RSS અને ISIS ની સરખામણી કરતા, કે પછી બંને એક જ જેવા છે, કે નથી એવા ઢગલો વોટ્સ એપ અને ફેસબુક પર મેસેજ ફરે છે..
ક્યારેક કોઈક કોંગ્રેસી કે સામ્યવાદી પણ એમ કહી દે છે RSS અને ISISમાં બહુ ફેર નથી..
મને પણ લાગે છે કે ખરેખર બહુ ફેર નથી, RSS અને ISIS બંનેમાં બે S આવે છે એકમાં બે I આવે અને એકમાં R આવે, પણ કોમન કાઢો તો બંનેમાં બે S તો કોમન ચોક્કસ આવે..!
એટલે આવા આરોપથી બચવું હોય તો ઉંદરે એની સાત પૂછડી કપાવી નાખવી પડે અને બાંડું થઈને ફરવું પડે, RSS જોડે બીજો કોઈ રસ્તો નથી ISISથી જુદા પડવાનો..!!!
કેવા મૂરખ લોકો દુનિયામાં વસે છે એનો ઉતમ નમુનો આ સરખામણી છે..!
મેં મારા જીવનમાં RSSના કાર્યકર્તાઓ ને મોરબીની મચ્છુ હોનારતથી લઈને હાર્દિકના અનામત અંદોલન સુધી વાયા ૨૦૦૧નો ભૂકંપ, RSSને હમેશા કપરા કાળમાં મડદા ઉંચકતા અને સમાજને મદદરૂપ થતા જોયા છે..!
અને ISISને હમેશા જીવતા માણસને મડદામાં ફેરવતા જોયા છે, તું મારું કીધું કર નહિ તો તારું પણ ગળું કાપી ને વિડીયો અપલોડ કરી નાખીશ બસ બીજી કોઈ વાત નહિ..!
જો ફરી પાછા મડદા કોમન આવ્યા હો બંનેમાં ..!!
હા એવુ બને કોઈને પેલા ઘર વાપસીના કાર્યક્રમથી પ્રોબ્લેમ થાય ખરો ,
હવે એમાં એવુ છે કે જે ઘેર પાછો જતો રહ્યો એને જોઈને બીજાને હમેશા બળતરા થાય કે અમે આ જંગલમાં ને જંગલમાં રહી ગયા અને પેલા ઘેર પાછા જતા રહ્યા..!!
કેમકે ગાંડાલાલ ને હવે ખુદને ખબર નથી કે એના ઓરીજીનલ જીનેટીક્સ કયા..!
પણ અફસોસ ના કરતા ગાંડાલાલ એ ઘેર પાછો નહિ પોહચે, તલવારની ધારે એના બાપદાદાઓએ જયારે ધરમ બદલ્યો એ પછી તો પેઢીઓ જતી રહી અને હવે તો અત્યારે એ ધરમ બદલનારાને ખબર જ નથી કે એ પેહલા વાણીયો હતો ,બામણ હતો ,કે મોચી હતો કે દરજી હતો કે સોની હતો કે ઠક્કર હતો ..!
ખુદ કાયદે આઝમ મહમદ અલી ઝીણાને પાછું આવવું હોય તો પણ લોહાણા સમાજ એમને પાછા ના સ્વીકારે, તો પછી બીજા નાના નાના ટુણીયાટને તો ઘર વાપસી કરાવીને કઈ નાત અને જાતમાં ભેળવવા..?
એટલે છેવટે ઘેર આછો આવેલો બાપડો ફરી એના એ જંગલમાં જતો રહે ..!!
એટલે જરાય અફસોસના કરો અને ટેન્શન ના રાખો ગાંડાલાલ કે આ RSS વાળા તમારા બકરાને બળદ બનાવી દેશે તો શું નહિ થાય ? તમતમારે બકરો બકરો જ રેહશે જોઈતા હોય તો બે પાંચ બળદને બકરા બનવવા લઇ જાવ..આમ પણ છેલ્લા આંકડા પ્રમાણે હજી પણ ધર્મ પરીવર્તનની સુથી વધુ અરજી હિંદુઓ એ જ કરી છે..!
હવે રહી વાત હિંદુ રાષ્ટ્રની કે રામ રાજ્યની ,તો ગાંડાભાઈ એ તો જયારે હિંદુ રાજા રાજ કરતો હતો ત્યારે પણ આ દેશ હિંદુ રાષ્ટ્ર નોહતું અને રામ રાજ્ય નોહતુ છેક ત્રેતા યુગ પૂરો થયો પછી રામરાજ્ય ખાલી વાતોમાં જ થયું છે.
એ પછી તો કેમ અમે મહાભારત ના રમી કાઢ્યુ આખું ,લે તું પણ ખરો છે ગાંડાલાલ..!!
હવે અમારા બે ચાર મિત્રો પાછા એમ બોલે કે આપણે હિંદુઓ એ એક થવાની જરૂર છે ..કેવી વાહિયાત વાત છે, બોલ રાવણ કોણ હતો ક્રિશ્ચિયન ?દુર્યોધન કોણ હતો મુસલમાન ?
