PAGE:-22
કયુમુદ્દીનએ સમશેરની સામે બંદુક તાકી અને બબીએ એકદમ ત્રાડ નાખી નહિ ..અને હાથ લાંબો કરીને બબીએ કયુમુદ્દીન અલી પાસે બંદુક માંગી, ઊંટ પર બેઠેલા કયુમુદ્દીને બબીની તરફ બંદુક ફેંકી બબીએ પાઘડીનું કપડું એના આખા શરીરે મજબુત બાંધ્યું ચણીયાની તૂટેલી નાડી ફરી એકદમ મજબૂતી થી બાંધી, અને બંદુક હાથમાં લીધી અને બોલી સમશેર આજે હું નિશાન નહિ ચૂકું અને નથી તું અમરકોટનો ભાણેજ,એક ગોળી ચાલી સીધી સમશેરના પગમાં બીજી બીજા પગમાં અને ત્રીજી ચોથી ગોળી સમશેરના ખભામાં ગઈ..આખા શરીરે લોહીની ધારો રેલાઈ..
ઘાયલ બબીએ ઊંટ પર બેઠેલા જાખરીયાની સામું જોયું જાખારીયો ઊંટ પરથી નીચે ઉતરી ગયો, રણની રેતીમાં ચાર ચાર ગોળી ખાધેલો સમશેર જીવતો પડ્યો હતો નામ માત્રનું કપડું પણ એના શરીરે નોહતું, બીજા બધા પાકિસ્તાની રેન્જર્સ જોઈ રહ્યા હતા કે આ ઓરત શું કરી રહી છે..બબીએ બુમ મારી…બાંધ આ એહસાનફરામોશને સાંઢણી જોડે.. જાખરીયાએ સમશેરની કમરે દોરડાનો ગાળિયો ભરાવી અને દોરડું સાંઢણી જોડે બાંધી દીધો અને સમશેરને સાંઢણી જોડે બાંધી દીધો બબીએ સાંઢણી ને નીચે બેસાડવાનો ઈશારો કર્યો અને જેવી સાંઢણી નીચે બેઠી કે તરાપ મારીને બબી સાંઢણી ઉપર ચડી ગઈ, અને સાંઢણી ડોકે સાંઢણીના ચોકડાની ચોકડી મારી અને દોરડું ખેંચ્યું, સાંઢણીને વીજળીનો કરંટ લાગ્યો હોય એમ ઉભી થઇ ને થારમાં દોડી અને એની પાછળ સાંઢણી જોડે દોરડે બંધાયેલો કણસતો સમશેર રણની રેતીમાં ખેંચાતો ખેંચાતો રગદોળાતો આવ્યો અને એ બંનેની પાછળ જમાલ કયુમુદ્દીન અને બીજા રેન્જર્સ રણમાં નગરપારકર તરફ જતા રહ્યા..રણની રેતીમાં ઘસડાતા સમશેરનું પ્રાણ પંખેરું ઉડી ગયું અને એની લોહી અને એની ઉપર લાગેલી થારની રેતીથી ઢંકાયેલી લાશ નગરપારકર વેહલી સવારે પોહચી..
સમશેરની લાશને રેન્જર્સની નગરપારકરની છાવણીમાં લઇ જવાઈ..મહાસુખની સારવાર કુળદેવીના કિલ્લે ચાલુ થઇ અને બધો જ માલ બેણપ સમોસુતરો ઉતરી ગયો અને ત્યાંથી દસ ટ્રકો ભરી અને ગગલદાસ મણીલાલ વાકાણી પાસે મુંબઈ જવા રવાના થઇ ગયો.. મોહનલાલની લાશને નગરપારકર રવાના કરાઈ અને બીજા દિવસના અજવાળે મોહનલાલની ચિતા સળગી અને બબીબેનએ રંડાપો માથે ઓઢ્યો..!
એ દિવસે અમદાવાદના છાપાના મથાળા આવ્યા “સરહદનું નિરીક્ષણ કરવા ગયેલા કાંઠા વિસ્તારના કલેકટર અને આઈજીને કાફલા સમેત પાકિસ્તાની રેન્જર્સએ વીંધી નાખ્યા”
થાર થી છોર/શૈશવ વોરા /page-22 www.shaishavvora.com