મારી પાસે સુખ જ સુખ છે, અવિનાશી સુખ ,અચળ સુખ ..
સોશિઅલ મીડિયાના પત્તા ફેરવતા હોઈએ ત્યારે ઘણા બધાની પ્રોફાઈલ્સ ઉપર ફરતા કોઈકની પ્રોફાઈલ જ્ઞાનથી ભરેલી દેખાય..કોઈક જાણે જન્મારાઓથી ટ્રાવેલ કરી રહ્યું છે ધૂમકેતુનું જેમ ,કોઈક જીમ જ જીમ કર કર કરતુ હોય ,સવાર પડ્યે એમના ઉઘાડા શરીર મૂકી જ દે ..કોક રૂપાળી પાછી લટકા મુકે..આધ્યાત્મથી લઈને નાસ્તિક..
આજકાલ બધું જાત જાતનું અને ભાત ભાતનું નજરે ચડે..રીલ્સમાં ..
પણ નજરે ચડેલું અંદર કેટલું ઉતારવું , અંદર ઉતારેલું કેટલું ભરી રાખવું ,કેટલું સાચવી રાખવું નક્કી આપણે કરવાનું ..!
એક ખતરનાક ટ્રેન્ડ છે ચાલ્યો છે અપલોડનો, જીવનના અમુક ભાગ પ્રજા અપલોડ કરીને મૂકી દે છે, કઈ અવસ્થા છે જીવનની એ..???????
કૈક નવું જ છે આ..!
જો કે સોશિઅલ મીડિયાના આભાસી જગતથી સાવ નિ:સ્પૃહી અને અલિપ્ત રહેલી પ્રજાતિ પણ વસે છે આ જ ધરતી ઉપર.. પણ આપણને તો બધું પડતી બતાડી દેવાવાળી પ્રજા દેખા દે ..!
હવે આટલું ઓછું હતું તે એમાં પાછું વળી એક નવું સોશિઅલ મીડિયાનું પ્લેટફોર્મ આવ્યું..! આપણી વસ્તીને નકરો ટાઈમપાસ કરવો છે એટલે એને માટે ઝુકરકાકા નવા નવા રમકડાં શોધ્યા કરે છે..
મને તો લાગે છે કે આ બધા સુખના ચાળા છે..! ભારત દેશ હવે સુખમાં પડ્યો છે.. ગરીબી રહી જ નથી.. ગરીબ દેખાય તો મોબાઈલ પકડાવી દો..
જો કે હું એવા કેટલાય ખરેખરા સફળ લોકોને ઓળખું છું કે જેમની પાસે સોશિઅલ મીડિયાનું વોટ્સએપ સિવાય બીજું કોઈ જ એકાઉન્ટ નથી, હું ભલો અને મારો ધંધો બીજી કોઈ જ માથાકૂટ નહિ, ટાઈમ જ કોની પાસે છે અહિયાં ?
છે .. એવા વીરલા છે જગતની માલીપામાં ..
મને ઘણા લોકો કહે છે કે `આટલું બધું` અને `આટલું લાંબુ` લખવાનો ટાઈમ ક્યાંથી મળે છે? સાચી વાત છે ભ`ઈ તમારી,
બજાર નવરી હોય તો જ આ બધા “ધંધા” પોસાય બાકી કોને એટલો સમય મળે છે ?
કેટલી બધી કંપનીઓ મોબાઈલ બાહર દરવાજે જ મુકાવે છે,સ્ટાફનો અને ગેસ્ટનો પણ, મને ખરેખર રીસ્પેક્ટ થાય છે એવી કંપનીઓ માટે, કમ સે કમ આઠ કલાક કામમાં ધ્યાન તો આપશે વસ્તી..!
જબરજસ્ત એડીક્શન થઇ ગયું છે સોશિઅલ મીડિયાનું, દર ત્રણથી પાંચ મીનીટે આંગળીઓ ફરી ફરીને મોબાઈલ ઉપર જાય છે દરેકની..
ડીટોક્સ થવાના ક્લાસ અને પ્રોગ્રામ્સ ચાલે છે પણ એ બધું કશું બહુ કામનું નથી સિવાય કે માટીડાને અંદરથી અભાવ આવે..સુખની ચાવી મળી મળી ગઈ છે જાણે વસ્તીને..!
જો કે મારા જેવો અળવીતરો પૂછે કે તાળું માર્યું છે સુખને ?
