
PAGE:-19
અને સામેની તરફથી મોહનલાલ અને મહાસુખ પણ ગુજરાત પોલીસની જીપોને લઈને કુળદેવીના કિલ્લા તરફ ધસી ગયા.. ફાયરીંગ કરવા માટે આંધળો થયેલો કયુમુદ્દીન અલી ત્રણ ગોળીના અવાજને હુમલો ગણીને રણમાં દુર દેખાતી ગુજરાત પોલીસ ની જીપો ઉપર તૂટી પડ્યો અચાનક પાકિસ્તાની રેન્જર્સએ ગુજરાત પોલીસ પર હુમલો કર્યો ગુજરાત પોલીસ પણ વળતો જવાબ આપવા તૈયાર હતી… સામસામે ગોળીબાર ચાલુ થઇ ગયા..સમરાંગણ થઇ ગયું કુળદેવી અને આ બધામાં એક ગોળી મોહનલાલની છાતીની આરપાર નીકળી ગઈ…
બબીબેનને રંડાપો આવ્યો અને બીજી એક ગોળી મહાસુખના ખભાને ચીરીને નીકળી ગઈ કઈક લોકોને પોતાની પાનશેરીથી તરફડાવીને મારનારો મહાસુખ ખભામાં વાગેલી ગોળીને લીધે જમીન પર પડ્યો પડ્યો તરફડીયા મારતો હતો..
કુળદેવીના કિલ્લાથી દુર બાંધેલા હાથવાળી બબીની જોડે ઉભેલો સમશેરસિંગ બોલ્યો તને એકલીને જ તૈયારી કરતા આવડે છે બબી ? મારી ગુજરાત પોલીસે બલોયા પેર્યા છે..? તારા બધા ધંધા અમને ખબર છે કુળદેવીના કિલ્લે તમે અફીણનો કેટલો માલ રાખો છો એની જાણ અમને છેક દિલ્લી સુધી છે, અને આ કલેકટર તમને અને અમને બંનેને બે બાજુ રમાડતો હતો એટલે મેં એને પેહલા પૂરો કર્યો ને એ ત્રણ ગોળીના ધડાકાએ કેટલા ધડાકા કરાવ્યા જો સંભળાય છે તને..?કુળદેવીના કિલ્લે થી પાકિસ્તાની રેન્જર્સ અને ગુજરાત પોલીસના સામસામા ફાયરીંગ ના અવાજો લગભગ અડધી રાત સુધી આવતા રહ્યા અને છેક રાતના ત્રીજા પોહરે ફાયરીંગ બંધ થયું ત્યાં સુધી ઉઘાડા બદને સમશેરસિંગ અને બાંધેલા હાથે બબીબેન બંને જીપની સીટ પર બેઠા રહ્યા..વચ્ચે વચ્ચે સમશેર બબીના શરીર પર જબરજસ્તી હાથ ફેરવતો,અને બબી ચીસો પાડીને એને અટકાવતી..સમશેર એ બબીને ભૂતકાળમાં લઇ જવાની કોશિશ કરી બબી યાદ કર એ દિવસો તું અને હું અમરકોટની તારા બાપની ખળી..ધોમધખતા તાપમાં આપણે રોજ મળતા બબીની આંખમાં એ દિવસો આવતા જયારે ક્યારેક એ સમશેરને ભરબપોરે થારના રણની ધગધગતી રેતીમાં રગદોળતી અને ક્યારેક સમશેર એને, સોળ વર્ષની બબી અને એકવીસ વર્ષનો સમશેર,લાગલગાટ દસ દિવસ સુધી રોજ શરીરસુખ માણ્યુ અને એક દિવસ બબીનો બાપ ખળીએ આવી ગયો અને બન્નેને રંગે હાથ પકડ્યા,અને ઘાસીરામ વોહેરાએ સમશેરને કીધું જાવ અહીંથી સીધા જ આને લઈને મુંબઈ જતા રહો ઘર માંડજો બધી વ્યવસ્થા થઇ જશે ત્યારે સમશેર ફરી ગયો અને બોલ્યો મારા ફેરા તો થઇ ગયા છે.. રાખો આ તમારી (ગાળ) બબીને CONT..20
થાર થી છોર/શૈશવ વોરા /page-19 www.shaishavvora.com

