PAGE:-24
બધા જ માણસો રાહ જોતા બેઠા હતા કે ગગલદાસ શેઠ કઈ બોલે..ગગલદાસ બોલ્યા..આ અમાસે ઘાસીરામ હાલચંદ વોહેરાના જમાઈ મોહનલાલનું બેસણું કુળદેવી ના કિલ્લે રાખ્યું છે..અને તેર દિવસ જારો ત્યાં જ થશે..એટલું બોલીને ખાટલેથી ઉભા થઇને ગગલદાસે બધાને હાથ જોડ્યા અને ગોળ ફર્યા, પાછળથી બૈરાઓએ જોરદાર મોટેથી ઠુઠવો મુક્યો અને રોક્કળ ચાલુ થઇ ફળિયામાં બેઠેલા પુરુષોએ પાઘડીઓ માથેથી ઉતારી અને ખોલી નાખી અને માથે પછેડી તાણી લીધી, અને પુરુષોમાં થારના રીવાજ પ્રમાણે રોક્કળ ચાલુ થઇ..
ત્રીસેક જાખરીયા પાણીના લોટા લઈને ગગલદાસની આજુબાજુ રહીને બધા પુરુષોને આપતા અને ગગલદાસ રીવાજ પ્રમાણે એક એક પુરુષની પાસે જઈને ખભે હાથ મૂકી અને એક એક ને છાના રાખતા આગળ વધતા ગયા..
આ બધામાં દિલ્લીથી આવેલો નારકોટીક્સ વિભાગનો હેડ અજીતસિંગ પણ હતો એના સિવાય કોઈને ગુજરાત પોલીસના આ ઓપરેશનની જાણ નોહતી અને ખુબ જ બેદર્દીથી ગુજરાત પોલીસનું ઓપરેશન નિષ્ફળ ગયું હતું..!એટલે અજીતસિંહનો ઉત્સાહ મરી પરવાર્યો હતો..રાત પડ્યે ટ્રેક્ટર અને ગાડામાં ધીમે ધીમે ગગલદાસ શેઠને મોઢે થવા આવેલું માણસ પાછું જવાનું ચાલુ થયું..
અમાસને હજી બે દિવસની વાર હતી..મોડી રાત્રે ગગલદાસ ઘાયલ મહાસુખના કમરામાં ગયા અને બોલ્યા બબીને બોલાવો..તરત જ એક નોકર બબીને બોલવવા દોડ્યો..કેરોસીનના ફાનસના અજવાળે મહાસુખના ખાટલાની બાજુમાં મુકેલા બીજા ખાટલે ગગલદાસ બેઠા બબીબેન કમરામાં આવી ગગલદાસએ ઈશારો કર્યો અને બબીએ કમરાનું બારણું બંધ કર્યું..ગગલદાસ ધીમા પણ મક્કમ અવાજે બોલ્યા તમારા બેમાંથી કોની બુદ્ધિ હતી..? ખાટલામાં પડ્યો પડ્યો મહાસુખ બોલ્યો બાપુ મારી..બબીએ આટલા દિવસે મોઢું ખોલ્યું..ના કાકા મેં મહાસુખને કીધું હતું કલેકટરને થાર લઇ જવા માટે..ગગલદાસ બોલ્યા મોટા થાવ તમે અને આગળ વધો મુરખો, એ તમારી માં સાડલા ફેંકતી અને અમે પાનશેરી મારતા એ જમાના જતા રહ્યા..હવે બીજા હજાર રસ્તા છે, આ મોહનલાલની બદલે તમારા બેમાંથી એક કે જમાલ મરી ગયો હોત તો નુકસાન કેવડું મોટું હોત..? અને આ સમશેર એટલે ..બબીએ વચ્ચેથી જ વાત કાપી અને બોલી હા કાકા એ જ..ગગલદાસ બોલ્યા તો પછી એને આમ રણમાં ઘસડી ઘસડીને મારવાની ક્યાં જરૂર હતી..?એની લાશ જોઇને આખી ગુજરાત પોલીસ ઘાંઘી થઇ છે..જેને પ્રેમથી વશમાં કરવાનો હતો એને થારમાં નાગો કરીને ગોળીઓ મારી અને ઘસડી ઘસડીને માર્યો..ક્યા બાપે માર્યા વેર હતા તારે એની જોડે બબી..? CONT..25
થાર થી છોર/શૈશવ વોરા /page-24 www.shaishavvora.com