PAGE:-15
બબીબેનની એકદમ પાસે આવીને સમશેરસિંગ બોલ્યો ..અને આમ મારી સામે જો બબી , તું આમ ઊંધું જ ફરીને ઉભી રહીશ તો અત્યારે તારા ઘરના વીસ નોકરો અને મારા પચાસ પોલીસવાળા બધાની નજર આપણી ઉપર છે, અને એ બધા જ સમજી જશે કે આપણી વચ્ચે શું છે..? બબીબેન એક ઝટકા સાથે સીધી ફરીને બોલી સમશેર ભૂલી જા, તું હવે અમરકોટમાં નથી ઉભો અને હું નથી પંદર વર્ષની, સમશેરસિંગ બોલ્યો..તારા મોઢા પરના શરમ ના શેરડા તને મોટા થવા નથી દેતા બબી…બબીબેન બોલી ..સબૂર સમશેર..મારા એક અવાજે અહિયાં લોહીની નદીઓ વેહશે સમશેર..સમશેરસિંગ બોલ્યો અને મારા એક અવાજે તારા ગામનો એક માણસ જીવતો નહિ રહે બબી..બબીબેન બોલી એની ફિકર તું ના કરીશ સમશેર, પણ હવે બબી નિશાન નહિ ચુકે કાયર.. સમશેર ગુસ્સાથી બોલ્યો ત્યારે પણ તું નિશાન લઇ નોહતી શકી અને આજે પણ તું નિશાન નહિ લઇ શકે..બબીબેન બોલી પાછો જતો રહે સમશેર નહિ તો તું માટી થઈશ, સમશેર સેહજ હસીને બોલ્યો મારી ઉપર પ્રેમ તો તને હજી પણ છે બબી, અને મને પણ છે..કેવા દિવસો હતાએ બબીબેન બોલી ચેતવું છું જાડેજા પાછા જતા રહો.. સમશેર એકદમ બેફિકરાઈથી બોલ્યો આજે તો તને માટીમાં રગદોળીશ બબી.. અને હવે તો આપણા દિવસો ગયાને રાતો આવી બબી..બબીબેનને હ્રદયમાં થોડી ઝણઝણાટી થઇ ગઈ પણ યાદ આવ્યું કે પેટ ચાર ચારનો વસ્તાર છે, અને વાકાણી અને વોહેરા બબ્બે કુટુંબોની તમામ મિલકત દાવ પર લાગેલી છે,સમશેરસિંગ એકલો નથી આવ્યો આખી ગુજરાત પોલીસની ફોજ લઈને આવ્યો છે,એનો ભરોસો ના થાય,આજની એક ભૂલ બહુ બધું ડુબાડીને જશે..બબીબેનએ તરત જ પોતના પર કાબુ મેળવી લીધો અને ગુસ્સાથી બોલી સમશેર મારા બાપના રૂપિયે તું મોટો થયો છે એ નાં ભૂલ..સમશેર દાઢમાં બોલ્યો કશું જ ભૂલ્યો નથી અને મરતા સુધી નહિ ભૂલું તારા બાપના બધા એહસાન..બબીબેન બોલી તો જતો રે પાછો અહીંથી સમશેર .. સમશેરસિંગ બોલ્યો ના જવાય બબી આટલા વર્ષે તો હવે પાછા ના જ જવાય..! આજની રાત તો પેહલીવાર મળી છે મને…એટલામાં કલેકટર અને મહાસુખ આવતા દેખાયા એટલી બબીબેન ઉતાવળે ભાર દઈને બોલી જતો રે સમશેર..કલેકટર જેવા નજીક આવ્યા કે સમશેરસિંગ મોટેથી બોલ્યો આ તો અમારા બહુ નજીકના અને જુના ઓળખાણમાં નીકળ્યા છે કલેકટર સાહેબ.આ મહાસુખભાઈના બાપા ગગલદાસ અને ઘાસીરામમામા તો અમારા મામા થાય.કલેકટર એકદમ ચોંકી ગયો અને બોલ્યો એમ શું વાત છે..? બબીબેનના પગ નીચેથી જમીન ખસવા લાગી કે સમશેર કઈ બીજું વધારાનુ ના બોલે.. .. CONT..16
થાર થી છોર/શૈશવ વોરા /page-15 www.shaishavvora.com