PAGE:-12
મશાલોના ધીમા અજવાળે ઝફર અને જાખરીયાનો મુકાદમ આગેવાની લઇને બીજા જાખરીયા જોડે ધડાધડ પોષના ડોડા માણસો જોડે એમની સાંઢણી ઉપર લાદવાના ચાલુ કરાવતા ગયા..
હિંમતસિંગ જમાલભાઈ ને જોડે વાત કરતા આગળ બોલ્યો હજૂર તમારે થારમાં અડધે આઈ માંને મળવાનું છે..જમાલ બોલ્યો મળવું જ પડશે પણ આટલો બધો ખતરો છે તો પછી મારે રેન્જર્સની મોટી ફોજ લાવવી પડશે..હું અત્યારે નીકળું તમે અને ઝફર અહીનો મામલો સંભાળો હિંમતસિંગ બોલ્યો ના હજૂર, આઇમાં હજૂરનો હુકમ છે કુળદેવી મારે અને શાસ્ત્રી બે જણાને રેહવાનું છે તમે ઝફરને લઈને જ અહીંથી નીકળો અને કાલે સવારે નગરપારકરથી અમરકોટમાં આ સો સાંઢણીના માલ ખાલી કરવાની જગ્યા કરાવો.. જમાલ બોલ્યો ઠીક છે ઝફર ત્યાં બધું સંભાળશે અને તું અહિયાં રેહ્જે હિંમતસિંગ કુળદેવી તારે ભરોસે કાલે રેન્જર્સ લઈને ઝફર આવશે હું થારમાં જઈશ જાખરીયાને બેણપ થારની વચ્ચેથી મોકલજે..હિંમતસિંગ બોલ્યો જી હજૂર..જમાલ લગભગ સવાર પડતા નગરપારકર પાછો આવ્યો..અને સીધો કયુમુદ્દીન અલીની છાવણી પર ગયો..લગભગ ત્રીસેક પાકિસ્તાની રેન્જર્સની ટ્રકો ભરાઈને કુચ કરવા માટે તૈયાર હતી એક એક ટ્રકમાં વીસ વીસ રેન્જર્સ થ્રી નોટ થ્રી બંદુક અને ટોટલ વીસેક મશીનગન સાથે બેઠા હતા એકમાત્ર તોપગાડીને છાવણી પર જ મૂકી રાખવાની હતી..જમાલ કયુમુદ્દીન પાસે ગયો અને બોલ્યો જનાબ..હુકુમ કરે..કયુમુદ્દીન બોલ્યો સો કિલોમીટરની બોર્ડર અમારે સાચવવાની છે દરેક ગાડીમાં તમારો એક એક માણસ મુકો જે થારના રણનો જાણકાર હોય જમાલ કયુમુદ્દીનની વાત સાંભળીને સેહજ ભડક્યો કેમકે જો સો કિલોમીટરમાં આ વીસ ગાડીઓ પથરાઈ જાય અને કલેકટર ગુજરાત પોલીસને લઈને આવે તો બબીબેનનો કલેકટર અને આઈજીનો ઘડો લાડવો કરવાનો પ્લાન ફેઈલ જાય, અને હજી સો ઊંટડા માલ કુળદેવીએથી નગરપારકર અને બીજો સો ઊંટડા માલ બેણપ ભેગો કરવાનો બાકી હતો..એટલે સેહજ વિચારીને એ બોલ્યો જનાબ સાંચોર સુધી બીએસએફ છે, એ પછી બીએસેફ નથી તો આપ જનાબ અત્યારે એ તરફ જશો તો બેહતર રેહશે..અને રણમાં વીસ ગાડીઓ છૂટી પડી ગઈ તો તમને ભેગા કરવા અમારા માટે પણ મુશ્કેલ પડશે એના કરતા દસ ગાડીને સાંચોર મુનાબાવ તરફ મોકલો અને દસ બેણપ બાજુ મોકલો,પણ સરહદ પાર કરવાની છે..? ધીમેકથી જમાલે મમરો મૂકી જોયો, કયુમુદ્દીન બોલ્યો મારે કરવી છે, પણ લાહોરથી સરહદ પાર કરવાનો હુકમ નથી..જમાલે થોડી હોશિયારી આગળ ચલાવી, જનાબ તો પછી બંદુક ચલાવવાની કે નહિ..? કયુમુદ્દીન અલી દાંત પીસીને બોલ્યો વળતો જવાબ આપવાની જ છૂટ છે અત્યારે તો.. .. CONT..13
થાર થી છોર/શૈશવ વોરા /page-12 www.shaishavvora.com