તો ચાવીની જરૂર ,
સોશિઅલ મીડિયા અને એનો રીલ બીઝનેસ ત્રિશંકુનું સ્વર્ગ જ છે ..રાચ્યા કરો.. આજકાલ ફેસબુક અને ઈન્સ્ટામાં રીલ્સનો મારો ચાલ્યો છે, ટીક્ટોકને ભગાવીને આખો કન્સેપ્ટ ચોરી લીધો અને હવે પ્રેમથી કમાય છે, વસ્તી નવરી છે, હતી અને રેહશે..
પ્રજા પોતાના કન્ટેન્ટ ઉભા કરી કરીને રીલ્સ બનાવે છે બાપરે ..અને એમને મદદ કરે જે તે મીડિયાનું અલ્ગોરિધમ, જે “પ્રકાર” નું “જોવા”નું ચાલુ કરો તે જ “પ્રકાર”ના કન્ટેન્ટ તમને પીરસ્યા કરે..! ધાર્મિક તો ધાર્મિક અને આડુંઅવળું તો તે..
એકથી થાકો એટલે બીજો કન્ટેન્ટ આપે પણ તમારી આંગળીને નવરી ના પાડવા દયે..!
એકવાર રીલ્સની દુનિયામાં ચડી ગયો જણ એટલે સુખ જ સુખ…
આજુબાજુનું ભાન ભુલાઈ જાય,
હું તો ચોક્કસ માનું છું કે આ રીલ્સ કરતા ગાંજો સરકારે લીગલ કરી દેવો જોઈએ,
મુઆ નશામાં જ રાખવા છે તો પછી ગાંજો શું ખોટો ? જુનો અને જાણીતો નશો સદીઓથી “વપરાયેલો” અને “વખણાયેલ” ..
મને મારા બ્લોગ સાચવતી ટીમ કહે અરે યાર રીલ્સ બનાવીએ ચલો જલસો પડશે, હવે તો પેલી બ્લ્યુ ટીક છસ્સો નવ્વાણુંમાં મળે છે, શૈશવભાઈ તમને નથી કેમેરાની બીક અને તમારી પાસે ક્યાં કન્ટેન્ટની કમી છે..!
ઈચ્છા તો થઇ જાય પણ પછી એમ થાય કે સાલું આ પણ પાપ છે,
આનંદ પણ વેંહચવાનો હોય, પણ હવે વેચાય છે અને તે પણ સિસ્ટમેટીકલી, જગતમાં તમામ વસ્તુઓ વેચાતી થઇ ગઈ છે..
રોજ દિવસમાં જુદા જુદા પ્રકારના લોકોને મળવાનું થાય છે કાન નાક આંખ ખુલ્લા રાખી અને જિંદગીઓ વાંચું છું, ચોપડીઓ બંધ કરી છે વાંચવાની ઘણા વર્ષોથી પણ મજા આવે છે જિંદગીઓ વાંચવાની..
જેણે જેમાં સુખ શોધ્યું છે તેને તે ચોક્કસ મળે છે, કોઈક ને કોઈક ફરિયાદ કરીને સુખ મળતું હોય છે..છેવટે કશું હાથમાં ના આવે તો જવાહરલાલથી લઈને નરેન્દ્ર મોદી ગમ્મે તેના નામની ગાળો કાઢી લ્યે પણ ફરિયાદ કરી લ્યે …
જો કે કોઈ ક ને કૈંક ફરિયાદ કરવી અને સતત કરવી એ કઈ ઓછું સુખ નથી, હું તો ફરિયાદ કરનારને પણ નસીબવાળા માનું છું કે અલી /અલ્યા તારું કોઈક સાંભળનાર તો છે આ જગતમાં..!
હેંડો તા`રે આપણું આજનું પૂરું જેને બનાવવી હોય તે બનાવે રીલ્સ હોં તમ તારે બહુ..
એમ બહુ નવરા હોઈએ તો રીલ્સ પણ જોઈ લેવાના ત્યારે શું વળી ..?
સુખ જ સુખ .. ચાવી તાળું કશું નહિ ..ગાંજો પણ પાછો પડે “રીલ્સ બીઝનેસ” માં ..!!
હેન્ડા ડો તમ તમારે..!! જોયે રાખો રીલ્સ .. કુકરકર્ક બીજું નવું લાવશે આનાથી થાકશો એ પેહલા ..
એ પેલી પ્બ્જી રમતા રમતા છેક પાકિસ્તાનથી એની ચારની વેજા લઈને ભાગી આઈ..
હાય હાય સુ કે છે ..?
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*