PAGE:-25
બબીબેન બોલી તમે જાણો છો કાકા એ મને દગો કરી ગયો હતો, ગગલદાસ બોલ્યા બબી તું વાણીયાની છોડી છે, રાજપૂતની નહિ, દગો કરે એનો બદલો આવી રીતે લેવાય? બીજા હજાર રસ્તા હતા એને ઠેકાણે પાડવાના..મહાસુખ ખાટલે પડયો પડ્યો બોલ્યો એણે બબીબેનની છાતીએ હાથ માર્યો હતો.. ગગલદાસ બોલ્યા તે કયો પેહલી વાર નો હાથ માર્યો હતો..? બબીબેન નીચું જોઈ ગઈ ગગલદાસ કડક અવાજે બોલ્યા હવે આ સાડલા ફેંકવાના અને પાનશેરી ના ખેલ બંધ કરો તમે, અને બીજા હજાર રસ્તા છે, મારે તમને શીખવાડવાના નાં હોય , માલ પકડાયો હોત તો આપણા આખા કુટુંબને ગોળીએ દેવાત હું બધા માલનો સોદો કરી અને રૂપિયા લઇને બેઠો છું , દરેક વસ્તુની દુનિયામાં કિમત હોય છે અને તમારી આ હરકત આખે આખા બંને કુટુંબોનો અને એક બાજુનો નહિ બંને બાજુ વિનાશ નોતરવા માટે પુરતો હતો, હવે વધુ વાત જમાલ જયારે કુળદેવી આવે ત્યારે કરશું, અત્યારે તો રાવલપીંડી અને દિલ્લી બંને બાજુ મારે રૂપિયાનો ધોધ વેહડાવો પડ્યો છે, ત્યારે બધું શાંત થયું છે,પરમદિવસે અમાસ છે અને કાલે આપણે કુળદેવી જવાનું છે..એટલો હુકમ કરીને ગગલદાસ કમરાની બહાર નીકળી ગયા અને એમની પાછળ બબીબેન પણ નીકળી ગઈ..
બીજા દિવસે સવારે કાંઠા વિસ્તારના નવા નીમાયેલા કલેકટર આવ્યા ગગલદાસને મળવા..મહાસુખના ઘરમાં બહાર ગગલદાસ અને નવી નિમાયેલો કલેકટર બેઠા.. ગગલદાસે કીધું સાહેબ માફ કરજો ઘરમાં સોગ છે,પાણી સિવાયની સ્વાગતા નહિ થાય, તમારી સરકારની મદદ કરવામાં અમારો જમાઈ ગુમાવ્યો અમે.. કલેકટર બોલ્યા શેઠ અમારા પણ આઈજી ,કલેકટર અને બીજા પોલીસના જવાનો મર્યા છે, ગગલદાસ બોલ્યા એ તો તમારી મુર્ખામીએ તમારા માણસ મર્યા..બીએસએફના ઇલાકામાં કલેકટર અને આઈ.જી. એ આવવાની ક્યાં જરૂર હતી? અને એમાં પણ સરહદને પેલે પાર જાવ તો પાકિસ્તાની રેન્જર્સ તમને નાગા કરીને જ મારે ને..? કલેકટર બોલ્યા હવે જે થયું તે થયું પણ શેઠ દિલ્લીથી હુકમ છે કે બેસણું તમારી કુળદેવીએ ના કરવું આખા થારમાંથી માણસો આવશે અને અમારે કાયદો વ્યવસ્થા જાળવવી અઘરી થશે..ગગલદાસ મક્કમતાથી બોલ્યા બેસણું તો ત્યાં જ થશે કલેકટર સાહેબ અને થાર આખો ઇલાકો અમારો છે, તમારા માટે પાકિસ્તાન અને ભારત છે..અમારા માટે તો થાર થી છોર સુધીનો ઇલાકો અને એના માણસો એક જ છે હજી.. કલેકટરને કપાળે પરસેવો આવી ગયો, શેઠજી બહુ તકલીફ થશે દસ હજાર માણસ અમારે સાચવવું,ગગલદાસ આંખો ઝીણી કરીને બોલ્યા દસ હજાર માણસ જ આવશે એમ તમને કોણે કીધું..? ..? CONT..26
થાર થી છોર/શૈશવ વોરા /page-25 www.shaishavvora.com