PAGE:-27
આખા થાર થી છોર સુધીના ઇલાકા ઉપર હુકુમત હતી સોઢા રાણાઓની.અને એ સોઢા રાજપૂત રાણાઓની રાજધાની હતી અમરકોટ.. લગભગ દસેક લાખ સોઢા રાજપૂતોની અમરકોટ રિયાસતમાં વસ્તી હતી અને બાકી બચેલા લોકો જૈન વાણીયા ..
એ બધામાં સોઢા રાણાઓની વચ્ચે એકદમ મેહફૂસ જીવન જીવતા અને ભારે દબદબો ભોગવતા જૈન વાણીયાઓના બે ખોરડા હતા,અને આ બહુ મોટા ખોરડા કેહવાતા ખોરડા છેક પેશાવર, કરાંચી અને મુંબઈ સુધીની હાક વગાડતા ..એક ગગલદાસ મણીલાલ વાકાણી..અને બીજું ઘાસીરામ હાલચંદ વોહેરા..
ગગલદાસ મણીલાલ વાકાણી અને ઘાસીરામ હાલચંદ વોહેરા એ જમાનામાં કરોડોપતિ કેહવાતા અને જયારે જયારે સોઢા રાજપૂતોને જરૂર પડી ત્યારે ત્યારે આ બંને કુટુંબોના વડવાઓ એ હવા ને પણ ભનક ના પડે એમ સોઢા રાજપૂતો માટે પોતના અસલી ચાંદીના સિક્કાના પટારે પટારા અમરકોટ રિયાસતની સામે ખોલી નાખ્યા હતા, અને બદલામાં અમરકોટ રિયાસત બંને કુટુંબોને એમની છત્રછાયા પૂરી પાડતી..
ઘાસીરામ વોહેરા લગભગ સાહીઠ વર્ષે પોહચ્યો હતો..માથે વાણીયાની પાઘડી, ધોતિયા ઝભ્ભા અને પગમાં ખાસડા નાખીને ગગલદાસ વાકાણી અમરકોટમાં પોતાના મેડીબંધ મકાનના વીસ પગથીયા ઉતરી અને અડધો કિલોમીટર દુર આવેલી ઘાસીરામ વોહેરાની હવેલીએ પોહચ્યો..રાત લગભગ ઢળી ચુકી હતી અને થારનો ઠંડો વાયરો ચાલુ થયો હતો..ઘાસીરામ વોહેરા એની હવેલીના મુખ્ય કમરામાં એના દીકરાઓ સાથે બેઠા હતા.. ઘાસીરામની હવેલીના ડેલેથી બહાર રમતા નાના નાના છોકરાઓની બુમો સંભળાઈ ગગલદાસ આવ્યા..એ ગગલદાસ શેઠ આવ્યા..
ઘાસીરામ વોહેરા એ ઈશારો કર્યો એટલે એના દીકરાઓ ઉભા થઇને કમરાની બહાર નીકળી ગયા..ગગલદાસ વાકાણી ઘાસીરામ બેઠા હતા એ કમરામાં આવ્યો સાહીઠ વર્ષના ઘાસીરામએ કૈક નદીઓના પાણી પી લીધા હતા પણ આજે એને પણ મૂંઝવણ વર્તાતી હતી, છાતીએ ભાર દિવસે દિવસે વધતો જતો હતો.. એકદમ ઘોઘરા અવાજે ઘાસીરામ બોલ્યા..આવ ગગલદાસ, કમરામાં એક નાનો કેરોસીનનો લેમ્પ બળતો હતો અને એનું અજવાળુ રેલાતું હતું, તમરાંની અવાજ સિવાય બાકી કોઈ જ કમરામાં હતું નહિ.. ગગલદાસ પણ અકળાયેલો હતો એટલે એકદમ સીધી વાત પર આવતા બોલ્યો કાકા શું કરશું..?મહારાણા અમરકોટ તો પાકિસ્તાનમાં રેહવાનું નક્કી કરી રહ્યા છે..? CONT..28
થાર થી છોર/શૈશવ વોરા /page-27 www.shaishavvora.com