PAGE:-2
બેણપ ગામના બે મોટા ખોરડા કેહવાતા..એક ગગલદાસ મણીલાલ વાકાણી…અને બીજું ઘાસીરામ હાલચંદ વોહેરા.. મૂળે બંને કુટુંબો અમરકોટના રેહવાસી ,બંને મોટા ઘરોને સામે પાર ઉમરકોટમાં અને નગરપારકરમાં પોતના જુના બાપદાદાના ઘરો હતા,આમ તો જૈન ધરમ એમના બાપદાદા ઓ એ સ્વીકાર્યો હતો…જુના જમાનાના શેઠિયા કેહવાતા, અને રાજારજવાડા અને અંગ્રેજના સમયથી બંને ખોરડાના લોકો પોતાના ધન દોલતને બોર્ડરની આજુબાજુ ના ઇલાકાના છુપાવી રાખતા,ધંધો કરવાનો એકપણ મોકો આ બેમાંથી એકે પરિવારના લોકો છોડતા નહિ, અને ૧૯૪૭ના પાર્ટીશન વખતે ધંધો કરવાનો સૌથી મોટો અવસર મળ્યો એમને હિંદુ વસ્તી પોતાનું સર્વસ્વ મૂકીને પાકિસ્તાન છોડી ભારત આવતી અને ભારતમાં રેહતી મુસ્લિમ વસ્તી પાકિસ્તાન જઈ રહી હતી અને એ સમયે ગગલદાસ મણીલાલ વાકાણી અને ઘાસીરામ હાલચંદ વોહેરા બંને પરિવારોએ પોતાના ખૂણેખાંચરે સંતાડેલા રૂપિયા બહાર કાઢ્યા અને જે લોકો ભારતથી પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનથી ભારત આવ્યા એ લોકોના જમીન જાગીરો સાવ પાણીના મુલે ખરીદેલા..અને એ પણ બને બાજુ..ભારત અને પાકિસ્તાનમાં..
સાલ ૧૯૬૨ની આજુબાજુનો સમય ચાલતો હતો ઘાસીરામ વોહેરાની મોટી દીકરી બબીબેન જેની ઉંમર હવે લગભગ ચાલીસે પોહચવા આવી હતી, બબીબેન એકદમ અરબી અને તુર્કી નસ્લનું એક કોમ્બીનેશન હોય એવું એનું રૂપ હતું અને એની ઊંચાઈ સ્ત્રીઓ માં સાધારણ રીતે જ જોવા મળે એવી લગભગ પોણા છ ફૂટ જેવી હતી, વાણીયાની છોકરી બબીબેન ફક્ત બુદ્ધિથી જ હતી, બાકી બબીબેન એકદમ પરદેશી જ લાગતી ધારદાર અણીયા કાઢી આંખે આંજેલી મેશ અને ભૂખરી વાદળી આંખો, એકદમ ગોરો વાન ચાર ચાર છોકરાની સુવાવડ ખાધા પછી પણ પાતળી અને સપ્રમાણ કમર, ભારે વક્ષ, ભૂખરા વાળ અને થોડો પુરુષ જેવો ભારે અવાજ, અમરકોટમાં હતી ત્યારે બબી હજી સોળ વર્ષની થઇ અને બબીની ઊંચાઈ અને રૂપ કૈક રજપૂતો,પશ્તુન અને બીજા અમરકોટના જવાનીયા ના દિલને ઘાયલ કરી નાખતી, અને એમાં પણ છ ફૂટ ઉપરની ઊંચાઈ ધરાવતા પુરુષોને તો બબી ચુંબકની જેમ પોતાની તરફ ખેંચી લાવતી,બબી જેવો જ દેખાવડો અને ઉંચો પોહળો એનો બાપ ઘાસીરામ વોહેરા બબીના રૂપને ઓળખી ગયો અને સાપ નો ભારો બની ગયેલી બબીને સોળમાં વર્ષે વાવ ગામના એક સોળ વર્ષના ઢીલાપોચા અને થોડા ગરીબ એવા વાણીયા મોહનલાલ જોડે બબીના ફેરા ફેરવી દીધા, અને પોતાના માથેથી ભાર હલકો કરી નાખ્યો. પાંચેક વર્ષમાં બબીને મોહનલાલએ ત્રણ સુવાવડ ખવડાવી,
થાર થી છોર/શૈશવ વોરા /page-2