝુંપડીમાં બેઠેલો રામ જાણે..!
દેશના ખૂણે ખૂણે દર મહીને કેટલાય લોકો આ ત્રણ પૈડાના સાધનમાંથી ઉંધા પડીને ગુજરી જાય છે, પણ હરામ છે કોઈ એમની સેફટીની વાત સુધ્ધા ઉચ્ચારે..
ભારત સિવાય બહુ ઓછા દેશોમાં આ પેઢી દર પેઢી ધંધા ટ્રાન્સફર થાય છે..
દુનિયાભરમાં `વારસાઈ વેરો` નાખવામાં આવેલો છે, આ વર્ષે ચાન્સ હતો પણ મોદી સરકાર ચુકી ગઈ વારસાઈ વેરો નાખતા..!
અમેરિકા બધા ને બહુ ગમે ,પણ ત્યાના કાયદા પ્રમાણે ત્રીજી પેઢીએ ત્રિકમલાલ ના જાગે તો સરકાર બધું વારસાઈ વેરાના નામે પૂરું કરી મુકે છે, અને કંપનીઓ બિલકુલ આપણી લાર્સન ટુબ્રો કે તાતા પ્રોફેશનલ મેનેજમેન્ટ ઉપર ચાલે છે એમ ચાલે ,અને છેવટે શેર હોલ્ડર્સ જ સર્વોપરી રહે..!
અહી તો સુરજ ચાંદ તપે ત્યાં સુધી ,ધરતી ,આકાશે, પાતાળે વંશ વારસો .. એવું એવું કેટલું કેટલું લખી આપવામાં આવે છે..!
જુના ઝાડ પડે જ નહિ તો નવાને ઉગવાની અને ફેલાવાની જગ્યા ક્યાં રહી ..?
અને બહુ મોટા વડલા જ જો ચારેબાજુ ફેલાઈ જાય તો પછી તડકા માટે પણ જીવ તરસી જાય ભાઈ..!!
વડલા જરૂરી છે તો બાવળિયા પણ જરૂરી જ છે…
સીસીડીના માલિકની આત્મહત્યા સીસ્ટમ ઉપર અને સીસ્ટમ ને પોષવાવાળા ઉપર જબરજસ્ત મોટા સવાલો ઉભા કરતી ગઈ છે,
પણ જેને સમજવું છે એને માટે..!!
બાકી તો અંધ અંધ અંધારે મળ્યા ,જેમ તલમાં કોદરા ભળ્યા ..!
જો સ્યુસાઈડ નોટ ને સાચી માની લઈએ તો દેશમાં ધંધા કરનારા ના મોઢા ઉપર અને સીસ્ટમના મોઢા ઉપર બહુ મોટી થપ્પડ છે ..
અને જો પેલી “બહુ ઉડ્યો હતો” વાળી ગંદી માનસિકતા ને જ આગળ વધારવી હોય તો હવે સીસીડીની બદલે પશુ મૂત્રના આઉટલેટ ખોલવા રહ્યા ..
હમણાં ફેસબુક ઉપર ક્યાંક એક આરબ ઊંટડીના મૂત્રથી મોઢું ધોતો અને પીતો એક વિડીઓ જોયો અને એમાં ઊંટડીના `મુતર` ના ગુણગાન થઇ રહ્યા હતા..!!
સ્યુસાઈડ નોટ નાનેથી મોટા થઈને મોટા ધંધા ખેલવાવાળા ને હલાવી મુકે એવી છે ,
એક વાત તો નક્કી છે કે દેશમાં બધા ને નોકરા કુટવા છે પણ નોકરી પેદા કરવાવાળા ને ગાળો જ દેવી છે..
મને હજી પણ સમજાતું નથી કે આપણા દેશમાં એક વિચારને અમલમાં મૂકી એની પાછળ મેહનત કરનારાને કેમ સન્માનની રીતે જોવામાં નથી આવતા..?
હમેશાં નવા વિચારને તોડી પાડવાની વાત કેમ ?
