PAGE:-3
અમરકોટના કરોડપતિ ઘાસીરામ વોહેરાને ત્યાં મોટી થયેલી બબી પતિ મોહનલાલને અને એના બચરવાળને લઈને એક દિવસ અમરકોટ આવી તે પછી વાવ ગામ પાછી ગઈ જ નહિ, ઘાસીરામ વોહેરા એ મોહનલાલને પણ એમના ધંધામાં જોતરી દીધો, બબીબેનના વર મોહનલાલની પાસે એક જ ગુણ હતો ,મોહનલાલને આખા થારના રણનો ખૂણે ખૂણો એને મોઢે હતો, વગર ભોમિયે મોહનલાલ રણમાંથી ને રણમાંથી છેક સિંધ અને જેસલમેર સુધી પોહચી જતો, અને પાછો આવતો..! બાકી તો મોહનલાલ તદ્દન નકામો હતો, ૧૯૪૭ ના ભાગલા પછી મોહનલાલ અને બબી બંને એમના વસ્તાર જોડે બેણપમાં બબીબેનના બાપ ઘાસીરામ વોહેરાની એક મોટી હવેલી જેવા મેડીબંધ મકાનમાં રેહતા અને એની બિલકુલ બાજુના મેડીબંધ મકાનમાં ગગલદાસ મણીલાલ વાકાણી નો મોટો છોકરો મહાસુખ એની પત્ની જોડે રેહતો બંને ઘરો વચ્ચે એક ત્રીસેક ફૂટ જેટલી ખુલ્લી જગ્યા હતી અને એ બન્ને ઘરને ફરતે લગભગ સો ફૂટ એવી જગ્યા છોડી અને વીસેક ફૂટ ઉંચો કોટ ચણી લેવામાં આવ્યો હતો, બંને ઘરની પાછળ મોટા વાડા હતા જ્યાં એમના ઢોરઢાંખર રેહતા અને બે ઘરની વચ્ચે પડતી ખુલ્લી જગ્યાની બરાબર સામે એક મોટો ડેલો હતો જેમાંથી બંને ઘરના ઢોરઢાંખર અને માણસો પણ આવજા કરતા હતા..ઢોરઢાંખરમાં ઊંટ,ગાય ,ભેંસ બકરી અને ઘોડા રેહતા..અને એ બધા ઢોરને સાચવવા જાખરીયા કોમના વિસ પચ્ચીસ લોકો એમના ઘરમાં જ બહાર બનવેલા નાના નાના ઝુંપડામાં રેહતા.. જાખરીયા મૂળે થારના રણમાં ભટકતી જાતી હતી અને એ લોકો સરહદની બંને બાજુ એમના માલ લઈને રખડતા રેહતા, બંને ઘરોને સમાવી લેતા કોટમાં અંદરથી ઘણા બધા ગેરકાનૂની કામ થતા.. એક દિવસ સાંજ પડ્યે બબીબેન મહાસુખના ઘરે આવ્યા,ચાલીસ વર્ષની બબીબેન જેવા મહાસુખ ના ઘરમાં આવ્યા એટલે તરત જ મહાસુખની ઘરવાળીએ માથે મોટો ઘૂમટો તાણી લીધો, અને બહારના રૂમમાંથી ઝડપથી અંદર જતી રહી, મહાસુખ અને બબીબેન એકલા પડ્યા કમરામાં.. બબીબેન મહાસુખની સાથે નજર મિલાવ્યા વિના એમના ભારે અવાજે બોલ્યા..મહાસુખ તારે પાનશેરી ફરી વાપરવી પડશે.. મહાસુખ થોડી ચિંતાથી બોલ્યો મને પણ એવું જ લાગે છે બબીબેન, એકલા રૂપિયા થી કલેકટર સાહેબને સંતોષ નથી થતો, અને આ રોજે રોજની હેરાનગતિ વધી રહી છે, દર ત્રીજે દહાડે સિપાઈ સપરા મોકલે છે..અને હવે તો આ જાખરીયાના બૈરા પણ એમની ભેગા ઊંઘવાની ના પાડે છે..દારૂ પી પી ને..બબીબેનએ હાથ ઉંચો કર્યો એટલે ત્રીસ એક વર્ષની આજુબાજુ પોહચેલો મહાસુખ બોલતો અટકી ગયો..બબીબેન બોલી .. ખાડો ખોદાવો અને કાલે રાત્રે હું સાડલો નીચે ફેંકુ એટલે તું તૈયાર રેહ્જે, CONT..4
થારથીછોર/શૈશવ વોરા /page-3 www.shaishavvora.com