PAGE:-37
વડીલ તરીકે ઘાસીરામ આગળ બોલ્યા બહુ વર્ષ ભેગા રહ્યા હવે જુદા પડવાનો સમય થઇ ગયો છે એક વચન સહુ રાખો જે કઈ ધંધા કરીશું એમાં બંને કુટુંબોના સરખા ભાગ રેહશે અને બધા હિસાબકિતાબ દર વર્ષે એકવાર કુળદેવીએ ભેગા થવું અને ત્યારે કરવા..સમયને પારખી અને દુનિયા કરતા બે પગલા વેહલા ચાલવું એ બંને કુટુંબોની ખાસિયત રહી હતી, પેઢીઓ થી ધંધા બદલ્યા છેક ખૈબરથી રંગુન સુધી બંને કુટુંબોના વડવાઓએ વેપલા ખેડ્યા પણ જયારે સ્મશાન યાદ આવ્યું ત્યારે તો અમરકોટ જ આવતા અને થારની માટીમાં ભળી જતા..સાહીઠ વર્ષથી ઉપર પોહચેલા ઘાસીરામની આંખો સ્થિર થઇ ગઈ કોઈના મોઢામાંથી એકપણ શબ્દ નીકળે એમ નોહતો આટલા વર્ષો એક જ ગામમાં જોડે રહ્યા મોટા થયા સુખદુઃખ વેહ્ચ્યા..જમાલનું તો નામ જ મણીલાલ વાકાણીએ પડ્યું હતું પીરની માનતાથી જમાલ ઘાસીરામના ઘેર જન્મ્યો હતો , ધંધાકીય હરીફાઈ અને દુરી થઇ જતી ક્યારેક, પણ છેવટે બધા ભેગા થઇ જતા..પણ આજે તો હવે થારમાંથી ઉચાળા ભરવાનો વારો આવ્યો હતો..ગગલદાસ બોલ્યો કાકા મારી મૂડી મિલકત બધું અહિયાં તમને..ઘાસીરામ બોલ્યા કશું ના બોલીશ આવતા વર્ષે કુળદેવી મળીએ ત્યારે બધી વાત કરશું, અત્યારે તો બસ આપણા ભેગા રેહવાના અંજળપાણી આ ધરતી પર ખૂટયા, જાવ બધા તૈયારીઓ ચાલુ કરો..અને તમને બધાને બે બે ચાર ચાર માં એટલે વેહચું છું કે ગમે તે એક ગામે કંઈપણ થાય તો એક સામટો આપણા આખે આખા કુટુંબોનો ખો ના નીકળી જાય..દેશના ભાગલા થાય ત્યારે સમજવું કે માટી લાલ થાય અને આપણે વાણિયા લાલ માટી આપણી નહિ…ગગલદાસ બોલ્યો હા કાકા હું જાણું છું.. ઘાસીરામ બોલ્યો ..ગગલદાસ હવે તમને બધાને છેલ્લી વાત કરું છું, હું અમરકોટમાં જ રહીશ અને જો મને કઈ થાય તો ગગલદાસ કહે એમ જ મારા કુટુંબમાં બધાએ કરવાનું છે ,બબી તું અને જમાલ મને વચન આપો મારા પછી તમારો બાપ ગગલદાસ..ગગલદાસ ભાવુક થઇને બોલ્યો કાકા એ લોકો નહિ, હું તમને વચન આપું છું કે મારે જીવતે તમારો વસ્તાર ક્યારેય દુઃખી નહિ થાય..અને બબી આજથી મારો મહાસુખ મેં તને અને મોહનને સોપ્યો..વાતો ચાલતી રહી અને છેવટે બધા છુટા પડ્યા..રાત માથે વીતતી ગઈ દિલ્લીમાં ટુ નેશન થીયરી સ્વીકારાઈ અને સિંધુ ના જળ લોહી થો લાલ થયા,બબીબેન અને મહાસુખ બેણપમાં ઉતરી પડ્યા જમાલ પોહચી ગયો નગરપારકર..ઘાસીરામ એકલા ઉમરકોટમાં રહી ગયા..ઘાસીરામનું તકદીર એમને અમરકોટના સ્મશાનની માટીમાં ભળવા નોહતું દેવાનું એમને તો થાર છોડીને છોરમાં રેહવાનું હતું અને કબરમાં દટાઈને કયામતની રાહ જોવાની હતી..
(ક્રમશઃ)