ગઈકાલનો રવિવાર બહુ અજીબ ગુજાર્યો..!
શનિવારની મધરાતે ઘન ગર્જ્યો ને રવિવારની રાત ધરણી ધરૂજી…,
વચ્ચે બપોર પછી સોશિઅલ મીડિયામાં સુશાંતસિંહની કાણ-મોકાણ ચાલી..અને ભૂકંપ પછી અમારે બીજો એપિસોડ ઉમેરાયો, રાતના દસના સુમારે સામે ખાલી ઘરમાં પાડોશી ને કોઈ નો મોબાઈલ ચાલુ હોય એવો અવાજ આવ્યો,
હજી પંદર દિવસ પેહલા એ જ બંધ ઘરમાં ઘરફોડીયો
આંટો ફેરો કરી ગયો હતો , ત્યારે મધરાતે એક વાગ્યે પોલીસ બોલાવી ને બધું સરખું કર્યું હતું..!
ગઈકાલે રાતે ફરી આખી સોસાયટી એ એકવાર લાકડીઓ ઉપાડી ને બંધ ઘર ને ફંફોસ્યું, સદ્દભાગ્યે કશું મળ્યું નહિ..!!
ચોવીસ કલાકમાં..એક તો કોરોના ,ઉપરથી ઇન્દ્ર ગરજે, સોશિઅલ મીડિયાની કાણ મોકાણ, રાત પડ્યે શેષનાગ પડખા ફેરવે ને છેલ્લે ચોરોના આંટા ફેરા..!!
મારું તો પેલું ગીત ગણગણવા નું ચાલુ થઇ ગયું હતું..!
જાયે તો જાયે કહાં ..સમજેગા કૌન યહાં ઇસ દર્દ ભરે દિલ કી ઝુંબા..!
પણ ખોટી વાત હતી, એવું કઈ નોહતું..
લોકો જેવા ગાંડા કાઢવા મંડ્યા હતા એવા ગાંડા કાઢવાની જરૂર નોહતી..!
૨૦૨૦ની ડીલીટ કરો ને આવતી કાલે ૩૧ મી ડીસેમ્બર જાહેર કરી દો ,
અલ્યા ૨૦૨૧ આનાથી વધારે ખરાબ નીકળી તો ..?
અમુક અમુકે તો ૨૦૨૦નું લીસ્ટ જાહેર કર્યું કે આટલા આટલા મર્યા અને આમ થયું ને તેમ થયું ,
ભઈ મારા વસ્તી વધારી છે તે ઉકેલ
તો આવશે જ ને..! અલ્યા શંખ એક જમાનામાં આખી દુનિયાની વસ્તી તેત્રીસ કરોડ હતી ,પછી ભારત દેશની થઇ અને હવે ૬૦૦ કરોડ વસ્તી છે,
હવે ડાહ્યા લોકો એવું કહે છે એ ૧૧૦૦ કરોડ થશે વસ્તી એ પછી બેલેન્સ થશે ..!
૧૧૦૦ કરોડ થાય ત્યારે જન્મે એટલા મરશે અથવા તો મરશે એટલા જન્મશે ..!
આવું આંકડાશાસ્ત્રી કહે છે હો..!!
અહી પેલા અમદાવાદના આંકડાશાસ્ત્રી ને યાદ કરી લેવા જેમણે લોકડાઉન નહી રાખીએ તો અમુક લાખ કેસ ૧૫ મી જુને થશે એવી આગાહી કરી હતી..!
અત્યારે એવું લાગે છે કે બધાય ફૂટપાથના જ્યોતિષ ને ફૂટપાથીયા ક્લાયન્ટ થઇ ગયા છે..!
“લગભગ બધાય અડી ને આ
ઈ રહ્યા છે..!!”
દરેક ને જ્યાં થી મળે ત્યાંથી સિમ્પથી જોઈએ છે, પણ બીજા ને આપવી નથી ..!!
મને બધા સાચવો પણ હું કોઈ ને સાચવવાનો કે સાચવવા ની નથી..!!
ઠેર ઠેર રુદાલીઓ મંડાણી છે , એટલે આમાં સાચી કેટલી અને ખોટી કેટલી એ જ કળાતું નથી,
એક ભાઈ હજી પણ રોજ કેટલા કેસ અમદાવાદમાં થયા એનું લીસ્ટ ફેરવે છે વોટ્સ એપ ઉપર , અને પ્રણ
લીધું હોય એમ વિધાઉટ ફેઈલ મોકલે જ..!!
ગઈકાલે સુશાંતસિંહના છાજીયા લેવામાં એ જોડાયો હતો , પછી ભૂકંપ ના ..તે રાત્રે અગિયાર થયા પણ લીસ્ટ મોકલવાનું ભૂલી ગયો હતો ,
સાડા અગિયાર સુધી રાહ જોઈ છેવટે મેં સામેથી ફોન કર્યો અલ્યા લીસ્ટ નાં આવ્યું , કોરોના પતી ગયો કે તું પતી ગયો..?
મને ફોન માં કહે એ હા નહિ આજે તો આ રહી જ ગયું ..ઉભા રોમોકલું ..! મેં કીધું
બસ કર પગલેએ તારા લીસ્ટમાં ના હોય ને એવા રોજ ના હજ્જ્રારો છે ને એ બધાય સાજા થઇ ને ભાટકે છે અમદાવાદ આખામાં ..! ગઈકાલે સાંજે અમારાથી નો
હતું રેહવાયું .. સાચું કહું છું..!
