Sonu Nigam Touched By Ustaad Nazakat Ali Khan Sah…: http://youtu.be/Tq-0j4UTkp8
સોનુ નિગમ નો શાસ્ત્રીય સંગીત માટે નો વલોપાત …આ કલીપ મા ચોખ્ખો દેખાય છે… મને પણ બહુ દુઃખ થાય છે … જ્યારે શાસ્ત્રીય સંગીત ની ઘોર ઉપેક્ષા અને અવદશા જોઇ ને … પણ બીજો કોઇ રસ્તો નથી રહ્યો એને બચાવવા નો …સારુ ગાતા વગાડતા છોકરા છોકરીઓ ને કેરિયર બનાવી છે… અને અધવચ્ચેથી છોડે છે .. માંડ સુર ની સમજ આવે ત્યા દસમુ કે બારમુ આવે અને સંગીત નો ભોગ લેવાય…ઉસ્તાદ કે પંડિત નુ બાળ મરણ થાય…જયારે અને જેટલા રસીકજનો જોડે ચચા થાય કે આ સંગીત કેવી રીતે બચશે ….. કોઇ માર્ગ નથી..દેખાતો સુઝતો… ઉપર થી એવુ કહે કે પાંચ વરસ શીખ્યા પછી ખબર પડે કે હજી આગળ બીજા દસ વરસ શીખવાનું છે… પછી કંઇક આવડયુ …આવી લાઇન મા કોણ જાય….થયુ ભેંસ આગળ ભાગવત…. પણ વાત સાવ ખોટી નથી….હુ પોતે કયારે થોડુ ઘણુ શીખી ગયો એની મને ખબર નથી…પણ જીવન મા ફરી સમય અને મોકો મળે તો આ સુર ના દરિયા મા ડુબકી મારી ને એમા જ સમાવુ છે….
– શૈશવ વોરા