PAGE:-10
એટલે જમાલ અંધારે અંધારે સીધો નગરપારકરની પાછળ બાજુએ પાકિસ્તાન તરફ આવેલી પાકિસ્તાન રેન્જર્સની એક છાવણીમાં પોહચી ગયો, ત્યાં કમાન્ડર કયુમુદ્દીન અલી હતો, એ છાવણીમાં લગભગ છસ્સો પાકિસ્તાની રેન્જર્સ અને ત્રીસેક ખટારા અને બંદુકો ,દસેક મશીન ગન અને એક તોપગાડી એટલું ત્યાં હમેશા રેહતું.. અડધી રાતે જમાલ સીધો જ કયુમુદ્દીન અલી પાસે પોહચી ગયો અને એને જગાડ્યો,એણે જતાની સાથે જ એણે ચાલુ કર્યું જનાબ ઇન્ડિયા કી બીએસેફ આગે આ રહી હૈ, સાંચોર તક પુહચ ગઈ હૈ.. કમાન્ડર કયુમુદ્દીનએ પૂછ્યું પક્કી ખબર..? જમાલ બોલ્યો એકદમ પકકી જનાબ..કયુમુદ્દીન તરત જ વાયરલેસ પર વળગ્યો અને એને માહિતી મળી કે ઇન્ડીયાની બીજી બધી બોર્ડર પોસ્ટ પર વીસ વીસ જવાનો ગોઠવાયા છે તમે પણ કાલે સવારે આગળ વધો તમારો બેકઅપ ફોર્સ આવે છે.. કમાન્ડર કયુમુદ્દીને તાત્કાલિક વેહલી સવારે સરહદ પર કુચ કરવાના હુકમો છોડ્યા..એનું પાકિસ્તાની રેન્જર્સનું આખું યુનિટ જાગી ગયું અને કુચ કરવાની તૈયારીમાં લાગી ગયું, જમાલને કેહવામાં આવ્યું કે રણમાં દિશાસુચન માટે તારા માણસો જોઇશે તૈયાર રેહજો, અત્યારે ઘેર જાવ..જમાલ હજી ઘેર પોહ્ચ્યો ત્યાં મધરાતે ત્રીજો જાખારીયો કુળદેવીથી હિમતસિંગનો સંદેશો લઈને આવ્યો બસ્સો સાંઢણી પર માલ ભરીને એમાંથી અડધો માલ બેણપ કોઈપણ ભોગે પોહચાડવાનો હતો..કુળદેવી ખાલી કરવાનું હતું અને કલેકટર કે આઈજી જો ધોખો કરીને જોડે ગુજરાત પોલીસ કે સેના લાવે તો રેન્જર્સ જોડે એમને અથડાવી અને પુરા કરવાના હતા, જમાલએ એના બાવીસ વર્ષના દીકરા ઝફરને ઉઠાડ્યો અને એના ઘરમાં હતા બધા જાખરીયાને ઊંઘમાંથી ઉભા કરી દીધા..જમાલને ગળા સુધી ખાતરી થઇ ગઈ હતી કે બીએસએફની મદદ લઈને ગુજરાત પોલીસ કુળદેવી ઉપર હુમલો કરશે, એટલે પરિસ્થિતિની ગંભીરતા સમજીને જમાલભાઈ એનો લબરમૂછિયો દીકરો ઝફર સહીત બીજા બધા જ ચુપચાપ રાતના અંધારામાં એક એક બબ્બે કરીને પોત પોતની સાંઢણી લઈને નગરપારકરથી કુળદેવી જવા રવાના થઇ ગયા.. અને જાખરીયાનો મુકદામ એના કામે લાગી ગયો, જમાલને ત્યાં કુળદેવી પર હિમતસિંગ મળ્યો.. હિમતસિંગે જમાલને સલામ મારી અને હાથ જોડીને ઉભો રહ્યો..
કુળદેવી એ વાકાણી અને વોહેરા બંને પરિવારોના માતાજીનું મંદિર હતું, મોટા મંદિરની આજુબાજુમાં થોડા નાની નાની દેરીઓ હતી ,લગભગ દસેક એકરમાં ફેલાયેલું આ મંદિર અને એનું પરિસર, અને એની ફરતે એક કિલ્લા જેવી ચાલીસ પચાસ ફૂટ ઉંચી કિલ્લા જેવી દીવાલો મુઘલકાળમાં જ ચણી લેવામાં આવી હતી, કુળદેવીના મોટા મંદિરની નીચે એક ખુબ મોટું ભોયરું મુઘલકાળમાં બનાવવામાં આવ્યું હતું, CONT..11
થાર થી છોર/શૈશવ વોરા /page-10 www.shaishavvora.com