અમદાવાદ નું સોશિઅલ મીડિયા અત્યારે ભરશિયાળે અડધી રાત્રે લાહ્ય લાહ્ય થઇ ગયું છે, એક જીમવાળા એ જાહેરાત નું પોસ્ટર મુક્યું છે અને ચોક્કસ કાલ સવાર એ પોસ્ટર નહિ ભાળે ..
એક સુંદરી ને તદ્દન ટૂંકી ચડ્ડી પેહરાવી છે અને પાછળથી એના કુલા
લગભગ આખા દેખાડ્યા છે , બિલકુલ એક્સ રેટેડ કેટેગરીમાં આવે એવો જ ફોટો છે , અચ્છા અચ્છા પુરુષ ને ટીકી ટીકી ને જોતો કરી મુકે એવો ઉત્તેજક ફોટો મુક્યો છે..!!
આગળ વધતા પેહલા એ કહી દઉં કે સુંદરી છે કે ઊંદરી એની આપણને જાણ નથી કેમકે મુખડું દેખાડ્યું જ નથી ફક્ત ઉપર વર્ણવેલી દશા જ હાઈલાઈટ કરી છે..!!
જોડે જોડે કૈક એવું પણ લખ્યું છે કે big dady gym reserved for the best bums in town ..
જય હો.. જય હો .. કામદેવ ની જય હો ,દેવી રતિ ની જય હો ..!!!
અમદાવાદ આગળ વધી રહ્યું છે અને અમદાવાદના જીમમાં હવે રીઝર્વેશન મળશે..!!
એક સમયે એક જીમવાળા એ એવી ઓફર આપી હતી કે જેટલા ઇંચ નો બાય્સેપ એના અડધા રૂપિયા નું ડિસ્કાઉન્ટ એટલે કે સોળ ઇંચ નો બાય્સેપ હોય તો આઠ હજાર ડિસ્કાઉન્ટ પણ શરત એવી હતી કે ચૌદથી ઇંચ વધારે બાય્સેપ હોય તો જ ડિસ્કાઉન્ટ મળે ,પછી દસ ને બાર ઇંચ નું ફૂદ્દુ બાય્સેપ હોય તો પુરા રૂપિયા ભર અને મજુરી કર વર્ષ એક અને પછી આવજે આવતી સાલ..
પણ આ જીમવાળા એ તો બાકી જોર ફોટો મુક્યો છે ..લલચાવા માટે .. ક્રિયેટિવીટી ની પરાકાષ્ટા કમ સે કમ અમદાવાદ જેવા શેહર માટે તો ખરી જ ..!!
પબ્લીસીટી કે લિયે કુછ ભી કરેગા..!!
વચ્ચે પણ અમદાવાદના સોશિઅલ મીડિયામાં એક બેહન બહુ વાઈરલ થયા હતા ખાસ્સું એવું વજન ઉતાર્યું હતું અને એમણે એમના ફિગર ને સપ્રમાણ કર્યું હતું પછી સોશિઅલ મીડિયા ઉપર ફોટા ફરતા થઇ ગયા હતા ,એમના લગભગ દરેક ફોટામાં એમના બમ્સ હાઈલાઈટ થાય એમ જ પડાવવામાં આવ્યા હતા પણ એમાં તો કોમેન્ટ ના થાય કેમકે કોઈ પોતાના ફોટા જાત્તે લઈને મુકે તો પછી રસિયા રસભરી નજરે જોવે એમાં રસિયા ઓ ના કેમના વાંક કાઢી શકાય..?
પણ , બળી આ ફોટામાં તો ચડ્ડી એ નામની છે મને એમ થાય કે માણસ હોય કે બાઈ માણસ , કપડા શરીર ને ઢાંકવા પેહરે છે કે બતાડવા..?
બે દિવસ ઉપર જ એક પેહલવાન મારી જોડે આવ્યો અને મને કહે તમે ફલાણા કથ્થક વાળા ને ઓળખો છો ? મેં કીધું ના કેમ ? તો કહે બહુ મોટી સેલીબ્રીટી છે હમણા જ બધા છાપાઓ માં એમના નામ અને ફોટા હતા ..
મેં કીધું હશે ,તો તારે શું કામ પડ્યું ?
મને કહે મારે કામ નોહ્તું એમને કામ હતું મારું ..રૂમ પર બોલાવતો હતો..!
મેં કીધું મીઠા ના રણ માં ઢોલ વગાડવા નો હતો..? (સમલૈંગિક ને જીમના છોકરા “મીઠો” તરીકે ઓળખે )
મને કહે હા ભાઈ જવા દો થાકી ગયો છું યાર બ્લોક કરી કરી ને ..