અમે કોઈ દિવસ એક નહિ થઈએ ભલે ભગવાન ખુદ અવતાર લઈને નીચે ધરતી પર કેમ ના આવે ..!
ભગવાન અવતાર લઈને આવે તો એને જોડે રાખીને લડીશું, પણ અમે લડીશું એ ચોક્કસ..!!
ISISની જરૂર ક્યાં છે અમારે ?ગાંડાલાલ તું એમ કહી દે કે ભગતસિંહ અને કનૈયાકુમાર બે એક સરખા એટલે વાત પૂરી, માની જ લેવાનુ ..
અમે ચાલીસ વર્ષ પેહલા જેવા ભોટ હતા એવા જ છીએ.. આધી રોટી ખાયેંગે ઇન્દિરા કો લાયેંગે..!!
બસ આખી રોટલી સામે પડી હોય તો પણ અમે અડધી રોટલી ખાતા, કેમ ? તો કહે ઇન્દિરાને લાવવા માટે આધી રોટી ખાવી પડે..!!
પણ ગાંડાલાલ સાચી વાત કહું અમારામાંથી પણ ઘણા બધા એવા છે કે જેને આ RSS અને ISISની ચીન્ગમ ચાવવામાં મજા આવે છે..!!
બસ ગમે ત્યારે હણકો ઉપડે..ફલાણો આમ કેમ બોલ્યો અને પછી ફેસબુક અને વોટ્સ એપ ધીંગાણું ખેલી લે..!
જોડે મારા જેવા બે પાંચ આખી મોટી જયવાણને લઈને આવે ..
જયવાણ શું છે એ તો ખબર છે ને હિન્દુડા ?
લે કહી દઉં ,નહિ તો ફેંકવા જઈશ તો પકડાઈ જઈશ ..!
એક જમાનામાં મુગલોના સેનાપતિ જયપુરના મહારાજા જયસિંહએ દુનિયાની સૌથી મોટી તોપ બનાવડાવી હતી, એનું નામ જયવાણ અને જયવાણમાંથી નીકળેલો ગોળો છેક એક કિલોમીટર સુધી જતો..અને આમેરના કિલ્લા પરથી જયવાણને ઉતારવા આઠ હાથી જોઈતા..!
આજ દિન સુધી નો રેકોર્ડ છે કે ગમે તે યુદ્ધમાં ખાલી એટલી ખબર પડે કે જયવાણ આમેરથી ઉતરી છે ,બસ એટલી ખબર પડતા જ સામેવાળી સેના રટ્ટી થઇ જાય..!
ઓકે ક્લીઅર, જા હવે ફેંક ગોળા તું પણ મારી જેમ..!!
પેહલા પણ લખી ચુક્યો છું ઇસ્લામ ખતરામાં ચોક્કસ નથી, બીજા કોઈથી પણ ઇસ્લામ ને જો ખતરો હોય તો એ સૌથી મોટો ખતરો ઇસ્લામાબાદથી ,મોસુલથી અને સીરિયાથી છે..!
દુનિયાના કોઈપણ ધર્મનો વિનાશ એ ધર્મના પોતાના અને પાળતા લોકો જ વેરી શકે છે,પારકો ધર્મ કશું જ ક્યારેય બગડી કે નાશ નથી કરી શકતો..!
બાકી લખવાની મજા આવે અને થોડો ટેમ્પો આવે એટલે લખ્યું કે તલવારની ધારે તારા બાપદાદા વટલાઈ ગયા..
જો તલવારની ધારે હિંદુ ધર્મનો વિનાશ થવાનો હોત તો ક્યારનોય થઇ ગાયો હોત અને આજે ધરતી પરની વસ્તીનો પાંચમો ભાગ હિંદુ ના હોત..!!
આજે જગતમાં મુસલામન જ મુસલમાનને સૌથી વધારે મારે છે,દુનિયામાં અત્યારે લગભગ એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ખાલી તારો ધર્મ કયો છે એ પૂછી અને જો વિધર્મી નીકળે તો એને ઢેશ્કાઉ .. શોલે ના ગબ્બરની જેમ ગોળી મારી દે
લગભગ શબ્દ વાપરુ છુ ચડી ના બેસતા..
હિંદુ ધર્મના ઘણા કુરીત-કુરીવાજો એ પણ એક જમાનામાં ધર્મ પરિવર્તનને વેગ આપ્યો હતો..
અને આજે પણ મારા જેવા બળવાખોર પ્રકૃતિવાળા ને જો સવાર પડે અને તારે આમ કરવાનું અને આમ નહિ કરવાનું એવું ચાલુ થાય તો..
બે હાથ જોડીને જે શ્રી ક્રષ્ણ .જાવ નહિ કરું થાય તે તોડી લો..
બાકી ISIS અને RSS બંનેમાં બે S તો ખરા એટલે ૬૬% તો બે સરખા જ થાય..!!
શુભ રાત્રી
શૈશવ વોરા