PAGE:-32
ગગલદાસ બોલ્યો મંજુર અને આજથી તમારા ઘરાકએ મારા ઘરાક અને મારા ઘરાક એ તમારા એકબીજાને પૂછ્યા વિના ધંધો નહિ કરવાનો ઘાસીરામ બોલ્યા તું બોલ્યોએ બધું કબુલ મંજુર અને હવે બજારોમાં વાત ફેલાવો કે ભાગલા પડવાના લીધે માલની અછત પડવાની છે,એટલે ઊંચા ભાવે માલ વેચીએ..ગગલદાસ બોલ્યો એ ઠીક રેહશે.. આવતે અઠવાડિયે હું બેણપ જઈને મહાસુખના ઘરબાર ગોઠવીને આવું અને તમે પછી નગરપારકર જતા આવજો અને જમાલને ત્યાં મુકી આવજો, આપણે બંને એ સાથે અમરકોટ નહિ મુકાય..હું કાલે મહારાણાને મળતો આવું છું અને સેહજ જાણ કરું છું કે બેણપમાં એક ખોરડું મહાસુખ માટે લઉં છું..અને કાલે ફરી પાછા અહિયાં ખળીએ મળીએ કાકા.. ઘાસીરામ બોલ્યા ઠીક છે પણ કોઈ વધારાની વાત ના કરતો બેટા મહારાણાને ..ગગલદાસને ઘાસીરામના મોઢે બોલાયેલું બેટા સંબોધન સ્પર્શી ગયું..!
બીજા દિવસે ચડતા પોહરે જ ગગલદાસ વાકાણી અમરકોટના દરબારગઢમાં પોહચી ગયો અને ખમાં ઘણી.. ખમાં ઘણી.. કરતો ગયો મહારાણાને અને ધીમેકથી પોતાની વાત રજુ કરી દીધી કે દીકરાને બેણપ મોકલું છું અને ત્યાંથી મેળ ગોઠવાશે તો મુંબઈ.. મહારાણા પોતાના કારભારમાં ઉલઝેલા હતા એટલે સાંભળ્યું ના સાંભળ્યું કર્યું અને હા પાડી દીધી..! ગગલદાસ ચુપચાપ દરબારગઢ છોડીને નીકળી ગયો,એક મોટું કામ થઇ ગયું હતું ગગલદાસ નું એકવીસ વર્ષનો દીકરો મહાસુખ અને એની ઘરવાળીને બેણપમાં ઠેકાણે પડવાનું અને પોતના અડધા રૂપિયા અને માલ બેણપમાં મુકવાનું બપોરે ફરી ઘાસીરામ અને ગગલદાસ ખળીએ મળ્યા ..ઘાસીરામે પૂછ્યું શું ખબર લાવ્યો છું કહે ગગલદાસ..? ગગલદાસ બોલ્યા કાકા અંગ્રેજ સરકારના પોલીટીકલ એજન્ટ આવ્યા છે મહારાણાનું મન કળવા માટે અને મહારાણા એમના કારભારમાં જ વ્યસ્ત હતા..ઘાસીરામ બોલ્યા મહારાણા ને તો આગળ કુવોને પાછળ ખાઈ છે હિન્દુસ્થાનમાં ગયા તો રજવાડું જશે અને પાકિસ્તાનમાં ગયા તો રૈયત જશે.. હશે ચલ જવા દે મહાસુખનું શું કીધું..? ગગલદાસ બોલ્યો હા પાડી દીધી છે એટલે હું તો કાલે ને કાલે જાઉં છું બેણપ, તમે બેચાર દિવસ પછી દરબારગઢ જતા આવજો એટલે બીજી કઈ માહિતી હોય તો મળે અને જમાલની વાત કાને નાખતા આવજો..અત્યારે આમ તો મહારાણાના ધડ પર માથું નથી અત્યારેતો ..બધી વાતમાં મહારાણા હા એ હા જ કરે છે..! એમના સસરા સાહેબ બે ચાર દિવસમાં કુળદેવીના દર્શને પધારવાના છે..!મોકો સારો છે, ઘાસીરામે કીધું ઠીક છે વાંધો નહિ..! કરો ગગલદાસ કંકુના..! CONT..33
થાર થી છોર/શૈશવ વોરા /page-32 www.shaishavvora.com