PAGE:-17
બબીબેન અને મહાસુખને ઘૂસર ફુસર કરતા જોઇને બબીબેનની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો સમશેરસિંગ બોલ્યો હવે બાકીની વાતો તમે રાતે કરજો ચાલો બિરાજો હવે… બબીબેન એમની ખુલ્લી જીપમાં એમની કાયમ જગ્યાએ ગોઠવાઈ અને સમશેર ડ્રાઈવિંગ સીટ પાછલી સીટમાં કલેકટર.. બીજી ગુજરાત પોલીસની જીપમાં મોહનલાલ અને મહાસુખ ગોઠવાયા..સમશેરસિંગે બબીની જીપ ઉપાડી અને એની પાછળ આખો કાફલો નીકળ્યો.. આખો કાફલો ખોબા જેવડા બેણપની બહાર નીકળ્યો અને એક સાંઢણી ઉપર એક જખારીયો નીકળ્યો સીધો કુળદેવી..દસ બાર કિલોમીટર બબીબેનની જીપ આગળ વધી અને સમશેરસિંગ જાડેજાએ ડામરનો રોડ છોડી અને રણની રેતીમાં જીપ ઉતારી દીધી અને અચાનક જીપની સ્પીડ વધારી દીધી કલેકટર બોલી પડ્યો જાડેજા સાહેબ પેલી જીપો પાછળ રહી જશે..સમશેર બોલ્યો એ જ તો તમે ઈચ્છો છો ને..? કલેકટર ખંધુ હસ્યો..સમશેરસિંગ રણમાં જીપ દોડાવતો રહ્યો અને એનો કાફલો પાછળ રહી ગયો.પોણો કલાક જેવી જીપ ભગાવ્યા પછી સેહજ જીપને ધીમી પાડીને સમશેર બોલ્યો ખાડા ક્યાં છે બબી..? બબીબેન બોલી કડક મોઢે બોલી આથમણે વાળો ..કલેકટરને કશી ખબરના પડી કે શું વાત થઇ..બબી રસ્તો બતાડતી રહી અને છેવટે જ્યાં ખાડા થયા હતા ત્યાં પોહચી ગયા..સાંજ ઢળી ગઈ હતી સૂરજ દેખાતો બંધ થયો હતો,એક બીજાથી થોડા દુર ખોદાયેલા બે પંદરેક ફૂટ ઊંડા ખાડાની વચ્ચો વચ જીપ ઉભી રહી.. કલેકટરને સમજણ નોહતી પડી રહી કે શું ચાલી રહ્યું છે બબીબેન જીપની નીચે ઉતરી,બબીનો ચેહરો સંપૂર્ણ ભાવશૂન્ય થઇ ગયો હતો, બીજી બાજુથી સમશેર ઉતર્યો અને કલેકટરને કીધું આવો નીચે કલેકટર યંત્રવત્ નીચે ઉતર્યો..અને અચાનક સમશેરસિંગ જાડેજાએ કલેકટરને કમરના ભાગે જોરદાર લાત મારીને ખાડામાં ધકેલી દીધો.. અચાનક લાત વાગવાથી કલેકટર રણમાં ખોદાયેલા પંદર ફૂટ ઊંડા ખાડામાં પડ્યો અને ખાડામાં ઉભો થઇને લાચાર નજરે સમશેરની સામે જોવા લાગ્યો અને હાથ ઊંચા કરીને બોલ્યો મને બહાર કાઢો જાડેજા.. સમશેરસિંગ બોલ્યો કલેકટર સાહેબ કેવી રીતે કાઢું .? મારી પાસે દોરડું નથી અને તમને કાઢવા આવું તો હું પણ તમારી જોડે દફન થઇ જાઉં.. હવે આવતા જન્મમાં મળશું.. કલેકટર બહાર આવવા માટે રણની રેતીના ખાડામાં હાથ ભરાવવા લાગ્યો અને જેમ જેમ હાથ ભરાવતો હતો તેમ તેમ રેતી ખાડામાં સરીને પડતી જતી અને કલેકટર અંદર દટાતો રહ્યો..સમશેર કલેકટરના ખાડામાંથી બહાર આવવા માટેના હવાતિયા જોતો રહ્યો અને બબી જીપ આગળ ઉભી રહી ગઈ હતી,લગભગ છાતી સુધી દટાઈ ગયા પછી કલેકટર રડવાનું ચાલુ કર્યું અને જોર જોરથી બુમો પાડવા લાગ્યો.. CONT..18
થાર થી છોર/શૈશવ વોરા /page-17 www.shaishavvora.com