PAGE:-34
ઘાસીરામ બોલ્યા જમાલને મુકવા ગયો હતો નગરપારકર, એક ઘરની વાત તો છોડ ગગલદાસ, એક સાથે આખા મોહલ્લાની ચાવીઓ મળી છે, અને કોઈ એક રૂપિયો પણ માંગ્યો નથી એક જ વાત કરી છે દેરાસરમાં દેવને સાચવજો..!
ગગલદાસ બોલ્યો એટલે કાકા તમે ઘર ખરીદયું કે નહિ..? ઘાસીરામ બોલ્યા કોઈ વેચે તો ખરીદું ને ? ગગલદાસ બધાએ એમનેમ જ ચાવીઓ જ પકડાવી દીધી છે..રૂપિયા લેવા કોઈ તૈયાર નથી..ગગલદાસ બોલ્યો કાકા એમ તો અણહકનું કેમ લેવાય..? ઘાસીરામ બોલ્યો એ તો પાછળથી બધાને આપીશું ગગલદાસ બોલ્યો તો પછી માલનું શું કરવું છે..? હજી તો આપણે મહારાણાની નજર નીચે સલામત છીએ.. ઘાસીરામ ઝીણી આંખ કરીને બોલ્યો .. ગગલદાસ આપણો થારનો ઇલાકો એવું છે કે આપણા ભોમિયા વિના તો અંગ્રેજી ફોજ પણ થારમાં ભૂલી પડી જાય, માલ કોઈક એવી જગ્યાએ મુકીએ કે ત્યાં પોહ્ચતા સુધી હિન્દુસ્થાન કે પાકિસ્તાન બંનેને ફાફા પડે..! ગગલદાસ થોડું વિચારીને બોલ્યો વાત તો મુદ્દાની કીધી કાકા અત્યારે તો મહારાણા છે, પણ જેવા આઝાદ થયા કે બધું રોળાઈ જશે.! એમનું છત્ર નહિ રહે તો હવે આપણે ક્યાં મુકીશું માલ..? બંને જણા એક સાથે બોલ્યા કુળદેવી.. બેણપ અને નગરપારકરની બરોબર વચ્ચે બન્ને વાણીયાઓના કુળદેવીનું સ્થાનક હતું.. બરાબર થારના રણની વચ્ચે..કુળદેવીના મંદિરને વાકાણી અને વોહેરા પરિવારના પૂર્વજો એ એક નાનકડા કિલ્લામાં ફેરવી નાખેલું હતું, કુળદેવીના મંદિરની પૂજા અર્ચના કરવા ત્યાં પુજારી અને એના આઠદસ કુટુંબો એ કિલ્લામાં જ રેહતા અને એમના દાણાપાણી વાકાણી અને વોહેરા પરિવારો સાચવી લેતા, મંદિરની નીચે સારા એવા મોટા ભોંયરા બનવ્યા હતા મુઘલકાળમાં બંને પરિવારો પોતની મિલકત સંતાડવા કુળદેવીના મંદિરનો આશરો લેતા આજે ફરી એકવાર એમનો અફીણ અને ગાંજો સંતાડવા માટે કુળદેવીના મંદિરનો આશરો લેવાનું નક્કી કર્યું..! અને બંને જણા છુટા પડ્યા..
બીજા દિવસે સવારે બજારો ખુલ્યા અને હજી ઘાસીરામ અને ગગલદાસ પોતાના થડે બેઠા જ હતા ત્યાં કાસદ જોડે દરબાર ગઢમાંથી તેડું આવ્યું, બંને જણાએ કાસદને(સંદેશો લાવનાર) ફેરવી ફેરવીને પૂછ્યું પણ કોઈ જવાબ ના મળ્યો તાબડતોબનો હુકમ હતો એટલે ગયા વિના છૂટકો નોહતો.. કાસદની જોડે બંને નીકળ્યા દરબાર ગઢમાં જવા માટે, કાસદ એમને સીધો દીવાન સાહેબ પાસે લઇ ગયો,શરીરે એકદમ પતલા એવા અને સિત્તેર વટાવી ચુકેલા ગાંધી ફ્રેમના ચશ્માં પેહરેલા દીવાન સાહેબ ગગલદાસ અને ઘાસીરામને એક અલાયદા કમરામાં લઇ ગયા.. CONT..35
થાર થી છોર/શૈશવ વોરા /page-34 www.shaishavvora.com