આ..લે..લે..લે.. હાય હાય આવું તે કાંઈ હોય..ભાઈ કાંક ભૂલ થાતી હશે, ઈ નો હોય બાપલીયા..અરે ઈ જ છે ભાઈ ફોટો જુવો લ્યો હા..હા..હો ફોટો તો એમનો જ છે અને બાજુમાં ઓલું ..હાય હાય માડી રે..!!
મસાજ પાર્લરમાં આમીરખાન..!!
બસ હવે,ગંદુ દિમાગ.. બસ કર
દુનિયાના એશી ટકા લોકોને દિમાગની જગ્યાએ કીડની ફીટ થઇ ગઈ છે, નકરી ગંદગી જ નીકળે છે.. ચોવીસે કલાક..!
કેવા કાન ઊંચા થઇ જાય આવો ફોટો આવે એટલે..!
જો ભાઈ એક વાતમાં તો કેહવુ પડે, એમને એક ઘરવાળા હતા અને ફરી પ્રેમ થયો તો એમણે પેહલા ને છુટા કર્યા અને પછી બીજા જોડે લગન કર્યા.. એ સિવાય બીજું કોઈ લફરું હજી સુધી બહાર નથી આવ્યું..
એટલે ખોટી શંકા કુશંકા નહિ કરવાની..અને વળી મસાજ પાર્લર,સ્પા આ તો બધું આપણા દેશમાં સદીઓથી ચાલતુ આવ્યું છે એમાં વળી હાય..હાય..વોઈ.. વોઈ.. શેના કરવાના હેં ?
બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે,આ સ્પા અને મસાજ પાર્લર આખા દેશમાં, બોડી મસાજ તો ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક થી લઈને છેક ગોળલીમડા મ્યુનીસીપલ કોઠાની ફૂટપાથ પર ખુલ્લેઆમ થાય છે..ના ના શું ખોટું છે એમાં હે ?
અને રહી વાત “સ્પા”ની, એ તો આપણા રાજા મહારાજાઓ પણ કરાવતા..એકવાર એક જુના મેહલમાં ગયો હતો, નામ નથી લખતો પાછો વિવાદ થશે..એ મેહલમાં એક પંદર ફૂટ બાય પંદર ફૂટનો અને લગભગ અઢી ત્રણ ફૂટ ઊંડો આરસપ્હાણનો હોજ..
ગાઈડ ઉવાચ .. ઇસમેં મહારાજા ઉનકી બાઈસ રાણીઓ કે સાથમેં ગુલાબજલ,ચંદન ઔર દુસરે ઇત્તરો સે સ્નાનન કરતે થે..!
મારી કીડની(દિમાગ)ચાલી અલ્યા એ ફેંક નહિ બે ,આમાં બાવીસ રાણી અને એક રાજા કેમના સમાય..? આટલી નાની જગ્યામાં ?
ગાઈડનું દિમાગ(કીડની) ચાલ્યું ..સા`બ “મજા” તો તભી આયેગાના..!!
આપડી કીડની દિમાગ બધું બંધ, સીટી વાગી ગઈ, ચુપચાપ મેહલ જોઇને પાછા આવો..!!
સ્પા..બહુ ખતરનાક રીતે ચાલતો ધંધો,
પેહલીવાર ફફડતો ફફડતો અંદર જતો “આધેડ”,બીજીવાર ત્રીજીવાર..દર વખતે કૈક નવું શોધતો “ઝણ” ,અને આદતન થઇ ગયેલો “ભાયડો” .. ચલ આજે તો XXXXXX કરતો “ધીટ”…
મારી પાસે ફલાણા સ્પાની બે લાખ રૂપિયાની કુપન પડી છે..ચલ આવવું છે ? આવું કોઈ કહે એટલે ગળામાંથી રાડ ફાટી જાય બે લાખ રૂપિયાની કુપન અને એ પણ સ્પાની..? હા સ્કીમ હતી દોઢ લાખની કુપન લઈએ તો પચાસ હજારની મફત એટલે લઇ લીધી..!
દોઢ લાખ રૂપિયામાં તો કૈક લોકોના બાર મહિના ઘર ચાલી જાય…!!
પણ ભાઈ છન..છન..છનન્ન્ન્નન્ન્ન્નન્ન….કોને કીધી..!
એક રાતે અમે અમદાવાદની રાતની ચોકીદારીએ નીકળ્યા હતા, ચોકીદારી કરીને થાક્યા અને જાવા+ માં શરણ લીધું અને એવા સમયે મધરાતે એક બિચારો નાનો ત્રેવીસ વર્ષનો સાધર્મિક ખરેખરો જૈન ભોળો બાળ મને જાવા+માં મળી ગયો, એના કપડામાંથી ડી.ઓ.ની સરસ મજાની મેહક આવતી હતી, એટલે મેં જરા ટીખળ કરી..અલ્યા બાળ તું સ્પામાંથી સીધો આવ્યો કે શું..? લબરમૂછિયુ બાળ બિચારું એવું ગભરાઈ ગયું અને થોડા ઊંચા અવાજે બોલી પડ્યું શૈશવ ભાઈ તમને ખબર નથી આ બધા સ્પામાં તો સ્પા-બા જેવું કઈ નથી સેક્સ સ્કેન્ડલ ચાલે છે, સેક્સ સ્કેન્ડલ..!!