આપણે તો આપણો ઇટાલિયન ઘોડો પલાણ્યો ને એક નંગને ઉઠાવ્યો,
નીકળ્યો સિંધુ ભવન રોડ, મનમાં સેહજ ગીલ્ટ હતો કે યાર આવા કોરોના કાળમાં ક્યાં ભટકું છું હું ?
પણ આશ્ચર્યની વચ્ચે અમદાવાદ આખું ભટકવા નીકળી પડ્યું હતું અને એકબીજા ને હેપી ન્યુ ઈયર
કરતું હતું..!!
મને મારા જેવા નહિ નહિ તો પચ્ચીસ અસવાર મળી ગયા જે એમના જાતવાન આઠસોથી લઈને બારસો ,સોળસો સીસીના ઘોડા લઈને “ચરવા” નીકળ્યા હતા..!!
આખો રોડ ધણધણતો હતો..!!
ટટ્ટુ તો પાર વિના ના હતા..જો કે ખેતરમાં ખડ
વધારે પ્રમાણમાં હતું…ચાર ભાઈ વચ્ચે ત્રણ જીન્સના પેન્ટવાળું ને એલ્યુમિનિયમમાં રાંધી ખાનારું..!
અમદાવાદનો ભદ્ર વર્ગ હજી સેલ્ફ કોરોન્ટાઇન જ છે, ચુપચાપ પોતાના મેહલોમાં મ્હાલી રહ્યો છે, કામધંધે નીકળે છે પણ પોતાની કેબીનમાં બહુ જ લીમીટેડ એક્સેસ આપે છે પોતાના માણસો ને પણ..!!
જિંદગી બહુ વ્હાલી અને કિંમતી લાગી રહી છે એ બધાને ,
જયારે બીજી તરફ નો સીન ઉલટો હતો, સેપ્ટ આગળ એ.જી. ટીચર્સની ગલીમાં કપડા વેચવાવાળી ફૂટપાથ બજાર ખુલી ચુકી હતી ને કપડા લેવા જનતા જનાર્દન પ્રગટ
પણ થઇ ગઈ હતી..!
લાગે છે ધીમે ધીમે ડર ગાયબ થઇ રહ્યો છે.. ગઈકાલે શિવરંજની પાણીપુરી નો ખુમચો પણ ચાલુ થઇ ગયો ..!
જય હો રાધારાની ..!!
નંદલાલ …બાંકે બિહારી ગિરધારી ..જય હો ..!!!
કેટલાની જીભડી મોઢામાં રાસડા લેતી થઇ ગઈ ..??!!!!
એ હા વચ્ચે બપોરે પેલું કયું..?!!
ગુલાબો સીતાબો જોયું ..અરે યાર શરૂઆતમાં તો સાંધો જ ના મળે પણ પાછળથી કૈક જામ્યું,
આપણને તો ડોસી ગમી ગઈ.. બચ્ચન દાદા એ મસ્ત લૂખા ચિંદી ચોર ડોસાની એક્ટિંગ કરી છે ને “આયુસ્યમાન” એ પણ..!!
“આયુસ્યમાન” ખુરાનાની સ
કાર ના દોષવાળી બોલી બહુ ગમી મને,
આવા સ
કાર ના દોષથી પીડાતા લોકો ઉપર મને નાનપણથી ભયંકર ચીડ..
મારું નામ બગાડી મુકતા હતા ..!
સૈસવ
બોલે ..
એ ..સૈસવ.. સુ કરે છે અહિયાં આવને..!
ઘણા તો પાછા ..સૈસવ બોલે અને ઉપ્પરથી ..ખોડો સ્
બોલે ,
એના માટે સગડી નો સ
, ફાડીયો ષ
,કે શ
બધું ય એકદમ “સ્ ..ર..ખુ”..
જીભ અને દાંતની વચ્ચેથી હવા કાઢી ને સ્
બોલે ..
ત્રાસ થાય સખ્ખત..!!
ખોડા સ્
ને માથે બે માત્રા ,પછી એકલો ખોડો સ્
અને પાછળ એના પ્રેમ નો વ
..!
તો પછી બને …સૈસ્વ..!
કેવો મગજ નો અઠ્ઠો થાય છે તમારા..?
હે ..ને ..!!
તો મારું શું થતું હશે વિચારો ..! જયારે આવા મારા નામની પત્તરફાડે ત્યારે..?
હા હા હા .. હે ..હે ..હે..!!
એકાદવાર જોવાય ગુલાબો સીતાબો..!!!
આખો દિવસ આપઘાતની પોસ્ટ જોઇને કંટાળી ગયા હશો તમે પણ મારી જેમ એટલે સેહજ ફ્રેશ થવા અને કરવા આ સ
પુરાણ ચલ્વ્યું ..
ઊંઘતા પેહલા તમે પણ કરવી હોય તો કરો કોશિશ, સોરી કોસીસ
કરો ને મારા ભાભીના નામમાં શ
કે સ
આવતો હોય તો પછી લઇ લો મજા , સાલીની એ સાલીની ..સાલુ બકા એ સા ..લુ..!!
અને ભાભી તું પણ ખેંચી જ કાઢ..એ અસ્વીન..અ…સ્વી,,ન ..!
બોલાવો બોલાવો ચાર પાંચ વાર , અ..સ્વી..ન.. ને
મારો ભઈલો પણ ભડકી જશે કે આ લોકડાઉનમાં દારૂ આટલી તંગીમાં આ ક્યાં પી
ને આવી છે..!!
અમારા સ્રીમતીજી
કાલે સ્
વારે વારો પાડસે
… સૈસ્વ.. એ સૈસ્વ ..!!
એ અત્યારે વેહલા વેહલા ઝોપ્લે
..!
ચલો સુભ
રાત્રી હો
સૈસ્વ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)