PAGE:-20
ત્યારે એ સમયે બબીને જે ધરતીને માથે સમશેરને પોતાની જુવાની ધરી દીધી હતી એ ધરતીમાં સમાવાનું મન થઇ ગયું ..સમશેર એ બાપ દીકરીને એકલા મૂકીને ખળીમાંથી ભાગી છૂટ્યો,ઘાસીરામ બોલ્યો ચલ સીધી અહીંથી વાવ તારા ફેરા ફેરવી દઉં.. આંખમાં ખુન્નસ સાથે બબી બોલી ના બાપુ એક દિવસ રહી જાવ આનો જીવ લઈને ફેરા ફરીશ.. સમશેરના બાંધેલા હાથ વાળી બબી જોડે ફરી અડપલા કરવા લાગ્યો, અને બોલ્યો શું વિચારે છે બબી..? એ દિવસે અમરકોટમાં તારા હાથમાંથી બંદુક કેમ પડી ગઈ હતી..? અને આટલા વર્ષ કેમ છુપાયેલી રહી..? પાછળથી કુળદેવીના કિલ્લે ચાલતા સામસામા ફાયરીંગના અવાજો આવતા હતા..સમશેર ના માથે વાસનાનો કાળ સવાર થયો હતો બબીને કોઈપણ ભોગે સમશેરને આજે વશમાં કરવી હતી..એ બોલ્યો બબી હવે તો તારો બાપ પરધામ છે અને તારો ધણી તો જીવતો પાછો નહિ આવે માની જા તારા બધા ધંધાને મારી રેહમ નજર મળશે.. સમશેરના શબ્દોની બબી પર કોઈ જ અસર થતી નોહતી,સમશેરએ ફરી પૂછ્યું તું તો મને મારવા આવી હતી પણ કેમ નિશાન ચુકી ગઈ તી બબી..? પ્રેમ કરે છે ને મને તું ..? તો પછી નખરા કેમ કરે છે ? જો આ એ જ થારની માટી છે ચલ રગદોળી નાખ મને..જેમ જેમ સમશેર બોલતો એમે એમ બબીને ખાર વધતો જતો હતો..
જેવા ફાયરીંગના અવાજો બંધ થયા કે તરત જ સમશેરસિંગે બબીની ચુંદડી પર હાથ માર્યો અને ખેંચી કાઢી અને બોલ્યો બબી તારો પેહલો ભવ પૂરો થયો તારો મોહનલાલ મારી પરવાર્યો..અને હવે આજથી હું તારો બીજો ભવ.. બબી એકદમ જોરથી સમશેરસિંગના મોઢા પર થૂંકી સમશેરએ બબીનો કબ્જો પકડ્યો અને ફાડી નાખ્યો બે હાથથી બંધાયેલી બબી તરત જ ઊંધું ફરી ગઈ..સમશેર બોલ્યો બબી તને શેની લાજ આવે છે મારાથી ..? તું ઓરત છે ખરી..?સમશેર ડ્રાઈવિંગ સીટ પરથી ઉતરી અને બબી બાજુ આવ્યો અને બબીનો આખો કબજો ફાડી નાખતા બોલ્યો કેટલા બૈરાને તે આ કલેકટરને ચૂંથવા આપ્યા હતા..? અને આજે તારો વારો આવ્યો છે ત્યારે કેમ આમ કરે છે બબી?અને આ ક્યાં આપણે પેહલીવારનું છે ?યાદ કર અમરકોટ ની એ ખળી જ્યાં હું ને તું..બબીની આંખમાંથી પાણી જતા હતા અને સમશેરસિંગે બબીના ચણીયાની નાડી તોડી નાખી બબી તરત જ રણની રેતીમાં બેસી પડી અને ચિલ્લાઈ સમશેર રેહવા દે જતો રે તારું મોત તને આ કરાવે છે અમરકોટમાં એકવાર તને ભાણેજ કરીને જીવતો જવા દીધો હતો હવે કોઈ તને નહી છોડે.. સમશેરસિંગ બોલ્યો જોયું જશે બબી પણ આજે તો તને આ થારની રેતીમાં રગદોળે જ છૂટકો આટલા વરસથી..
થાર થી છોર/શૈશવ વોરા /page-20 www.shaishavvora.com