એટલે લાગ જોઇને આપણે પણ આપી જ દીધી .. પુરા કપડા નાખો ને શરીર પર ફોટા મુકો સોશિઅલ મીડિયા ઉપર ત્યારે ,એક બાજુ ચીઝના ક્યુબ મુકો અને પછી રડો કે ઉંદરડા તૂટી પડે છે ..
સાલો નાલાયક કહે કાકા ઉંદરડીઓ પણ આવે છે ને ..!!!
મેં કીધું જા ત્યારે વગાડતો આવ મીઠા ના રણમાં ઢોલ બીજું શું એકાદ વાર ..
મારી સામે કતરાતો કતરાતો જોતો જોતો જતો રહ્યો..!!
સેહલામાં સેહલો રસ્તો છે કોઇપણ જાહેરાતમાં કે સોશિઅલ મીડિયામાં પબ્લિક ને આકર્ષવાનો અડધું ઉઘાડું શરીર…!!
ભરી દુનિયામાં એક જ સાલ્લી માણસની જાત છે કે જે કપડા પેહરી ને નાગાઈ કરે છે અને માણસ સિવાય ની આખ્ખી દુનિયા નાગી ફરે છે પણ ક્યાંય નાગાઈ નથી..!!
લગભગ સોળેક વર્ષથી સતત જીમમાં જાઉં છું અને પાંચ સિતારા થી લઈને ઘર ઘરમાં ચાલતા હોય એવા જીમ માં મેમ્બર રહ્યો છું અને શરીર ને ઠેકાણે રાખ્યું છે ,
અમદાવાદમાં મોટેભાગે બે ત્રણ પ્રકારની પ્રજા જીમમાં આવે છે એક ફિટનેસ જાળવવા બીજી બોડી બનાવવા ત્રીજી બોડી બતાડવા ..!!
પેહલો પ્રકાર તો ચુપચાપ પોતાનું કામ પતાવી ને કલાક એક માં નીકળી જાય જીમમાંથી બીજો પ્રકાર લગભગ દોઢ બે કલાક પડ્યો રહે અને ત્રીજો પ્રકાર દિવસમાં બે વાર જીમમાં જાય અને સોશિઅલ મીડિયા ઉપર મંડેલો રહે ..
ત્રીજી કેટેગરી ક્યારેક તો એટલી હદે કાયી થઇ જાય છે કે લગભગ નગ્ન કહી શકાય એવા ફોટા સોશિઅલ મીડિયા ઉપર ચડાવી દે છે ,
ઘણીવાર કેવા ફોટા મુકવા કે નહિ મુકવા એના માટે જીમ મિત્રો સાથે ડિસ્કશન થાય છે અને એકદમ હોટ ડિસ્કશન થાય છે , ત્યારે હું મોટેભાગે એમ કહું કે તમારું બોડી બનાવ્યું છે અને બતાડવું હોય તો બતાડો પણ ક્યાંક સેહજ શાલીનતા પૂર્વક બતાડો, મોઢા ઉપરના હાવભાવ પેલા “પ્યાસી જવાની હૈ, તપતી જવાની હૈ ” એવા ના હોવા જોઈએ ..
અને તમારી ગર્લફેન્ડ કે પત્ની સાથેના ફોટા મુકો તો ખાસ એટલું યાદ રાખી ને ફોટા મુકો કે તમે લોકો ને ફેન્ટસી આપવા માટે ફોટા નથી મૂકી રહ્યા , મોઢાના હાવભાવની સાથે બોડી લેન્ગવેજ અને કપડા પણ બહુ જ મેટર કરે છે ..જો આ વાત યાદ નહિ રાખો તો પછી તમારું સામેવાળું પાત્ર પેલા ની ફેન્ટસીમાં રેહશે અને તમારી જગ્યા “પેલો” લઇ લેશે…
ઈન્ટરનેટ એ હાઈવે ખુલ્લા મૂકી દીધા છે , એટલે હવે ખાળે ડૂચા મારવાના મતલબ બહુ નથી , વેબ સીરીઝો થી લઈને ઓન લાઈન રમાતી રમતોમાં શું શ્લીલ અને શું અશ્લીલ એનો ભેદ બહુ રહ્યો નથી , ક્યારેક આવા પોસ્ટર ચડી જાય ત્યારે વિવાદ જાગે પણ આંખ આડા કાન કરવા જ રહ્યા ..
ઉહાપોહ થાય પોસ્ટર ઉતરી જાય પણ પોસ્ટર બનાવનાર નો હેતુ ચોક્કસ બર આવી ગયો હોય એટલા સમયમાં પછી શું ફેર પડે છે ?
આપણે શું બતાડવું એની જોડે જોડે આપણે શું જોવું એ પણ નક્કી કરવાનો સમય આવી ગયો છે ..
તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ
સબસે હસ મિલ બોલીએ નદી નાવ સંજોગ
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)