PAGE:-13
જમાલ બોલ્યો જનાબ એ મોકો તો તમને ચોક્કસ મળશે.. કયુમુદ્દીનની આંખોમાં લોહી ધસી આવ્યું અને બોલ્યો નહિ મળે તો મોકો ઉભો કરવો પડશે.. જમાલ બોલ્યો તો પછી જનાબ આપણે અત્યારે નહિ બપોર પછી કુચ કરવી પડે તો જ રાત્રે આપને મોકો મળે .. કયુમુદ્દીન બોલ્યો એવું કેમ.? જમાલ બોલ્યો જનાબ નગરપારકરથી આગળ બેણપ બાજુ ગુજરાત પોલીસની હલચલ છે બે મોટા અધિકારી બોર્ડર વિઝીટ પર છે,આપની ઈચ્છા હોય તો બંદુક ત્યાં ચાલી જશે અને આપણને બહુ નુકસાન પણ નહિ થાય, બીએસએફની સામે બંદુક ચલાવવામાં નુકસાન વધી જાય.. કયુમુદ્દીન બોલ્યો વાત તારી બરાબર છે ચલો પેહલા આજે નાની માછલીઓનો શિકાર કરીએ પછી બીએસેફ.. જમાલ બોલ્યો તો પછી અત્યારે અહીંથી નીકળી અને દસ કિલોમીટર આગળ જઈને રણમાં રોકાઈ જઈએ ..સાંજ પડ્યે બાતમી મળશે એટલે આગળ વધીશું..
જમાલે પરફેક્ટ પ્લાનીગ કરી લીધું,એ પાકિસ્તાની રેન્જર્સની વીસ ગાડીમાં છસ્સો રેન્જર્સને લઈને નગરપારકરથી આગળ દસેક કિલોમીટર રણમાં જઈને અટકી ગયો, જોડે દસેક જાખરીયાને લઈને ગયો હતો,એક જાખારીયો એણે કુળદેવી દોડાવ્યો અને સંદેશો આપ્યો કે હિમતસિંગને કહો કે સો સાંઢણી કુળદેવીએથી કાઢે અને નગરપારકરની બહારની બાજુએથી રેન્જર્સની બાજુમાંથી કાઢી લે.. સીધો માલ લઈને અમરકોટ જાય, હિમતસિંગને જમાલનો સંદેશો મળતા જ સો ઊંટ પર માલ લઈને જાખરીયાનો મુકાદમ કુળદેવીના કિલ્લેથી નીકળ્યો અને જ્યાં રેન્જર્સને લઈને જમાલ ઉભો હતો એનાથી બે ત્રણ કિલોમીટર છેટેથી એ સો એ સો ઊંટડા કાઢી ગયો અને બધો જ માલ નગરપારકર થઇને અમરકોટના બબીબેનના બાપ ઘાસીરામ વોહેરાના ઘેર પોહચી ગયો..સો ઊંટની હલચલ અને રેતીની ડમરીઓ જોઇને આખું નગરપારકર ગામ એમ જ સમજતું રહ્યું કે પાકિસ્તાની રેન્જર્સના માલસામાન આ સો ઊંટ પર છે..ખાલી અને ખાલી થારમાં પાકિસ્તાની રેન્જર્સની વીસ ગાડીની હાજરીનો જમાલે લાભ ઉઠાવ્યો અને માલ કાઢી ગયો..હવે વારો હતો સામે પારવાળાઓનો..!
લગભગ બપોર થઇ હતી અને ધોમધખતા તાપમાં આઈજી જાડેજા અને કલેકટર બંને એક એમ્બેસેડર કારમાં બેણપ ગામમાં આવ્યા અને એમની આગળ પાછળ થઇને દસેક પોલીસની જીપો અને ત્રીસેક પોલીસના જવાન ભરી બંદુકે એમની જોડે આવ્યા હતા..બબીબેન અને મહાસુખ બંને એ આખો કાફલો એમના મકાનના ઉપલા માળેથી જોયો અને ત્યાં બેઠા બેઠા જ ગણી લીધું હતું કે કેટલા પોલીસવાળા છે અને સામે કેટલા રેન્જર્સ જોઇશે..કલેકટર અને આઈજીની પાઈલોટ જીપ અને એમની એમ્બેસેડર કાર બબીબેનના નાના એવા કિલ્લા જેવા ઘરમાં દાખલ થઇ અને .. CONT..14
થાર થી છોર/શૈશવ વોરા /page-13 www.shaishavvora.com