વિવિધ ભારતી પર એક ગીત વાગ્યું … કિસી કો પતા ના ચાલે કે આજ વાદા હૈ મુલાકાત કા….સિક્રેટ
કોઈ ને ખબર ના પડે , એકદમ ખાનગી વાત છે ભાઈ કોઈ ને કેહતો નહિ , ટોપ સિક્રેટ બેબી , રાઝ કી બાત હૈ મિયા ….તારી ને મારી વચ્ચે રાખજે … જો પાછો બધે જઈ ને બકી ના મારતો … કેટલા બધા સિક્રેટ જીવન માં , અને એ પણ એવા સિક્રેટ કે જે આખા ગામ જોડે થયા હોય …કોઈ બાકી જ ના હોય છતાં મારે બધું છુપાવા નું કેમ તો કહે ખાનગી છે ….
થોડા સમય પેહલા એક સ્કુલ ફ્રેન્ડ મળી ગયો ,મેં એને પૂછ્યું અલ્યા ફલાણી જોડે તારું સેટિંગ હતું નહિ ..? મને કહે જો બકા શૈશવ અમુક રાઝ છે ને આપણે આપણી જોડે જ લાકડા માં લઇ ને જૈયે ને એ વધારે સારું … બસ સિક્રેટ રાખવાનું .. મેં કીધું હશે ભાઈ … મેં તો ખાલી પૂછ્યું હતું કે તારું સેટિંગ હતું કે નહિ ..?? થોડો એ તારી ફલાણી નો ફોન નબર માંગ્યો હતો …!!! પણ સિક્રેટ રાખવા નું … હવે હીરો સિક્રેટ રાખવા ગયો એમાં એનું એ સિક્રેટ ખુલ્લું થઇ ગયું … કે સેટિંગ હતું .. એની બદલે જુઠ્ઠું બોલ્યો હોત કે ના કઈ નોહતું તો … ??? બચી ગયો હોત … હવે એની ફલાણી ની આખી કુંડળી મારી જોડે હતી … પણ ભાઈ ને રાઝ લાકડા સુધી ખેંચવો હતો…હશે ત્યારે ….
વાત જાણે એમ છે કે આ દુનિયા માં દરેક માણસ ને એમ હોય કે આ મારી એક વાત તો ખાનગી જ રેહવી જોઈએ… કોઈ ને ના કહું બસ … પણ હકીકત એવી હોય છે કે એ ખાનગી વાત દુનિયા ના લગભગ દરેક સાથે થઇ હોય છે.. કોઈ ક ને એવો અજાણ્યો ભય હોય છે કે વાત ખુલી ગઈ તો બધું બગડી જશે … અને એ વાત બગાડવા ના અજાણ્યા ભય ને લીધે મોઢું અને પેટ બધું દબાવી દબાવી ને ચાલતો હોય ….. અને ક્યારેક ભૂલ ભૂલ માં કે અમુક સંજોગો માં સિક્રેટ ખુલી જાય તોય કઈ ફરક ના પડે….
ટીનએજ ના સિક્રેટ જુદા, મોટા થાવ એટલે કોલેજ ના સિક્રેટ જુદા ,નોકરી ધંધે લાગો એટલે એના સિક્રેટ જુદા ..ધંધાકીય સિક્રેટ ..કેટલા બધા રાઝ અને સિક્રેટ ની વચ્ચે ની આ દુનિયા ..!!
જેટલા રાઝ અને સિક્રેટ જીવન માં વધારે એટલી જિંદગી માં કોમ્પ્લીકેશન વધારે…અને મારે તો એક બહુ મોટો પ્રોબ્લેમ છે મારી કોઈ વાત મારાથી સિક્રેટ રેહતી નથી અને કોઈ ની વાત હું બહુ મારા પેટ માં ટકાવી શકતો નથી…. યાર એ શું વળી જધામણ એ બધી …!!! કોઈ ને કેહવાનું નહિ અને બધું છાનું છાનું કરવાનું ..સંતાડવા નું … મુક ને છાલ યાર .. ખોટું બોલો કે સંતાડો ક્યારેક તો ભાંડો ફૂટવાનો જ છે તો આજે કેમ નહિ ..????
સાદી સીધી જતી જિંદગી માં સિક્રેટ ની કોઈ જગ્યા નથી હોતી…. પણ જયારે કઈ ના કરવાનું કામ કોઈ કરે ત્યારેજ આ સિક્રેટ નો જન્મ થાય અને પહેલીઓ બને ….
કનક કાકા કેહતા નિશાળે થી નીસરી પાંસરું ઘેર જાવું..
આજે આટલું જ
શુભ રાત્રી
શૈશવ વોરા