થાર થી છોર..
PAGE:-1
બનાસકાંઠા વિસ્તારનું ભારતના છેવાડાનું ગામ બેણપ..નગરપારકર હાલના પાકિસ્તાનથી ત્રીસ કિલોમીટર દૂર માંડ થાય..આંકડા અને બાવળ સુધ્ધાની ગેરહાજરી વર્તાય એવા સુક્કાભઠ્ઠ ૭૭,૦૦૦ સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં ભારત અને પાકિસ્તાની વચ્ચે ફેલાયેલું થારનું રણ અને થારના રણની વચ્ચે આવેલું ગામ એટલે બેણપ,
આઝાદી પછી પણ ભારત સરકારને કદાચ આ બેણપ અને એના જેવા બીજા ચાર પાંચ ગામના અસ્તિત્વની ખબર જ નોહતી.આ બધા ગામો નો જે કંઈ વ્યહવાર ચાલતો એ બીએસેફ અને ક્યારેક ગુજરાતની સરકારનો કોઈ અધિકારી આવી અને થોડોક ખેરાતનો ટુકડો ફેંકી જતો એનાથી ચાલતો..
બેણપની નજીકના ગામ વાડિયાએ તો પોતાની માં,બેન ,વહુ,કે દીકરી ને રીતસર વેશ્યા બનાવી અને ગુજરાન જીવવાનું સદીઓથી ચાલુ કરી નાખ્યું હતું..રોડ પર ઉભા રહી ને ગામના પુરુષો પોતાના જ ઘરની સ્ત્રીઓ માટે ઘરાક શોધી ને લાવતા અને ગુજરાન ચલાવતા..આઝાદી પછી બેચાર વાર કોઈક સમાજસેવી સંસ્થા આવી જતી પણ થોડા ઘણા રૂપિયા કે ચીજ વસ્તુ નાખી ને જતી રેહતી ..
સામે છેડે પાકિસ્તાનમાં પણ દરેક ગામના હાલ હવાલ આવા જ હતા..નગરપારકરથી લઈને ઉમરકોટ જે આઝાદી પેહલા અમરકોટથી ઓળખાતો ત્યાં સુધીના નાના નાના ગામડામાં રેહતી ગામની સ્ત્રીઓ ને રેન્જરસ રીતસર એમની ઐયાશીનું એક સાધન સમજતા, બદલામાં થોડાઘણા રૂપિયા આપતા,આજુબાજુ ના ઇલાકામાં કોઈ ખેતપેદાશો હતી નહિ, આઝાદી આવી ગઈ હતી સોઢા રજપૂતોની આણ હવે ઉતરતી જતી હતી, કોઈ જ મોટા ધંધા ધાપા વિકસ્યા નહિ અને જે દુઃખ સામે પાર હિન્દુસ્તાનના “થાર” વિસ્તારના ગામો નું હતું એ જ દુ:ખ “છોર”ના નગરપારકરનું હતું..બંને બાજુના મોટાભાગના જુવાન લોકો કરાંચી કે મુંબઈ સ્થળાંતર કરીને જતા રહ્યા હતા..સરહદની બંને બાજુના ગામડાઓના અનેક ઘરોની બહાર બારે મહિના તાળા લટકતા હતા અને કદાચ વર્ષે બે વર્ષે એકાદવાર માંડ એ તાળા બે પાંચ દિવસ માટે ખુલતા..કરાંચી કે મુંબઈ જતા રહેલા લોકો ત્યાં રહીને મેહનત કરીને બે પાંદડે થયા હતા, અને ક્યારેક પોતાના ગામ આવી અને થોડીઘણી ખેરાત કરી જતા અને ગામમાં બચેલા લોકોમાંથી કોઈને સાથે મુંબઈ કે કરાંચી આવવું હોય તો સાથે લેતા જતા,પણ એવા કેટલાક લોકો જે પોતના ગામને છોડવા નોહતા માંગતા અને જ્યાં હતા ત્યાં રહી ગયા એનું…શું ..? સવાલ બહુ મોટો હતો..અને જવાબ મળતો નોહતો.. CONT..2
થાર થી છોર/શૈશવ વોરા /page-1