બીલ ગેટ્સનું નામ લીધું છે તો બીલ ગેટ્સ એ ઓ.એસ. ના બનાવી હોત તો ..?
એ જમાનામાં જુના જડસુ લોકોએ અને બીજા કઈ કેટલાય લોકો એ કકળાટ કરી મુક્યો હતો કે કોપ્યુટર આવશે તો લાખો એકાઉન્ટન્ટ બેકાર થઇ જશે, અને આજે એ જ એકાઉન્ટન્ટ લેપટોપ લઈને નામુ ચીતરતો થઇ ગયો છે ને દુનિયા ક્યાંથી ક્યાં પોહચી ..!!
કોફીની અમદાવાદની વાત કરું તો મારુતિ વાનમાં અટીરાની પાછળની બાજુ બે છોકરાઓ એ કોલ્ડ કોફી શરૂઆતમાં પાંચ અને પછી દસ રૂપિયામાં બનાવી અને વેચતા અને સીસીડીના જન્મ પછી અમદાવાદમાં ખુલેલા હજ્જારો નાના નાના કોફી આઉટલેટ ખુલવાનો `જશ` તો સ્વર્ગીય સિદ્ધાર્થ ને આપવો જ રહ્યો..
સીસીડી એ કોફી બીન્સ ક્રશ કરી અને તાજ્જી કોફી નો ટેસ્ટ ભારતીયોની જીભ ને લગાડ્યો અને એની સાઈડ ઈફેક્ટ કે ડાયરેક્ટ ઈફેક્ટ જોવી હોય તો આજે સિંધુ ભવન રોડ ઉપર એક માટીડો કોફી બીન્સ ક્રશ કરી અને વેચે છે અને ત્યાં પ્રેક્ટીકલી લાઈન લાગે છે ..
કયારેક એ લાઈન જોઈ લેજો વ્હાલા..!!
અમને પણ કોફી ભાવે, અને યુરોપનાં એક ઇટાલિયન મિત્રએ જેમ કેરીની જુદી જુદી જાત હોય છે આપણે ત્યાં તેમ ફોફીની પણ અનેક જાત નું અમને જ્ઞાન આપ્યું હતું ..
આજે પણ સીસીડી એક જ જગ્યા એવી છે કે જ્યાંથી રીઝ્નેબલી ક્રશ કોફી બીન્સની બ્લેક મળે છે..
જબરજસ્ત યાદો છે અમારી સીસીડી જોડે .. ભગવાન સીસીડીને ભૂતકાળ ના થવા દઈશ ,નહીતર પેલા પેઢી દર પેઢી ભારતને ફોલી ખાનારા હજી પણ બીજા સો વર્ષ ફોલી ખાશે..
જવું છે આજે સીસીડી અને એક ડબલ શોટ અમેરિકાનો મારવી છે ..
ઈચ્છા તો એવી થાય કે એમ લખું કે સિદ્ધાર્થજી ઈશ્વર તમારા આત્મા ને શાંતિ ના આપે અને તમે પ્રેત થઇ ને તમને રંજાડ કરનારા ને વળગો , વિચારને હકીકતમાં ફેરવનારા તમે પ્રેત બની ને પણ નવા વિચારોને જન્મ આપ્યા કરો અને બી સ્કુલના નવા નવા એન્ટરપ્રીનર્સ ને રસ્તા બતાવ્યા કરો..!!
અષાઢી અમાવસ્યા એ આજે ભારતે વિચાર કરનારાને ખોયો છે..
જો સ્યુસાઈડ નોટ સાચ્ચી છે તો કૃષ્ણની દ્વારકા ડૂબી ગઈ તેમ રામની અયોધ્યા પણ રસાતાળ ગઈ છે..
આ એ ભૂમિ છે જ નહિ કે જે નવા વિચારને ઉગવા દે ખીલવા દે…
શું આ ભારત જ છે ..?
તમારી સાંજ ..
તમે જાણો ..
મારે શું ..
હું પણ વિચાર જ આપું છું ને તમને ..
અને વિચાર આપનાર નો આવો જ અંજામ એક દિવસ…??????????????
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*