PAGE:-23
બેણપ ગામથી લગભગ વીસેક કિલોમીટર થારના રણમાં ગયેલા આઈજી અને કલેકટરને બીએસએફ સમજીને પાકિસ્તાની રેન્જર્સએ હુમલો કર્યો અને એમની સાથે ગયેલી ગુજરાત પોલીસે વળતો જવાબ આપતા પાકિસ્તાનના બાર રેન્જર્સ અને કલેકટર અને આઈજી સહીત આઠ ગુજરાત પોલીસના જવાનો શહીદ થયા છે..
બબીબેનએ સોળમાં દિવસે નગરપારકરના કુવે માથાબોળ નહિ લીધું, અને કાયમ માટે કાળા કપડા ધારણ કરી લીધા..એ રાત્રે સાંઢણી પલાણવામાં આવી, બંને બાજુથી ફ્લેગ મીટીંગ થઇ હતી અને શાંતિ જાળવવી એવું નક્કી થયું હતું..અડધી રાત્રે નગરપારકરથી સાંઢણી કુળદેવીના કિલ્લે આવી અને ત્યાંથી મહાસુખને લઈને રાતના અંધારે લપાતા છુપાતા બબીબેન અને મહાસુખ બેણપ આવ્યા..આખા થારના ઇલાકામાં જેટલા મોઢા એટલી વાતો ફેલાઈ હતી, વોહેરાની છોડી બબીએ ગુજરાત પોલીસના આઈ.જી.ને નાગો કરીને માર્યો અને કલેકટરને તો રણમાં જીવતો દાટી દીધો.. પચાસ સો જેને જેટલા આવડ્યા એટલા ગુજરાત પોલીસના મોતન વાતો થતી..અમદાવાદમાં રાજભવનની બેઠકમાં હજી કોયડો ઉકેલતો નોહ્ત..છેક પાકિસ્તાન ની સરહદ સુધી કાંઠાના કલેકટર અને આઈ.જી.ને જાતે જવાની જરૂર કેમ પડી..? દિલ્લીથી ભારતની સેના અને કેન્દ્ર સરકાર તરફથી જબરજસ્ત ઠપકો આવ્યો હતો ગુજરાત પોલીસ ને, અને પાકિસ્તાની રેન્જર્સની વચ્ચે ખેલાયેલા ધીંગાણાને લીધે ઉભી થયેલી અને થારમાં ફેલાયેલી અફવાઓ ને લીધે આંતરરાષ્ટ્રીય સરહદ પર વધી ગયેલા ટેન્શનને દુર કરવા દિલ્લી સરકારે પેહલ કરીને વધારાની બીએસએફને થારમાંથી પાછળ ખસેડી હતી, વળતા જવાબ રૂપે પાકિસ્તાને પાકિસ્તાની રેન્જર્સ પણ પાછળ હટાવ્યા હતા..થારમાં ફરી એકવાર ધીમે ધીમે જાખરીયા જેવી રઝળતી જાતિઓની હુકમત કાયમ થઇ રહી હતી..મોહનલાલના મોતના સમાચાર મળ્યા પછી એની પાછળ કોઈ જ લૌકિક ક્રિયા થઇ નોહતી,અને એ બધી લૌકિક ક્રિયા ક્યાં અને કેવી રીતે કરવી એ નક્કી કરવા માટે મુંબઈ થી મોટા શેઠ ગગલદાસ વાકાણી બેણપ આવ્યા..! બેણપમાં સાંજ ઢળી હતી, મુંબઈથી જોધપુરી સુટમાં આવેલા શેઠ ગગલદાસ વાકાણી સાંજ પડ્યે સફેદ ફાળિયું અને કેડિયા અને ધોતી ના ગામઠી પેહરવેશમાં આવી ગયા હતા, મોહનલાલનું બેસણું ક્યાં ગોઠવાયું છે એની જાણ થારના લોકોને કરવા માટે સાંજ પડ્યે બેણપના ઘરના ફળિયામાં ખાટલા પડ્યા..અને એક ખાટલા પર ગગલદાસ શેઠ ગોઠવાયા અને આખું બેણપ અને થારના અંતરિયાળ ગામોના મુખી, સરપંચો અને બીજા લોકો એમ થઈને કુલ પાંચેક હજાર માણસ હાજર હતું અને બધું માણસ જ્યાં જગ્યા મળી ત્યાં ગગલદાસને ફરતે ગોઠવાયુ હતું .. CONT..24
થાર થી છોર/શૈશવ વોરા /page-23 www.shaishavvora.com