PAGE:-31
બીજે દિવસે ગગલદાસ અને ઘાસીરામ બંને આખો દિવસ પોત પોતાની કરીયાણાની દુકાને બેઠા રહ્યા અને બપોર ક્યારે વીતે એની રાહ જોતા રહ્યા બપોર પડ્યે અમરકોટની સીમમાં એક ખળામાં બે જણા ભેગા થયા..ગગલદાસ બોલ્યો કઈ સમાચાર કાકા..? ઘાસીરામ બોલ્યો હા ગાંધી બાપુ ઝીણાને માનવવા મળવાના છે..ગગલદાસ બોલ્યો પત્થર પર પાણી છે કાકા આપણે મહારાણાની વાત કરોને..ઘાસીરામ બોલ્યા એ તો એમના સ્વર્ગમાં જ છે એમને તો એમ જ છે કે ઝીણા પણ સમ્રાટ અકબરની જેમ એમને મામા કહીને બોલાવશે અને એમના માનસન્માન અને રિયાસત જાળવશે..ગગલદાસ બોલ્યો એવું થાય તો તો સારું જ છે કાકા પણ લાગતું નથી..હવે એમને છોડો આપણે શું કરવું છે એ બોલો..ઘાસીરામ બોલ્યા..ચોખ્ખી વાત કરું ગગલદાસ તને તો આપણે ભાગીદારી કરી લઈએ અને પચાસ લાખ તું કાઢ અને પચાસ લાખ હું કાઢું જોડે રહીને વેપલો ખેડીએ અને આ મુસીબતમાંથી બહાર નીકળીએ..
ગગલદાસ બોલ્યો ..ધનભાગ મારા કાકા કે તમે મને ભાગીદાર ગણ્યો, પણ કાકા મારા કુટુંબમાં મારાથી મોટા પણ ઘણા છે એના એ બધા મને ગાંઠે એવું પણ નથી, તમારા કુટુંબમાં પણ નાના મોટા ઘણા છે ભગવાન તમને સો વર્ષના કરે કાકા પણ આટલા બધામાં ભાગીદારીમાં ક્યાંક કોઈ દિવસ કોઈને વાંકુ પડ્યું તો બધું તૂટી પડશે એના કરતા છુટા ના છુટા અને ભાગનો ભાગ એવું કૈક ગોઠવો એટલે એકબીજા ના નામે આપણા કુટુંબોમાં આપણે જે કરવું હોય એ કરાય અને કેહવાય..
ઘાસીરામ બોલ્યા વાત તો તે મુદ્દાની કરી ગગલદાસ, આપણે એટલું નક્કી રાખીએ કે જે કરીશું એ જોડે રહીને કરશું..ગગલદાસ ઘાસીરામના પગે પડવા ગયો ઘાસીરામે એને ગળે લગાડી લીધો ઘાસીરામ બોલ્યા પેહલું કામ કરો ગગલદાસ બજારમાંથી રૂપિયા ખેંચો, અને માલ બધો ફૂંકી મારવાનો ચાલુ કરો હાથ પર રૂપિયા હશે તો રૂપિયા બોલશે, મિલકતો રોકડા રૂપિયાથી જ લેવાશે.. ગગલદાસ બોલ્યો પણ એકદમ જ બહુ માલ બજારમાં ફૂંકી મારીશું તો બજારો તૂટી પડશે કાકા, એના કરતા પેહલા એક કામ કરીએ તમારા મોટા દીકરા જમાલભાઈને મોકલીએ નગરપારકર અને તમારો અડધો માલ ત્યાં સંતાડો અને હું મારા મોટા દીકરા મહાસુખને મોકલું છું બેણપ અને અડધો માલ ત્યાં સંતાડીએ જમાલને ઘેર નગરપારકરમાં જ મારો વચલો નૌતમ રેહશે અને તમારા મોટા દીકરી બબીબેન અને જમાઈ મોહનલાલને મહાસુખ ભેગો બેણપ મોકલો..એટલે માલ સગેવગે કરતા ફાવે.. ઘાસીરામ બોલ્યા મંજુર પણ મારે માલ જોઈએ ત્યારે તારે મને આપવાનો અને તારે માલ જોઈએ ત્યારે હું આપીશ.. CONT..32
થાર થી છોર/શૈશવ વોરા /page-30 www.shaishavvora.com