PAGE:-14
મહાસુખ અને બબીબેન બંને જણા … આવો આવો હુકુમ ..પધારો પધારો ..કરતા આગતા સ્વગતા કરવા આગળ ગયા.ડેલીમાં ખાટલા પથરાયા અને નોકર ચાકરો આમતેમ દોડાદોડી કરવા લાગ્યા બાકીની જીપો અને પોલીસવાળા બહાર ઉભા રહ્યા..એમ્બેસેડરનું બારણું ખુલ્યું અને કલેકટર ઉતર્યા અને બીજી બાજુથી છ હાથ ઉંચો આઈજી સમશેરસિંગ જાડેજા ઉતર્યો હજી પિસ્તાલીસ વર્ષ માંડ પુરા કર્યા હતા સમશેરસિંગએ..બબીબેનએ સમશેરસિંગને જોયો અને દિલમાંથી એક કસક નીકળી પણ એના મનમાંથી ઝેર નીકળ્યું આ અને આઈ જી ? બબીબેને સમશેરસિંગને જોયો ના જોયો કર્યું,અને આડું જોઈ ગઈ,અને કલેકટરને આવો આવો કરવા લાગ્યા, મહાસુખ દોડી અને સમશેરસિંગ ની બાજુ જઈ ને સમેશેરસિંગને લેતો આવ્યો.. સમશેરસિંગની તેજ નજર બબીબેનના અને મહાસુખના ઘર પર ફરી રહી હતી..મહાસુખ પણ દેખાવમાં કદાવર અને મજૂબત બાંધાના એવા આઈજી સમશેરસિંગ જાડેજાને જોઈને થોડો ગભરાયો હતો, એને થઇ ગયું હતું કે કલેકટરને તો એની પાનશેરીનો એક ઘા પુરતો છે, પણ આના માટે તો પંદર વીસ ઘા મારવા પડે અને તો પણ કદાચ આ બચી જાય, આને તો જીવતો જ ખાડે પુરવો પડે.. મહાસુખએ એના મનમાં આવેલા વિચાર પર લગામ ખેંચી લીધી અને પછી તરત જ બોલ્યો પધારો પધારો ખમાં ઘણી હુકુમ પધારો..સમશેરસિંગની નજર બબીબેન પર અટકી, બબીબેને એમના કાળા સાડલાનો છેડો સેહજ માથેથી લઈને દાંતમાં ભરાવ્યો અને સમશેરસિંગની સામે નજર મેળવ્યા વિના પધારો હુજુર કરીને સેહજ આડું જોઇને કલેકટર સાથે વાત કરવા લાગી..સમશેરસિંગ એક ધારી નજરથી બબીબેનને તાકી રહ્યો હતો.. બબીબેનની અકળામણ વધતી જતી હતી છેવટે કલેકટરએ સમશેરસિંગની ઓળખાણ કરાવી આ બબીબેન છે અને આ મહાસુખભાઈ એમના ભાઈ.. સમશેરસિંગ બોલ્યો ફોન પર આપનો અવાજ સાંભળ્યો છે ઓળખાણ આજે પેહલીવાર થઇ.. સમશેરસિંગના શ્વાસ અને અવાજ ભારે થઇ ગયા હતા, બબીબેનને જોઇને એણે સેહજ પણ શબ્દો ચોર્યા વિના સમશેરસિંગે કીધું કલેકટર સાહેબ મારે બે મિનીટ આમની સાથે એકલામાં વાત કરવી છે, કલેકટરને થોડું અચરજ લાગ્યું પણ એમણે કીધું ચોક્કસ સાહેબ હું થોડો ફ્રેશ થઇ જાઉં મહાસુખભાઈ મને વાડો કઈ બાજુ છે બતાડશો..?મહાસુખ કલેકટરને વાડામાં આવેલા બાથરૂમ તરફ દોરી ગયો બબીબેન અને સમશેરસિંગ ખુલ્લા ફળિયામાં એકલા પડ્યા અને તરત જ બબીબેન થોડા દુર જવા લાગ્યા એટલે સમશેરસિંગે સેહજ ભાર દઈને હક્કથી કીધું અહિયાં જ ઉભી રહે બબી.. .. CONT..15
થાર થી છોર/શૈશવ વોરા /page-14 www.shaishavvora.com