અને બાકીના આજુબાજુ બેઠેલા બધા આધેડ ,ભાયડા ,ઝણ અને ધીટ ખડખડાટ હસી પડ્યા..!!
પેલા બાળએ કોઈ અપરાધ કરી નાખ્યો હોય એમ ટગર ટગર જોતો રહ્યો..મેં કીધું આવતો રહે બેટા અહિયાં મારી બાજુમાં બેસ,આ બધું જ એકલા ભારતના પ્રધાનમંત્રી અને રાજ્યોના મુખ્યમંત્રીને જ નથી ખબર, અને છેલ્લો બાકી રહ્યો હતો તું..!
એ સિવાયની ૧૨૦ કરોડ જનતાને પણ ખબર છે કે મોટાભાગના સ્પાની આડમાં આ બધા ગોરખધંધા ચાલે છે…
સભામાં એક બીજા સ્માર્ટીએ બીજા બધાના જ્ઞાનમાં વધારો કર્યો ..એ ગોવામાં સ્પા બેન થઇ ગયા,બધા સ્પા બંધ કરાવી નાખ્યા..!!
હેં ..હેં .હેં ના હોય ના હોય આવા ચાર પાંચ ઉદગારો આવ્યા..!!
સ્પા અને મસાજ આ બંને થેરાપી સદીઓથી ભારતમાં ચાલતી આવે છે પણ એમાં થોડો ગ્રે એરિયા છે,
જયારે એક શરીર બીજા શરીરને કોઈક પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરે છે, ત્યારે ઘણીબધી ગડબડ ઉભી થાય છે, અને સ્પેશીઅલી જયારે બે અલગ જેન્ડરની વાત આવે ત્યારે કોઈ પુરુષ મહાપુરુષ હોવાનો દાવો કરે તો થોડું હાસ્યાસ્પદ લાગે..!
જળકમળવત્ રેહવુ એ દરેકના બસની વાત નથી..! અને સ્પા કે મસાજ પાર્લરના માહોલ કે એમ્બીયંસ ભક્તિ ભાવથી ભરેલા નથી હોતા..!
પ્રભુ શાહરૂખ ખાનજી હ્કલતા હક્લાતા કહે છે હે એ..એ..એક લડકા ઔર લડકી કભી દોસ્ત નહિ રેહ સકતે..!! તો પછી સ્પામાં ટોવેલ લપેટેલો અને.. નહિ લખું હવે આગળ સમજો ને..
દરેક સ્પામાં લાગેલી બુદ્ધની મૂર્તિ મનની શાંતિ કે નિર્વાણની ભાવના વ્યકત કરે છે એવું માનવાની બદલે સ્પામાં “સર્વિસ” લેવા આવેલા ને એવી ધરપત આપે છે કે અહિયા થાઈકુળની કન્યાઓ અવેલેબલ છે..!
વર્ષો પેહલા અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજની લેડીઝ હોસ્ટેલની સામે એક નાનકડી દેરી હતી,અંદર ક્યા ભગવાન હતા એ તો રામ જાણે પણ એ દેરીમાં દીવો બળતો હોય તો એટલું ચોક્કસ કે બાજુના સ્ટેન્ડમાં દારુ અવેલેબલ છે, દીવો ના હોય તો પછી દારુ ખલાસ થઇ ગયો છે સ્ટેન્ડ પર પૂછવા નહિ જવાનું..!
બસ ઘણા સ્પામાં ભગવાન બુદ્ધ પણ આવી દેરીના દીવા થઇ ગયા છે..!!
ધીકતો ધંધો થઇ ગયો છે.. એક એક સ્પાના ટન ઓવર એટલા મોટા છે અને હપ્તા પણ એટલા મોટા જાય છે કે તંત્ર આંખ આડા કાન કરે છે અને તમારા મારા જેવાને તો ખાલી પાટિયા જ વંચાય અને બહુ બહુ તો ક્યુરીયોસીટીથી કોઈને પૂછી લે કે આ શું છે ભાઈ ?
અને પેલો મારા જેવો “જ્ઞાની” હોય તો કહી દે તમારા કામનું નથી ભાઈ.. વાર્તા પૂરી..
આમીરખાનને મસાજ થેરાપી સજેસ્ટ થઇ છે અને એના માટે એ આ જગ્યાએ ઉભા છે,
વધારે એક્સ્પ્લેનેશનની જરૂર નથી..
રંગ મહેલ કે દસ દરવાજે કૌન સી ખિડકી ખુલી..
સૈયાં નિકસ ગયે મૈ નાં…
અને વધારે હોશિયાર અને કડકા સૈયાંને રંગ મહેલના ગમે તે દરવાજેથી ફેંકી બહાર દેવાય છે..
શુભ રાત્રી
શૈશવ વોરા