PAGE:-28
ઘાસીરામ એ ચિંતાતુર મોઢે કીધું હા ગગલદાસ હું મળ્યો હતો મહારાણાને, એમને મગજમાં એમ છે કે જો હિન્દુસ્થાનમાં અમરકોટ રિયાસત જોડાશે તો રાજપુતાનાની બીજી રિયાસતોની જેમ એમનો દબદબો પણ ખતમ થઇ જશે, અને એક સામાન્ય પ્રજા થઈને એમને જીવવું પડશે જયારે અમરકોટ પાકિસ્તાનમાં રેહશે તો એમનો રૂઆબ ટકી રેહશે, ગગલદાસ બોલ્યો એવું ના બને કાકા જે હિન્દુસ્થાનમાં થશે એ જ પાકિસ્તાનમાં થશે ઘાસીરામ બોલ્યા ..હા તારી વાત સાચી ગગલદાસ પણ અમરકોટ મહારાણાઓ રાજપુતાનાની રિયાસતો કરતા મુઘલોની નજીક વધારે રહ્યા છે અને મુઘલો ઉપર એમણે વધારે ભરોસો કર્યો છે..ગગલદાસ બોલ્યો કાકાએ બધી વાત સાચી પણ મુઘલોને ગયે પણ હવે પાંચ સાત પેઢી જતી રહી છે..અસલી મુઘલ ક્યાય બચ્યો નથી કાકા..બધા મુસલમાન મુઘલ નથી ,જિન્નાહ બોલ્યા પછી ફરી ગયો તો..? ઘાસીરામ બોલ્યા મને પણ એ વાતની ફિકર છે..ગગલદાસ બોલ્યો કાકા તો આપણે શું કરવું..? મહારાણાની જોડે અમરકોટ રિયાસતમાં રેહવું કે પછી..? એટલુ બોલીને ગગલદાસ અટકી ગયો, ઘાસીરામ વોહેરા બોલ્યો તારું મન શું કહે છે ગગલદાસ..? ગગલદાસ બોલ્યો કાકા આપણે અત્યારના સંજોગોમાં મહારાણા ને નારાજ કરાય એમ નથી..પણ જોખમ લેવું નથી, નથી નથી તોય આપણું બંનેનું બસ્સો માણસો નું કુટુંબ છે બધાનો વિચાર કરવો પડે, આપણે થોડા જઈએ નગરપારકર અને થોડા જઈએ બેણપ, તમે અને હું અહિયાં અમરકોટમાં રહીએ.. ઘાસીરામ બોલ્યા હા ગગલદાસ.. આપણી મિલકત તો અહીંથી હટવાની નથી, માલ થોડો આઘોપાછો કરી લઈએ..ગગલદાસ બોલ્યો કાકા તમે મિલકત બોલ્યા તો મને તો એમા તો બહુ મોટો ધંધો દેખાય છે નજર સામે.. ઘાસીરામ વોહેરા બોલ્યા ગગલદાસ આવી પરિસ્થિતિમાં તને કયો ધંધો દેખાય છે..? ગગલદાસ બોલ્યો કાકા ભાગલા નક્કી જ છે, તો પછી હિંદુ વસ્તી હિન્દુસ્થાન જશે અને મુસલમાન વસ્તી પાકિસ્તાન જશે..એમના ઘરબાર છોડીને..ઘાસીરામની આંખમાં ચમક આવી ગઈ એમને ગેડ બેસી ગઈ અને બોલ્યા..ગગલદાસ વાત તો તારી સાચી પાણીના મુલે મિલકતો વેચાશે અને લેવાવાળું કોઈ નહિ હોય..ગગલદાસ બોલ્યો હા કાકા જો આપણે બે બાજુ વેહ્ચાઈને રહીએ તો.. ઘાસીરામએ હાથ ઉંચો કર્યો અને બોલ્યો બસ નક્કી..આપણા બંને કુટુંબોના ત્રણ ભાગ કરો એક નગરપારકર રેહશે બીજા બેણપ જશે તું અને હું અહિયાં મહારાણાની જોડે અમરકોટ રહીશું.. ગગલદાસ બોલ્યો એકવાર મહારાણાને કાને વાત નાખવી પડશે..? ઘાસીરામ બોલ્યો એ કપરું કામ છે ગગલદાસ, પણ છૂટકો નથી, કાલે ગઢમાં જઈએ.. ગગલદાસ બોલ્યો ના કાકા અત્યારે જ જઈએ.. ..? CONT..29
થાર થી છોર/શૈશવ વોરા /page-27 www.shaishavvora.com