PAGE:-11
જેની જાણકારી બંને કુટુંબના મોટા દીકરાઓને અને જાખરીયાના મુકદમોને વંશ પરમ્પરાગત આપવામાં આવતી, કુળદેવીનો ઇલાકો બરાબર ભારત અને પાકિસ્તાનની વચ્ચે પડતો હતો, નગરપારકરથી લગભગ વીસેક કિલોમીટર ભારતની તરફ કુળદેવી પડતું હતું અને બેણપથી ત્રીસેક કિલોમીટર થતું , ગગલદાસ વાકાણી અને ઘાસીરામ વોહેરાના પૂર્વજો મુઘલકાળમાં અમરકોટ મહારાજાનો ખજાનાનો અમુક ભાગ ત્યાં કુળદેવીએ સાચવી રાખતા.. કુળદેવીના દસ એકરમાં ફેલાયેલા કિલ્લામાં રાત્રે ચોથા પ્રહરમાં અચાનક ચહલપહલ વધી ગઈ અને અંધારે અંધારે પુજારીઓના દસબાર કુટુંબોએ એમના ઘરબાર ખાલી કરી અને સામાન ખચ્ચર અને ઊંટો પર લાદવાના ચાલુ કર્યા,અને બબીબેનના આદેશ પ્રમાણે સૌથી પેહલા બધા પુજારીઓના કુટુંબોની ચાલીસ પચાસ માણસોની વણઝાર નગરપારકર તરફ રવાના થઇ..જમાલે હિમતસિંગને એક ખૂણામાં પોતાની જોડે બેસાડ્યો અને વાતો કરવાની ચાલુ કરી બોલો હિમતસિંગ શું મામલો છે..? હિંમતસિંગ બોલ્યો હજૂર આઈમાં બબીબોનને કલેકટર અને આઈજી બહુ કનડે છે કાલે રાતે થારમાં રાત પડ્યે નાચગાન છે અને ત્યાં જ એમને ખાડામાં પુરવાના છે.. કહે છે કે દિલ્લી સરકારે આપણો ધંધો રોકવા કોઈ નવો વિભાગ ખોલ્યો છે અને આ કલેકટર અને આઈજી ત્યાં એમને બધી માહિતિઓ આપે છે, મુંબઈમાં મોટા શેઠ ગગલદાસને માલની તંગી પડે છે અને આ કલેકટર અને આઈજીની બીકે માલ ગુજરાતથી આગળ જતો નથી..મોટા શેઠ ગગલદાસ રોજ આઇ માં ને માલ રવાના કરવા સંદેશો આપે છે એટલે છેવટે કાલે રાત્રે કલેકટર અને આઈજી થારમાં આવવા તૈયાર થયા છે, પણ આઈમાં ને શંકા છે એ બંનેની પાછળ ગુજરાત પોલીસ હશે એટલે કલેકટર અને આઈજીને થારમાં ભટકાવીને લઇ જઈને એમની અંગરક્ષકના જીપડાને મોહનલાલ કુળદેવી તરફ લાવશે અને એની પાછળ ગુજરાત પોલીસ હશે તો આવશે અને તમારે રેન્જર્સ જોડે એનો..જમાલ બોલ્યો એ તો થઇ જશે પણ એ પેહલા આજે બાકીનો માલ કુળદેવીથી નગરપારકર લઇ જવો પડશે..હજી હિંમતસિંગ અને જમાલ વાતો કરતા હતા ત્યાં તો અંધારામાં દુર રણમાં ડમરી ચડેલી દેખાઈ..જમાલ બોલ્યો લે જાખારીયો આવી ગયો એની સાંઢણીઓ લઈને..કુળદેવીના નાનકડા એવા કિલ્લાના દરવાજા ખુલી ગયા અને સો એક ઊંટડા અને ચાલીસ પચાસ જાખરીયા કિલ્લામાં આવી ગયા બાકીના ચારસો ઊંટ કિલ્લાની બહાર રાહ જોતા ઉભા રહ્યા..જમાલના દીકરા ઝફરે અને જાખરીયાના મુકાદમે કુળદેવીના મંદિરની નીચે રહેલા ભોંયરાના દરવાજા ખોલી નાખ્યા અને અસલી અફઘાની અફીણની મીઠી મેહક આખા કિલ્લામાં પ્રસરી ગઈ.. CONT..12
થાર થી છોર/શૈશવ વોરા /page-11 www.shaishavvora.com