PAGE:-21
કુળદેવીના કિલ્લે બંદુકો શાંત થઇ હતી.. રેન્જર્સની પાછળ છુપાયેલા જાખરીયા અને રેન્જર્સની ગાડીઓ પાછળ લપાયેલા જમાલભાઈ અને કયુમુદ્દીન અલી બહાર આવીને ગુજરાત પોલીસની જીપો તરફ ગયા.. લગભગ બધા જ ગુજરાત પોલીસના જવાનો માર્યા ગયા હતા, જે થોડા ઘણા જીવતા હતા અને ઘાયલ હતા એ બધાને કયુમુદ્દીન જાતે વીણી વીણીને ગોળી મારતો હતો.. જમાલના હાથમાં અંધારામાં અધમુઓ ગોળી ખાધેલો મહાસુખ આવ્યો કયુમુદ્દીન મહાસુખને ગોળી મારવા જતો હતો ત્યાં જમાલે બ હાથ જોડ્યા જનાબ ભાઈ હૈ મેરા.. અડધો બેભાન મહાસુખ બબડ્યો બબીબેન વચ્ચે થારમાં એકલા છે કલેકટર અને આઈજી જોડે.. સાંઢણી પર જાવ જીપના અવાજમાં..આટલું બોલીને મહાસુખ બેભાન થઇ ગયો, જમાલે કયુમુદ્દીનને કીધું ગુજરાત પોલીસનો આઈજી અને કલેકટરને મારી બેન રણમાં અડધે લઇને આવી છે આઈજી અને કલેકટરને તમારે શિકાર કરવો હોય તો ઉંટ પર જવું પડે..કયુમુદ્દીન તૈયાર થઇ ગયો, જમાલે મહાસુખને સારવાર માટે કુળદેવીના કિલ્લામાં હિમતસિંગને સોપ્યો અને મોહનલાલની લાશને કુળદેવીએ મૂકી..
ત્યાં સુધીમાં કયુમુદ્દીને ખાતરી કરી લીધી કે એક પણ ગુજરાત પોલીસનો જવાન જીવતો તો નથીને.. જાખરીયાના ચાર પાંચ ઊંટ પર જમાલ કયુમુદ્દીન અને થોડા રેન્જર્સ રણમાં બાબીબેન પાસે જવા નીકળ્યા..
હિમતસિંગે એકબીજાની સારવાર કરવામાં રોકાયેલા રેન્જર્સને જોઇને જાખરીયાને ઈશારો કર્યો અને ધીમે ધીમે અફીણથી લદાયેલા સો ઊંટ એક પછી એક બેણપ તરફ રવાના થયા.. અંધારી રાતમાં બાંધેલા હાથે બબી રણમાં આળોટતી રહી અને સમશેરના પ્રયત્નો ચુકવતી રહી..સમશેર બબીના પગના અને મોઢાના એક એક પ્રહારને માણતો હતો..અને એટલામાં બબીને કાને દુરથી સાંઢણીના પગલા કાને કળાયા..અને ખુલ્લી છાતીને એના વાળથી ઢાંકી અને રેતીમાં બેઠી થઇને બબી અફાટ રણમાં ખડખડાટ હસવા લાગી અને રણની રેતીમાં આળોટવામાંડી અને રેતીમાં પડી પડી બોલી ખતમ થઇ ગયો તારો ખેલ જાડેજા ખતમ..બબીની પાછળ પાછળ આળોટતો આળોટતો જીપથી દુર બસ્સો પગલા સુધી આવી ગયેલો નગ્ન અવસ્થામાં રહેલો સમશેર એકદમ રેતીમાંથી ઉભો થઇને પોતાના કપડા અને રિવોલ્વર લેવા જીપ તરફ દોડ્યો પણ સમય ઓછો પડ્યો પાંચ સાત સાંઢણી આવીને એની સામે ઉભી રહી ગઈ..એક સાંઢણી પર બેઠેલા જાખરીયાએ જમાલ તરફ પોતાની પાઘડી ફેંકી જમાલ તરત જ સાંઢણી પરથી કુદી અને નીચે ઉતર્યો અને રણની રેતીમાં ઉંધી પડેલી બબી ઉપર એ પાઘડીનું કપડું વીંટાળી અને એને બેઠી કરી અને બબીના હાથ ખોલ્યા.. CONT..22
થાર થી છોર/શૈશવ વોરા /page-21 www.shaishavvora.com